Thu Jun 11 2026

Logo

સોશિયલ મીડિયના ઉપયોગને લઈને કેનેડા પણ કાયદાકીય લગામ ખેંચશે, ટીનેજ-વિદ્યાર્થીઓ માટે માપદંડ નક્કી

Toronto   2026-06-11 12:30:00
Author: mumbai samachar team
Article Image

ટોરેન્ટોઃ ઓસ્ટ્રેલિયાએ સોશિયલ મીડિયાના ટીનેજ તથા બાળકોના વપરાશને લઈને કાયદાન લાગામ ખેંચ્યા બાદ હવે અન્ય દેશ પર આ અભિગમને ફોલો કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા બાદ કેનેડાએ સોશિયલ મીડિયાનો ટીનેજમાં ઉપોયગને લઈને મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓ, બાળકો તથા ટીનેજને આવરી લેવાયા છે. સોશિયલ મીડિયાને લઈ વધી રહેલા જોખમને ધ્યાને લઈ આ નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે, બીજી તરફ સોશિયલ મીડિયા કંપનીઓએ કેટલીક છૂટ આપતા થોડી રાહત અવશ્ય મળી છે. આ માટે પૂરતી સુરક્ષાના ફીચર પણ એપ્લાય કર્યા છે.

 

શું છે આ કાયદામાં?
કેનેડા સરકારે એક કાયદો રજૂ કર્યો છે. કેનેડાના મંત્રી માર્ક મિલરે આ કાયદા અંગે જણાવ્યું હતું.  અધિકારીએ કહ્યું કે,કેનેડામાં સમાજ બાળકોને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ સાબિત થયો, હવે કડક નિયમ લાગુ કરવાનો સમય આવી ચૂક્યો છે. બાળકોની પાયાની સુરક્ષા માટે આ જરૂરી છે. પ્રસ્તાવિક કાયદામાં સાત પ્રકારના માપદંડ છે. એવી સામગ્રીનો પણ ઉલ્લેખ છે જે બાળકો માટે નુકસાનકારક છે. ઉશ્કેરણીજનક છે, હિંસાને વેગ આપી શકે છે. નફરત ફેલાવે છે. આ નવો કાયદો લાગુ કરવા અને નિરિક્ષણ માટે કેનેડા સરકારે એક નવી સંસ્થા તૈયાર કરી છે. ડિજિટલ સેફ્ટિ કમિશન ઓફ કેનેડા. આ સંસ્થા નક્કી કરશે કે, સોશિયલ મીડિયા કંપનીઓની છૂટ માટે કેટલા સુરક્ષા માપદંડ હોવા અનિવાર્ય છે. 

માપદંડનું ખાસ ધ્યાન રખાશે
સોશિયલ મીડિયા કંપનીઓ આ માપદંડ પૂરા કરશે તો એક્સસ માટે તેને મંજૂરી આપવામાં આવશે. આ માપદંડ આગળના સમયમાં જાહેર કરવામાં આવશે. આ નવી સંસ્થાને શરૂ કરવામાં આવશે 18 મહિનાનો સમય લાગી શકે છે. આ સંસ્થાની કાર્યશૈલી પણ નક્કી કરવામાં આવશે. એનો એક શેડ્યુલ ફિક્સ છે. સરકારનું એવું કહેવું છે કે, સોશિયલ મીડિયા કંપનીઓએ ખુદ સાબિત કરવું પડશે કે, એનું પ્લેટફોર્મ બાળકો માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ સિવાય યુઝર્સની ઉંમર વેરિફાય કરવા માટે એક સિસ્ટમ કે વેરિફિકેશન લાગુ કરશે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ઈન્ડોનેશિયા જેવા દેશમાં સોશિયલ મીડિયાના ઉપયોગ પર ઉંમર સંબંધિત નિયમ લાગુ છે. 

AI આધારિક કંપનીને પણ આવરી લેવાઈ
યુકે, ફ્રાંસ, સ્પેઈન, ડેનમાર્ક, થાઈલેન્ડ અને સાઉથ કોરિયા પણ આ નિયમ લાગુ કરવા પર વિચાર કરી રહ્યા છે. ખાસ કરીને સોશિયલ મીડિયા થકી પીરસાતા એડલ્ટ કોન્ટેટ, ગેમિગ, ફ્રોડ તથા લોભામણી ખોટી જાહેરાતોને ક્યારેય ક્યારેય કોઈ પ્રકારની છૂટ ન મળે. નવા કાયદામાં એઆઈ થકી ચેટબોટ બનાવતી કંપનીઓને પણ આવરી લેવામાં આવી છે. જવાબદારી અંતર્ગત કામ કરવું પડશે અને આ માટે સરકારને સહયોગ આપવો પડશે. ઓસ્ટ્રેલિયામાં 47 લાખ એકાઉન્ડ એવા મળી આવ્યા હતા જે 16 વર્ષની ઓછી ઉંમરના લોકોના હતા. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગુ હોવા છતા પણ ઓસ્ટ્રેલિયા સરકારે 47 લાખ પેજીસ એવા બંધ કર્યા જેમાં કોન્ટેટ યોગ્ય ન હતું. 

ઓસ્ટ્રેલિયા પાસેથી લીધો બોધપાઠ
કેનેડા સરકારનું એવું કહેવું છે કે, ઓસ્ટ્રેલિયા સરકારના પ્રયોગ પરથી, અનુભવ પરથી અને અભિગમ પરથી આ નિયમ લાગુ કરશે. ઘણા વાલીઓએ કેનેડા સરકારના આ નિર્ણયને વધાવ્યો છે, બાળકો માટે સુરક્ષિત અને જરૂરી ગણાવ્યો છે. ખાસ કરીને ટીનેજ અને વિદ્યાર્થીઓ માટે આ નિયમ અંતર્ગત જરૂરી પગલાં લેવામાં પણ સમર્થન જાહેર કર્યું છે. આનાથી સોશિયલ મીડિયાના ઉપયોગ પર તો નિયંત્રણ આવશે પણ કેટલાક ફ્રોડ અને એડલ્ટ કોન્ટેટથી પણ બચી શકાશે.