Thu Aug 20 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:6 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-08-06 08:09:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-08-06 21:47:18

મેટાને સરકારે સ્પષ્ટ કહ્યું, અમેરિકાના કાયદા ભારતમાં નહીં ચાલે

પીએમ મોદીની પોસ્ટને મેટા દ્વારા દૂર કરવાના મુદ્દે માર્ક  ઝૂકરબર્ગે માફી માંગી છે. તેમજ તેની બાદ મેટા અને સરકાર વચ્ચે સંકલન અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાના કાયદા ભારતમાં નહીં ચાલે.

2026-08-06 20:35:21

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધના અમલ માટે ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત

ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને માખણ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ બાદ હવે તેના અમલ માટે ટાસ્ક ફોર્સ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. એનાલોગ પનીર, ચીઝ અને માખણ પર પ્રતિબંધ લાગુ કરવા માટે ટૂંક સમયમાં એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. તેમજ ભેળસેળમાં સામેલ લોકો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

2026-08-06 19:35:07

મોહન ભાગવતે કહ્યું જેન ઝી આંદોલન સિસ્ટમમાં કરેકશન માટે  જરૂરી

દેશમાં સતત ચર્ચામાં રહેલા જેન ઝી આંદોલન અંગે આરએસએસ વડા મોહન ભાગવતે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જેન ઝી સંવાદમાં જણાવ્યું હતું કે ભારતની શિક્ષણ વ્યવસ્થામાં હજુ પણ બદલાવની જરૂર છે. તેમજ આંદોલન જ સંવાદનો એક હિસ્સો છે.

2026-08-06 16:38:37

પીએમ મોદીની વિદેશ યાત્રાઓ પર વર્ષ દરમિયાન કુલ 74.5 કરોડનો ખર્ચ

કેન્દ્ર સરકારે સંસદમાં આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રા પર થયેલા કુલ ખર્ચનો ખુલાસો કર્યો છે. વિદેશ મંત્રાલયે  રાજ્યસભામાં માહિતી આપી હતી કે આ વર્ષે અત્યાર સુધીમાં વડાપ્રધાનની વિદેશ યાત્રાઓ પર  રૂપિયા 74.5 કરોડનો ખર્ચ થયો છે.

2026-08-06 16:10:52

NEET પેપર લીક કેસની સુનાવણી દરમિયાન કોર્ટ વકીલોને ફટકાર લગાવી

NEET UG 2026 પેપર લીક કેસની સુનાવણી દરમિયાન દિલ્હીની ફાસ્ટ ટ્રેક કોર્ટે બચાવ પક્ષના વકીલોને કોર્ટમાં સમયસર ન પહોંચવા બદલ ફટકાર લગાવી છે. અદાલતે તમામ વકીલોને કોર્ટ શરૂ થતાં જ હાજર રહેવા અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

2026-08-06 15:33:16

રાહુલ ગાંધીની છાત્રો કી ગુંજ કાર્યક્રમને મંજૂરી ના મળી, પ્રિયંકા ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 8 ઓગસ્ટના રોજ  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં "છાત્રો કી ગુંજ" કાર્યક્રમ માટે મંજૂરી માંગી હતી. જોકે, વહીવટીતંત્રએ તેમને મંજૂરી નથી આપી. જે અંગે પ્રિયંકા ગાંધીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે વહીવટીતંત્રને શેનાથી ડર લાગે છે.

2026-08-06 13:45:12

બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને જાનથી મારવાની ધમકી

બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વિદેશમાં બેઠેલા ગૅંગસ્ટર ઝીશાન અખ્તરે આ ધમકી આપી છે. બાબા સિદ્દીકી હત્યાકાંડમાં ઝીશાન અખ્તર પણ સામેલ હતો. અખ્તરે સોશિયલ મીડિયા પર વોઈસ નોટ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

2026-08-06 12:41:27

કાર અકસ્માતમાં અતિક અહેમદના પુત્રનું મૃત્યુ

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં અતિક અહેમદના પુત્ર સહિત બે યુવાનોના કાર અકસ્માતમાં મૃત્યુ થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. તેઓ ઝાંસી જેલમાં કેદ અતિકના મોટા પત્ર અલી અહેમદને મળવા માટે જઈ રહ્યા હતા.

2026-08-06 10:29:47

દક્ષિણ ગુજરાતમાં ઝરમર વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ સવારે 8 થી 10ના બે કલાકના સમયગાળામાં દક્ષિણ ગુજરાતમાં ઝરમર વરસાદ પડ્યો છે. ખેરગામમાં 0.12 ઇંચ, પલસાણાામાં 0.08 ઇંચ, સુબીર, ડાંગ, ચીખલી, વલસાડમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.

2026-08-06 08:11:32

રાજ્યના એક પણ તાલુકામાં ન નોંધાયો એક ઇંચથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. એક પણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો નહોતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 0.79 ઇંચ વરસાદ પડ્યો હતો.