દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે સર્વપક્ષીય બેઠક પૂર્ણ, સરકારને વિપક્ષનો ટેકો મળ્યો
કેન્દ્ર સરકારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના હાલાત વચ્ચે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં સત્તા અને વિપક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. જોકે, ટીએમસી આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. આ બેઠકમાં ઉર્જા સંકટ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
જાપાનમાં ચીનના દૂતાવાસમાં ઘૂસણખોરી
તાઈવાનના વિવાદ વચ્ચે ચીનના દૂતાવાસ પર જાપાનમાં હુમલો. ટોકિયો સ્થિત ચીનના દૂતાવાસમાં ઘૂસણખોરીને લઈ ચીન-જાપાન વચ્ચેના સંબંધો વણસ્યા. એક જાપાની સૈનિક કથિત રીતે દીવાલ કૂદીને દૂતાવાસમાં ઘૂસ્યો અને અધિકારીઓને મારવાની ધમકી આપી, જેના અંગે ચીને વિયેના કન્વેશનનો ભંગ ગણાવી સખત કાર્યવાહીની માગ કરી.
રાજસ્થાનની રાજધાની જયપુરમાં એલપીજીની અછત, અનેક રિક્ષાઓ બંધ પડી
મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ભારતમાં પણ અસર જોવા મળી રહી છે. જેમાં ક્રૂડ ઓઇલ અને એલપીજીના ઉપલબ્ધ જથ્થામાં ઘટાડો થઇ રહ્યો છે. જેમાં રાજસ્થાનની રાજધાની જયપુરમાં એલપીજી અછત ઉભી થઇ છે. જેમાં લીધે રિક્ષા અને કાર ચાલકોની મુશ્કેલીઓ વધી છે. આ અંગે મળતી માહિતી મુજબ એલપીજીની અછતના લીધે અનેક રિક્ષાઓ બંધ પડી છે.
મિડલ ઈસ્ટ સંકટ મુદ્દે ઓલ પાર્ટી મીટિંગઃ ટીએમસીનો બહિષ્કાર
પશ્ચિમ એશિયામાં જારી તણાવ અને વૈશ્વિક વેપારમાં અસ્થિરતાને લઈ કેન્દ્ર સરકારની સર્વપક્ષીય બેઠક સંરક્ષણ પ્રધાનના નેતૃત્વમાં શરુ. જોકે, ટીએમસીએ સર્વપક્ષીય બેઠકનો બહિષ્કાર કર્યો, જ્યારે કેરળમાં કાર્યક્રમ હોવાથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ગેરહાજર રહ્યા. જોકે, રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર આકરી ટીકા કરી હતી.
અમેરિકાના યુદ્ધજહાજ પર મિસાઈલ એટેકનો ઈરાનનો દાવો
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાતો વચ્ચે તહેરાને અમેરિકાના પ્રસ્તાવોને ફગાવતા કહ્યું છે કે ઈરાનએ અમેરિકાના યુદ્ધજહાજ અબ્રાહમ લિંકનને ક્રુઝ મિસાઈલથી નિશાન બનાવ્યું છે અને સ્ટ્રાઈક ગ્રુપના જહાજ તેની રેન્જમાં આવશે વધુ મિસાઈલથી હુમલો કરવાની ચેતવણી પણ આપી.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થશે નહીંઃ સરકાર
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના પુરવઠાને લઈ સરકારે ફરી જનતાને રાહતના સમાચાર મળ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થસે નહીં તેમ જ ક્રૂડ ઓઈલનો પર્યાપ્ત સ્ટોક છે, જ્યારે રિફાઈનરીમાં પણ પર્યાપ્ત ક્ષમતાથી કામ કરી રહી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું શાળામાં વંદે માતરમ ગાવું ફરજિયાત નહિ, અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ગાવા અંગે ગૃહ મંત્રાલયના પરિપત્ર અંગે દાખલ કરેલી અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે જાહેર સ્થળો અને જાહેર કાર્યક્રમો માટે જાહેર કરેલા નિર્દેશ ફરજિયાત નથી. આ પરિપત્રના શાળામાં દરરોજ વંદે માતરમ ગાવું ફરજિયાત કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક-2026 પસાર
ગુજરાતમાં ચિકિત્સા સંસ્થાઓના રજિસ્ટ્રેશન અને નિયમન પ્રક્રિયાને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા 'ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) (સુધારા) વિધેયક-2026' વિધાનસભા ગૃહમાં વિના વિરોધે પસાર કરવામાં આવ્યું હતું.
અમેરિકા ઈરાનના યુદ્ધ વચ્ચે ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ ઘટયો
અમેરિકા અને ઈરાનના યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ ઘટી રહ્યો છે. હાલમાં કરવામાં આવેલા સર્વે મુજબ માત્ર 36 ટકા અમેરિકનો ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યથી સંતુષ્ટ છે. જે તેમના બીજા કાર્યકાળનું અત્યાર સુધીનું સૌથી નીચું લોકપ્રિયતા રેટિંગ છે.
પાકિસ્તાનના 'શાંતિદૂત' બનવાના ઈરાદા પર પાણી ફર્યું
ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધમાં મધ્યસ્થી કરવાના પાકિસ્તાનના પ્રયાસો પર ઈરાનએ પાણી ફરી વળ્યું છે. ઈરાનએ હોર્મુઝની ખાડીમાંથી પાકિસ્તાન જઈ રહેલા એક જહાજને પ્રોટોકોલનું પાલન નહીં કરવા બદલ પરત મોકલ્યું છે, જ્યારે બીજી બાજુ ઈરાનના રાજદૂતે પણ અમેરિકા-ઈરાન વચ્ચે પાકિસ્તાન કોઈ મધ્યસ્થી કરી રહ્યું હોવાના દાવાને ફગાવ્યા છે.
FSL દ્વારા લેયર્ડ વોઈસ એનાલીસીસથી બે વર્ષમાં કેટલા કેસનું પૃથક્કરણ કરાયું?
ગુજરાત વિધાનસભામાં ઠક્કરબાપાનગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ રાજ્યની એફએસએલમાં લેયર્ડ વોઈસ એનાલીસીસ પદ્ધતિથી કેસોનું પૃથક્કરણ કરવામાં આવે છે કે કેમ તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે, છેલલ્લા બે વર્ષમાં 259 કેસનું આ રીતે પૃથક્કરણ કરવામાં આવ્યું છે.
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’નું જાહેરનામું
ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તા.29 એપ્રિલ, 2026ના રોજ સાંજના 06:30 વાગ્યા સુધી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મતદાનનો સમય સમાપ્ત થતા પૂર્વેના 48 કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
પીપળી સ્ટેશન પર 31 મે સુધી ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઊભી નહીં રહે
રાજકોટ ડિવિઝન હેઠળના પીપળી રેલવે સ્ટેશન પર મુસાફરોન સુવિધાઓ વધારવાના ઉદ્દેશ્ય સાથે ફૂટ ઓવર બ્રિજ અને નવા પ્લેટફોર્મનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. આ કામગીરીને ધ્યાનમાં રાખીને ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનનું પીપળ સ્ટેશન પરનું સ્ટોપેજ હંગામી ધોરણે રદ કરવામાં આવ્યું છે. ટ્રેનનંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસનું પીપળી સ્ટેશન પર સ્ટોપેજ અગાઉ 25 માર્ચ, 2026 સુધી રદ કરવામાં આવ્યું હતું, તે હવે લંબાવીને 31 મે, 2026 સુધી કરવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મળ્યો દેશી બોમ્બનો મોટો જથ્થો
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દક્ષિણ 24 પરગણા જિલ્લામાં સુરક્ષા એજન્સીઓને એક તળાવમાંથી કુલ 84 દેશી બોમ્બ અને એક રાઈફલ મળી આવી છે. વિજયગંજ બજાર પોલીસ સ્ટેશને આ મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ચૂંટણી પહેલા આટલી મોટી સંખ્યામાં વિસ્ફોટકો મળી આવતા સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા થયા છે અને પોલીસે આ ષડયંત્ર પાછળના માસ્ટરમાઇન્ડની શોધખોળ શરૂ કરી છે.
ઈઝરાયલે પ્રથમવાર કેસ્પિયન સમુદ્રમાં હુમલો કર્યો
મિડલ ઈસ્ટનું યુદ્ધની અસર સમગ્ર વિશ્વ પર પડવા લાગી છે. ઈઝરાયલે પ્રથમવાર કેસ્પિયન સમુદ્રમાં હુમલો કરીને રશિયા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી એક અત્યંત મહત્વપૂર્ણ હથિયાર સપ્લાય લાઇનને નિશાન બનાવી છે. આ હુમલો માત્ર એક સૈન્ય ઓપરેશન નહીં પરંતુ એક મોટો વ્યૂહાત્મક સંદેશ પણ માનવામાં આવે છે.
દિલ્હીમાં બસ પલટી જતાં બે લોકોનાં મોત
દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં મોડી રાત્રે એક બસ અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના કરોલ બાગના હનુમાન મંદિર ચોક પાસે થઈ હતી. ફાયર બ્રિગેડને રાત્રે 1:08 વાગ્યે બસ પલટી જવાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તેમજ બચાવ કામગીરી શરૂ કરી હતી.
