Thu May 14 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ :11 May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-05-11 08:01:00
Author: mumbai samachar team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-05-11 22:02:46

કેદારનાથમાં હવામાન અચાનક પલટાયું, બે હેલિકોપ્ટનું ઇમરજન્સી લેન્ડિંગ

ઉત્તરાખંડના ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે. જોકે, આ દરમિયાન કેદારનાથ ક્ષેત્રમાં હવામાનમાં અચાનક પલટાયું હતું. તેમજ ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેના લીધે  બે હેલિકોપ્ટરને અગસ્ત્ય મુનિ મેદાનમાં સ્થિત હેલિપેડ પર સાવચેતી માટે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

2026-05-11 21:18:16

દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના સંકેત

મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના છે. આ અંગે  મળતી માહિતી મુજબ કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં માહિતી આપવામાં આવી છે કે દેશમાં 60 દિવસનો ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસનો ભંડાર છે. તેમજ  લગભગ 45 દિવસનો LPG સ્ટોક ઉપલબ્ધ છે.

2026-05-11 19:57:36

પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારીનો મોટો નિર્ણય, 900 થી વધુ નિવૃત અધિકારીઓને છૂટા કર્યા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની પ્રથમ કેબિનેટ બેઠકમાં વહીવટીતંત્રને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સરકારે નિવૃત્તિ બાદ કાર્યરત સરકારી અધિકારીઓની નોકરીઓ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.આ અધિકારીઓને  ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ  નિવૃત્તિ બાદ પણ ફરજ પર રાખવાની મંજૂરી આપી હતી. જેમાં 900 થી વધુ નિવૃત અધિકારીઓને છૂટા કર્યા છે.

2026-05-11 19:15:22

કેરલમમાં મુખ્યમંત્રીના નામ અંગે કોકડું ગુંચવાયુ, સોનિયા ગાંધી નિર્ણય લેશે

કેરલમમાં કોંગ્રેસની પ્રચંડ જીત બાદ પણ મુખ્યમંત્રીના નામ અંગે કોકડું ગુંચવાયુ છે. જેમાં  સીએમના નામ અંગે સતત ચાલી રહેલી બેઠકો બાદ પણ નામ પર સહમતી મેળવી શકાય નથી. જેના પગલે હવે આ સમગ્ર મુદ્દે  પાર્ટી અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી વચ્ચેની બેઠક બાદ અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.

2026-05-11 18:49:26

પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીઓના વિભાગોની વહેંચણી  કરાઇ

પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકારની રચના થઇ છે. તેમજ સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. જેની બાદ આજે પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીઓના વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. જેમાં દિલીપ ઘોષને પંચાયત અને ગ્રામીણ વિકાસ અને કૃષિ માર્કેટિંગ, અગ્નિમિત્રા પોલને શહેરી વિકાસ અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, અશોક કિર્તાનિયાને ખાદ્ય વિભાગ, ખુદીરામ ટુડુને આદિવાસી વિકાસ વિભાગ અને નિશીથ પ્રામાણિકને રમતગમત અને યુવા કલ્યાણ વિભાગ અને ઉત્તર બંગાળ વિકાસ વિભાગ ફાળવવામાં આવ્યા છે.

2026-05-11 18:19:47

પશ્ચિમ બંગાળ કેબિનેટમાં મોટો નિર્ણય, સરહદ પર 45 દિવસમાં બીએસએફને જમીન સોંપાશે

પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકારની રચના થઇ છે. તેમજ સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. જેની બાદ સીએમ હવે એક્શન મોડમાં છે. તેમજ તેમની પ્રથમ કેબિનેટ પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ સરહદ પર ધુસણખોરી રોકવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. તેમજ સરહદ પર 45 દિવસમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સને જમીન ટ્રાન્સફર કરવા સહિત અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

2026-05-11 16:46:31

પીએમ મોદીની અપીલ બાદ સરકારે કહ્યું ઈંધણનો જથ્થો પૂરતો

મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના સરળતાથી પરિવહનની અનિશ્ચચતા વચ્ચે દેશમાં પણ ઇંધણની સપ્લાય ચેનને અસર થઇ છે. જેના પગલે પીએમ મોદીએ રવિવારે નાગરિકોને ઇંધણનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે. ત્યારે કેન્દ્ર સરકારે પણ લોકોને પેટ્રોલ ડીઝલનો ઓછો વપરાશ કરવા અપીલ કરી છે. જોકે, મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઈંધણનો જથ્થો પૂરતો છે.

2026-05-11 16:08:56

શશી થરૂરે કહ્યું પશ્ચિમ બંગાળમાં ભાજપ અને કેરલમમાં કોંગ્રેસને SIR નો ફાયદો થયો

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને કેરલમ કોંગ્રેસની જીત પાછળ અનેક કારણો છે. જોકે, કોંગ્રેસ સાંસદ શશી થરૂરે આની પાછળનું મુખ્ય કારણ SIR ની પ્રક્રિયા ગણાવી હતી. તેમજ આ પ્રક્રિયા અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી.

2026-05-11 13:08:33

હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યો છુંઃ PM

પીએમ મોદીએ જય સોમનાથના નારા સાથે સંબોધન કર્યું હતું.  તેમણે કહ્યું  સમુદ્રના મોજાઓના ગૂંજતા જયઘોષ સાથે  એવું લાગે છે કે જાણે આખું બ્રહ્માંડ એક સૂરમાં બોલી રહ્યું છે: 'જય સોમનાથ!' દાદા સોમનાથના ભક્ત તરીકે, મેં આ સ્થાનની અસંખ્ય વખત મુલાકાત લીધી છે અને આદરપૂર્વક મારું માથું નમાવ્યું છે. જોકે, આજે, સમયની આ યાત્રાએ ખરેખર આનંદદાયક લાગણી જગાવી. થોડા મહિના પહેલાં જ, અમે સોમનાથ 'સ્વાભિમાન પર્વ' ઉજવી રહ્યા હતા. આજે ફક્ત 75 વર્ષની ઝાંખી નથી જોઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું.

2026-05-11 11:38:01

પીએમ મોદીનો 2 કિમી લાંબો રોડ શો પૂર્ણ, મંદિરમાં પહોંચ્યાં

સોમનાથઃ સોમનાથમાં પીએમ નરેન્દ્ર મોદીએ 2 કિલોમીટર લાંબો રોડ શો પૂર્ણ કરીને સોમનાથ મંદિરમાં પહોંચ્યા છે. આ દરમિયાન સરદાર પટેલની પ્રતિમા પર ફૂલો અર્પણ કરતા જોવા મળ્યા. પીએમ મોદીએ સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો, અને દેવાધિદેવની વિષેશ પૂજામાં ભાગ લીધો છે. રોડ શો દરમિયાન પીએમ મોદી સાથે જીપમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધા હર્ષ સંઘવી જોવા મળ્યાં હતાં.

2026-05-11 11:31:56

સોમનાથ જ્યોતિર્લિંગ પર પીએમ મોદીએ કર્યો અભિષેક

વડા પ્રધાન મોદીએ સોમનાથમાં રોડ શો કર્યા બાદ સોમનાથ મહાદેવને અભિષેક કર્યો હતો. જે બાદ તેઓ વિશેષ પૂજામાં સામેલ થયા હતા.

2026-05-11 10:53:37

આસામમાં હિમંતા બિસ્વા સરમા આવતીકાલે લેશે શપથ

આસામના મુખ્ય પ્રધાન તરીકે હિમંતા બિસ્વા આવતીકાલે શપથ લેશે. ગુવાહાટીમાં વેટરનિટી કોલેજ  ફિલ્ડ, ખાનપરા ખાતે  સવારે 11.40 કલાકે યોજાશે.

2026-05-11 10:36:05

સોમનાથ હેલિપેડથી PM મોદીના રોડ-શોની શરૂઆત

વડા પ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. બીજા દિવસે તેમણે સોમનાથ હેલિપેડથી રોડ શોની શરૂઆત કરી છે. કાળઝાળ ગરમીમાં રોડ શો પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક કરી બપોરે જાહેર સભા સંબોધશે.

2026-05-11 10:22:15

PM મોદી સોમનાથ હેલિપેડ પહોંચ્યા

સોમનાથ અમૃત પર્વ-2026માં ભાગ લેવા પીએમ મોદી સોમનાથ હેલિપેડ પહોંચ્યા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. થોડી વારમાં તેમનો રોડ શો શરૂ થશે.

2026-05-11 09:41:18

કાઠમાંડુ એરપોર્ટ પર વિમાનમાં આગ

નેપાળના કાઠમાંડુ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે એક વિમાનમાં આગ લાગી હતી. જેના કારણે મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

2026-05-11 08:03:59

PM મોદી આજે વડોદરામાં કરશે રોડ શો

વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે ગીર સોમનાથ જશે. જ્યાં સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરીને સભાને સંબોધશે. ત્યાર બાદ સાંજે સાડા પાંચ વાગ્યે વડોદરા આવશે.  વડોદરા એરપોર્ટથી સીધા સરદાર ધામ પહોંચશે. જ્યાં સરદારધામ-3નું લોકાર્પણ કરશે. સરદાર ધામ ખાતે નરેન્દ્ર મોદી સભાને સંબોધીત કરશે.ત્યાર બાદ હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શો કરશે.