Fri May 01 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 24 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-03-24 07:48:38
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-03-24 22:49:58

ગુજરાત વિધાનસભામાં UCC બિલ બહુમતીથી પસાર

ગુજરાત વિધાનસભામાં આજે રજૂ કરાયેલું યુસીસી બિલ બહુમતીથી પસાર થયું છે.

2026-03-24 21:25:17

મમતા બેનર્જીએ ચૂંટણી પૂર્વે  23 લાભજનક પદ પરથી રાજીનામું આપ્યું

પશ્ચિમ બંગાળમા વિધાનસભા ચૂંટણી પૂર્વે સીએમ મમતા બેનર્જીએ  નિયમોનું પાલન કરીને  23  સરકારી એજન્સીઓ, સમિતિઓ અને બોર્ડના ટોચના નેતૃત્વ પદો પરથી રાજીનામું આપી દીધું છે.

2026-03-24 20:49:38

રિન્કુ સિંહ કેકેઆરમાં રહાણેનો ડેપ્યૂટી

બૅટ્સમૅન રિન્કુ સિંહને કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના ફ્રૅન્ચાઇઝીએ ટીમનો વાઇસ-કૅપ્ટન બનાવ્યો છે. તે મુખ્ય કૅપ્ટન અજિંક્ય રહાણેના ડેપ્યૂટી તરીકેની જવાબદારી સંભાળશે. ટીમના હેડ-કોચ અભિષેક નાયરે રિન્કુની નિયુક્તિને ટેકો આપતા જણાવ્યું હતું કે `અમે રિન્કુની કાબેલિયત જોઈને તેને ટીમમાં થોડી જવાબદારી આપવા માગતા હતા.' રિન્કુને 2018ની સાલમાં 80 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો અને 2025માં તેને 13 કરોડ રૂપિયામાં રીટેન કરવામાં આવ્યો હતો.

2026-03-24 20:23:27

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ઈંધણની સ્થિતીની સમીક્ષા કરી, કહ્યું રાજ્યમાં પૂરતો પૂરવઠો

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી  પેટ્રોલ -ડીઝલની અછતની અફવા વચ્ચે  અમદાવાદ સહિત અનેક શહેરોમાં લોકો પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો લગાવીને પૂરવઠો મેળવી રહ્યા છે. જોકે, સરકારે આ અંગે સ્પષ્ટતા કરી  છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો પૂરવઠો છે અને લોકો ગભરાવાની જરૂર નથી. જોકે, આ દરમિયાન આજે સીએમ  ભૂપેન્દ્ર પટેલે પેટ્રોલ, ડીઝલ અને LPG જથ્થાની વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

2026-03-24 19:30:28

ઓડિશામાં મોસ્ટ વોન્ટેડ માઓવાદી સુકરુ સહિત પાંચ સાથીઓ આત્મસમર્પણ કર્યું

ઓડિશામાં રૂપિયા 55 લાખનું ઇનામ ધરાવતા વોન્ટેડ માઓવાદી સુકરુએ તેના ચાર સાથીઓ સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.  આ તમામ માઓવાદીઓ બુધવારે એક સમારોહમાં ઔપચારિક રીતે તેમની શરણાગતિની જાહેરાત કરશે.

2026-03-24 18:34:37

સુપ્રીમ કોર્ટે I-PAC ઇડી રેડ કેસમાં મમતા સરકારને ફટકાર લગાવી

સુપ્રીમ કોર્ટે  I-PAC ઇડી રેડ કેસમાં પશ્ચિમ બંગાળની  મમતા સરકારને ફટકાર લગાવી છે. તેમજ  રાજ્ય સરકારને પૂછ્યું છે કે ઇડીના અધિકારીઓના મૌલિક અધિકારોનું શું થશે. તેમજ તમારી સરકાર કેન્દ્રમાં હોય અને અન્ય કોઇ રાજ્ય સરકાર આવું કરશે તો તમે શું થશે.

2026-03-24 17:50:51

ભારત સરકારે લોકોને ઈંધણના પૂરવઠા અંગે આશ્વસ્ત કર્યા, કહ્યું પરેશાન થવાની જરૂર નથી

પશ્ચિમ એશિયા સતત વધી રહેલા સંકટ વચ્ચે ભારત સરકારે લોકોને ઈંધણના પૂરવઠા અંગે આશ્વસ્ત કર્યા છે. તેમજ કહ્યું  છે કે દેશમાં  LPG, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે. તેથી લોકોને પરેશાન થવાની જરૂર નથી. તેમજ  ગેસ વિતરણ એજન્સીઓને PNG કનેક્શનનો વિસ્તાર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

2026-03-24 16:53:18

યુદ્ધ વચ્ચે ઈરાકમાં ઈરાન સમર્થિત જુથ પર હુમલો, કમાન્ડર સહિત 14 લોકો માર્યા ગયા

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઈરાકના ઈરાન સમર્થિત મિલિશિયા જુથના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક કમાન્ડર સહિત 14 લોકો માર્યા ગયા છે. આ હુમલા માટે અમેરિકાને જવાબદાર માનવામાં આવે છે. આ હવાઇ હુમલાની હજુ સુધી કોઇએ જવાબદારી  નથી લીધી. આ હુમલા બાદ મિલિશિયા જુથના બિલ્ડિંગમાંથી જ્વાળા અને ધુમાડાના ગોટેગાટા જોવા મળ્યા હતા.

2026-03-24 16:51:03

યુદ્ધ વચ્ચે ઈરાકમાં ઈરાન સમર્થિત જુથ પર હુમલો, કમાન્ડર સહિત 14 લોકો માર્યા ગયા

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઈરાકના ઈરાન સમર્થિત મિલિશિયા જુથના સશસ્ત્ર લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક કમાન્ડર સહિત 14 લોકો માર્યા ગયા છે. આ હુમલા માટે અમેરિકાને જવાબદાર માનવામાં આવે છે.

2026-03-24 16:06:01

દિલ્હી હાઇકોર્ટે લાલુ પ્રસાદ યાદવની ચાર્જશીટ રદ કરવાની અરજી ફગાવી

દિલ્હી હાઇકોર્ટે લાલુ પ્રસાદ યાદવને આંચકો આપ્યો છે.  લાલુ પ્રસાદ યાદવે સીબીઆઈની એફઆઈઆર અને ચાર્જશીટ રદ કરવાની હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને હાઇકોર્ટે અરજીમાં  કોઇ તથ્ય ન હોવાનું કહીને ફગાવી દીધી હતી.

2026-03-24 15:38:38

મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારે ઇથેનોલ ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના લીધે દેશના પેટ્રોલ  ડીઝલના પૂરવઠામાં પણ ઘટાડો થઇ રહ્યો છે. તેવા સમયે કેન્દ્ર સરકાર પેટ્રોલના ભેળવવા આવતા ઇથેનોલના ઉત્પાદનમાં વધારો કરતો નિર્ણય લેવા જઇ રહી છે. જેમાં હવે  જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આપવામાં આવતા  તૂટેલા ચોખાના જથ્થામાં ઘટાડો કરવા જઇ રહી છે. જેના લીધે ઇથેનોલ ઉત્પાદન કરતાં એકમોને વધુ અનાજ મળી શકે.

2026-03-24 15:20:38

પશ્ચિમ એશિયા સંઘર્ષ વિષે ચર્ચા કરવા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી

યુએસ-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શરુ થયેલા સશસ્ત્ર સંઘર્ષનો એક મહિનો પૂરો થવા આવ્યો છે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષની અસર ભારતમાં વિવિધ ક્ષેત્ર પર પડી રહી છે. વિપક્ષ સરકાર પર નિષ્ફળતાનો આરોપ લગાવી રહી છે. આ સશસ્ત્ર સંઘર્ષ અંગે ચર્ચા કરવા માટે સરકારે આવતી કાલે બુધવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

2026-03-24 13:13:51

આજનો દિવસ ઇતિહાસમાં સોનેરી શબ્દોમાં લખાશે: સંઘવી

UCC બિલને ગુજરાત વિધાનસભામાં રજૂ કરવા મુદ્દે  ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગુજરાત માટે મહત્વનો છે. આજનો દિવસ ઈતિહાસમાં સોનેરી શબ્દોમાં લખવામાં આવશે.

2026-03-24 11:16:09

ડીઝલ, પેટ્રોલ કે ગેસ કોઈની અછત નથી: ભૂપેન્દ્ર પટેલ

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક મંચ પરથી જણાવ્યું હતું વૈશ્વિક પરિસ્થિતિને કારણે જે સ્થિતિ ઊભી થઈ છે. આપણે સૌએ સાથે મળીને કોઈપણ જાતની અફવામાં દોરાઈને ગેસ, પેટ્રોલ કે કોઈપણની લાઇનમાં રહેવાની જરૂર નથી. કોઈપણને તકલીફ પડે નહિ તેવું કેન્દ્ર સરકાર પણ ધ્યાન આપી રહી છે. રાજ્યમાં ડીઝલ, પેટ્રોલ કે ગેસ કોઈની અછત નથી. બધાને પૂરતું મળી રહ્યું છે અને મળી રહેવાનું પણ છે.

2026-03-24 10:11:22

AAPએ જાહેર કર્યું 460થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એંધાણ છે તેવા સમયે આમ આદમી પાર્ટીએ 460થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે તાલુકાથી મહાનગરપાલિકા સુધી સામાન્ય લોકોને ટિકિટ આપવામાં આવી છે.

2026-03-24 09:01:27

મહારાષ્ટ્રમાંથી 25 દીપડાઓને ગુજરાત લવાયા

મહારાષ્ટ્રના વન પ્રધાન ગણેશ નાઈકે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે રિલાયન્સ ફાઉન્ડેશનને તેમના ગુજરાતના જામનગર સ્થિત 'વંતારા' ફેસિલિટીમાં દીપડાઓને આશ્રય આપવા માટે વિનંતી કરી હતી, જેના અનુસંધાને અત્યાર સુધીમાં ૨૫ જેટલા દીપડાઓને સફળતાપૂર્વક ત્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

2026-03-24 08:57:54

ગોવા અગ્નિકાંડની ઘટનામાં આરોપી માલિકને જામીન

ગોવામાં ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં નાઈટક્લબમાં લાગેલી ભયાનક આગમાં ૨૫ લોકોના મોત થયા હતા, આ ઘટનામાં  ધરપકડ કરાયેલા ક્લબના ભાગીદાર અજય ગુપ્તાને ત્રણ મહિના બાદ ગોવાની કોર્ટે જામીન આપ્યા છે. અજય ગુપ્તાની ત્રણ મહિના પહેલા નવી દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી, જેની પુષ્ટિ તેમના વકીલે કરી છે.