દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં આગમન
સોમનાથ અમૃતપર્વ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે વડાપ્રદાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે. ત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગર એરફોર્સ ખાતે આગમન થઈ ચૂક્યું છે. અહી પીએમ મોદીનો રોડ શો યોજવાનો છે, જ્યાં પીએમ મોદીનું અભિવાદન કરવા મોટી સંકયામાં લોકો ઉમટી પડ્યા છે. જામનગરમાં આજે રાત્રિ રોકાણ બાદ આવતીકાલે તેઓ સોમનાથ ખાતે જવા રવાના થશે.
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ઈરાને અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવનો જવાબ આપ્યો
મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે ઇરાને અમેરિકાના યુદ્ધવિરામના પ્રસ્તાવનો જવાબ આપ્યો છે. ઈરાને પાકિસ્તાનને આ જવાબ મોકલાવ્યો છે. જેમાં કાયમ માટે યુદ્ધને સમાપ્ત કરવા અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
મુંબઈના 20 ઓવરમાં 7/166, બેંગ્લૂરુ જીતવા માટે ફેવરિટ
રાયપુરમાં મુંબઈએ રવિવારની બીજી મૅચમાં બેંગ્લૂરુ સામે 20 ઓવરમાં સાત વિકેટે માંડ 166 રન બનાવ્યા હતા. આ લૉ-સ્કોરિંગ મૅચ જીતીને બેંગ્લૂરુને પૉઇન્ટ્સમાં નંબર-વન થવાનો મોકો છે. હાર્દિક આ મૅચમાં નથી રમ્યો, રોહિત શર્મા માત્ર બાવીસ રન કરીને આઉટ થઈ ગયો અને સૂર્યકુમાર પહેલા જ બૉલ પર વિકેટ ગુમાવી બેઠો. તિલક વર્માના 57 રન અને નમન ધીરના 47 રન ટીમમાં સૌથી વધુ હતા. વિલ જૅક્સે (10 રન) પણ નિરાશ કર્યા હતા. મુંબઈની સાતમાંથી ચાર વિકેટ ભુવનેશ્વર કુમારે ફક્ત 23 રનમાં મેળવી હતી. ભુવીનો આ વખતની ટૂર્નામેન્ટનો પર્ફોર્મન્સ ટીમ ઇન્ડિયામાં તેના પાછા ફરવા માટે પર્યાપ્ત છે. હૅઝલવૂડ, રસિખ સલામ અને શેફર્ડને એક-એક વિકેટ મળી હતી.

તમિલનાડુ વિધાનસભાનું સત્ર 11 મેના રોજ, ઉદયનિધિ સ્ટાલિનને વિપક્ષના નેતા બન્યા
તમિલનાડુમાં નવી સરકારની રચના બાદ વિધાનસભાનું 17મું સત્ર 11 મેના રોજ યોજાશે. તેની બેઠક સચિવાલયમાં સવારે 9.30 વાગ્યે શરૂ થશે. જેમાં બધા નવા ધારાસભ્યો શપથ લેશે. જ્યારે વિધાનસભાના સ્પીકર અને ઉપાધ્યક્ષની ચૂંટણી બીજા દિવસે યોજાશે. આ દરમિયાન ઉદયનિધિ સ્ટાલિનને વિપક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
એક વર્ષ સોનું નહીં ખરીદવાની પીએમએ કરી અપીલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે યુદ્ધની અસર દુનિયા ઉપર પડી રહી છે, ત્યારે તેની ભારત પર પણ ગંભીર અસર પડી છે. જોકે, દેશના નાગરિકોને અપીલ કરતા પીએમ મોદીએ કહ્યું છે કે આગામી એક વર્ષ સુધી લગ્નપ્રસંગો માટે સોનું ખરીદશો નહીં અને ઇંધણની પણ બચત કરો.
મુંબઈ મુસીબતમાંઃ 28 રનમાં ત્રણ વિકેટ, સૂર્યાનો ઝીરો, ત્રણેય વિકેટ ભુવીની
રાયપુરમાં આઇપીએલની 54મી મૅચમાં બેંગ્લૂરુએ બૅટિંગ આપ્યા બાદ મુંબઈની ટીમ માત્ર 28 રનમાં ત્રણ વિકેટ ગુમાવી બેઠી છે. વિકેટકીપર રિકલ્ટન ટીમના ચોથા જ રન પર ભુવનેશ્વરના બૉલમાં આઉટ થઈ ગયો ત્યાર બાદ રોહિત (10 બૉલમાં બાવીસ રન)એ નમન ધીર (નવ નૉટઆઉટ) સાથે માંડ 24 રનની ભાગીદારી કરી હતી ત્યારે ભુવનેશ્વર ફરી ત્રાટક્યો હતો અને તેણે 28 રનના કુલ સ્કોર પર રોહિતની તેમ જ એ જ સ્કોર પર કાર્યવાહક સુકાની સૂર્યકુમાર (0)ની વિકેટ લીધી હતી. સૂર્યાએ ગોલ્ડન ડકમાં વિકેટ ગુમાવીને ચાહકોને ફરી નિરાશ કર્યા છે. ભુવીએ ત્રણેય વિકેટ 17 રનમાં લીધી હતી.

ચેન્નઈએ ચાર બૉલ અને પાંચ વિકેટ બાકી રાખીને જીત્યું
ચેન્નઈમાં લખનઊને ચેન્નઈએ રોમાંચક મુકાબલામાં ચાર બૉલ અને પાંચ વિકેટ બાકી રાખીને હરાવ્યું અને એ સાથે લખનઊ પ્લે-ઑફની રેસની બહાર થઈ ગયું છે. લખનઊએ આઠ વિકેટે 203 રન કર્યા બાદ ચેન્નઈએ 19.2 ઓવરમાં 5/208ના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો. ઉર્વિલ પટેલ (65 રન, 23 બૉલ, આઠ છગ્ગા, બે ચોગ્ગા) આ મૅચનો સુપરસ્ટાર બૅટ્સમૅન હતો. મૅચની અંતિમ પળોમાં ચેન્નઈના પ્રશાંત વીર (17 અણનમ, 12 બૉલ, બે સિક્સર) અને શિવમ દુબે (15 અણનમ, સાત બૉલ, બે સિક્સર)એ થોડા બૉલ સુધી સંઘર્ષ કર્યા બાદ છેવટની ક્ષણોમાં ફટકાબાજી કરીને ચેન્નઈને વિજય અપાવી જ દીધો હતો. લખનઊના દિગ્વેશ રાઠી અને શાહબાઝ અહમદે બે-બે વિકેટ લીધી હતી.

ચેન્નઈએ ચાર બૉલ અને પાંચ વિકેટ બાકી રાખીને જીત્યું
ચેન્નઈમાં લખનઊને ચેન્નઈએ રોમાંચક મુકાબલામાં ચાર બૉલ અને પાંચ વિકેટ બાકી રાખીને હરાવ્યું અને એ સાથે લખનઊ પ્લે-ઑફની રેસની બહાર થઈ ગયું છે. લખનઊએ આઠ વિકેટે 203 રન કર્યા બાદ ચેન્નઈએ 19.2 ઓવરમાં 5/208ના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો. ઉર્વિલ પટેલ (65 રન, 23 બૉલ, આઠ છગ્ગા, બે ચોગ્ગા) આ મૅચનો સુપરસ્ટાર બૅટ્સમૅન હતો. મૅચની અંતિમ પળોમાં ચેન્નઈના પ્રશાંત વીર (17 અણનમ, 12 બૉલ, બે સિક્સર) અને શિવમ દુબે (15 અણનમ, સાત બૉલ, બે સિક્સર)એ થોડા બૉલ સુધી સંઘર્ષ કર્યા બાદ છેવટની ક્ષણોમાં ફટકાબાજી કરીને ચેન્નઈને વિજય અપાવી જ દીધો હતો. લખનઊના દિગ્વેશ રાઠી અને શાહબાઝ અહમદે બે-બે વિકેટ લીધી હતી.
હાર્દિક આજે પણ નથી, મુંબઈને બૅટિંગ મળીઃ રોહિત વિરુદ્ધ વિરાટ
રાયપુરમાં બેંગ્લૂરુના કૅપ્ટન રજત પાટીદારે ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું છે અને મુંબઈને પહેલાં બૅટિંગમાં મોટો સ્કોર નોંધાવીને બેંગ્લૂરુને પડકારરૂપ લક્ષ્યાંક આપવાનો મોકો મળ્યો છે. હાર્દિક પંડ્યા પીઠના દુખાવાને કારણસર આજે પણ નહીં રમે. ટૉસ માટે પાટીદારની સાથે સૂર્યકુમાર યાદવ મેદાન પર આવ્યો હતો. આ મૅચમાં રોહિત અને વિરાટ વચ્ચે ચડિયાતા બૅટ્સમૅન પુરવાર થવાની હરીફાઈ જોવા મળી શકે. મુંબઈની ટીમઃ સૂર્યકુમાર (કૅપ્ટન), રોહિત, રિકલ્ટન (વિકેટકીપર), નમન ધીર, તિલક, વિલ જૅક્સ, રાજ બાવા, કૉર્બિન, ચાહર, ગઝનફર અને બુમરાહ. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ રઘુ શર્મા, મયંક રાવત, રૉબિન મિન્ઝ, શાર્દુલ ઠાકુર, ટ્રેન્ટ બૉલ્ટ. બેંગ્લૂરુની ટીમઃ રજત પાટીદાર (કૅપ્ટન), કોહલી, જેકબ બેથેલ, જિતેશ (વિકેટકીપર), ટિમ ડેવિડ, શેફર્ડ, કૃણાલ, ભુવનેશ્વર, હૅઝલવૂડ, સુયશ, રસિખ સલામ. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ પડિક્કલ, જૉર્ડન કૉક્સ, મંગેશ યાદવ, સ્વપ્નિલ સિંહ, વેન્કટેશ ઐયર.

તમિલનાડુમાં રાજકારણ ગરમાયું, ડીએમકે અને ટીવીકે દેવા મુદ્દે આમને સામને
તમિલનાડુમાં નવી સરકારની રચના સાથે જ રાજકારણ ગરમાયું છે.જેમાં નવા મુખ્યમંત્રી વિજયે ડીએમકે પર આરોપ લગાવ્યો હતો કે પાછલી સરકાર 10 હજાર કરોડનું દેવું મૂકીને ગઇ છે અને તિજોરી ખાલી છે. ત્યારે ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટાલિને સીએમ વિજય પર કટાક્ષ કરીને કહ્યું છે કે હવે એમ ના કહેતા કે નાણાં નથી.
ચેન્નઈનો ઉર્વિલ પટેલ ચોથી મૅચમાં ખરા સમયે ગજબનું ચમક્યો, આઠ સિક્સર ફટકારી દીધી!
લખનઊએ જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ચેન્નઈની ટીમ વિજયની દિશામાં આગળ વધી રહી છે અને એમાં ડોમેસ્ટિક ક્રિકેટ વતી ગુજરાત તથા બરોડા વતી રમી ચૂકેલા 27 વર્ષીય ઉર્વિલ મુકેશ પટેલનું મહત્ત્વનું યોગદાન છે. તેણે લખનઊના શાહબાઝ અહમદના બૉલમાં આવેશ ખાનના હાથમાં કૅચઆઉટ થતાં પહેલાં ફક્ત 23 બૉલમાં આઠ છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 65 રન કર્યા હતા. પાછલી ત્રણ મૅચમાં તેણે ફક્ત ચાર રન, 24 રન અને 17 રન કર્યા હતા, પણ રવિવારે લખનઊ સામે તેણે આ વખતની પ્રથમ હાફ સેન્ચુરી ફટકારીને ચેન્નઈની સંભવિત જીત આસાન બનાવી હતી. 12મી ઓવરમાં ચેન્નઈનો સ્કોર 2/137 હતો અને એણે જીતવા 53 બૉલમાં 67 રન કરવાના બાકી હતા. તેણે કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે 81 રનની ઉપયોગી ભાગીદારી કરી હતી.

એર ઇન્ડિયાએ છેલ્લા ત્રણ વર્ષમાં 1000 થી વધુ કર્મચારીઓને છૂટા કર્યા
એર ઇન્ડિયાએ છેલ્લા ત્રણ વર્ષમાં નિયમોના ભંગ બદલ 1000 થી વધુ કર્મચારીઓ પર કાર્યવાહી કરીને છૂટા કર્યા છે.
આ અંગે કંપનીના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને કર્મચારીઓને મીટિંગમાં જણાવ્યું હતું કે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દર વર્ષે સેંકડો કર્મચારીઓને કાઢી મૂકવામાં આવે છે. તેમણે કર્મચારીઓને યોગ્ય આચરણ જાળવવાની પણ અપીલ કરી હતી.
ઈરાનમાં દરિયામાં લીકેજ થયું ક્રૂડ ઓઈલ
ઈરાનમાં અત્યારે ક્રૂડ ઓઈલ સ્ટોર કરવાની બાબતને લઈ ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ નાકાબંધી કરવામાં આવ્યા પછી ઈરાનના જહાજોની અવરજવરને લઈ મુશ્કેલી ઊભી થઈ છે ત્યારે સેટેલાઈટ તસવીરથી દરિયામાં મોટી સંખ્યામાં તેલ બહાર આવ્યું હોવાનું જોવા મળતા તંત્રમાં ફફડાટ.
તમિલનાડુના સીએમ વિજયે પીએમ મોદીનો આભાર માન્યો, કહ્યું વિકાસ અને લોકકલ્યાણ એક માત્ર ઉદ્દેશ
તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ટીવીકેના વડા થલાપતિ વિજયે શપથ ગ્રહણ કર્યા હતા. જેની બાદ પીએમ મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે થલાપતિ વિજયે પણ શુભેચ્છા બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું કે તમિલનાડુના વિકાસ માટે તેવો કેન્દ્ર સરકારના સક્રિય સહયોગની અપેક્ષા રાખે છે.
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, નવા છ મંત્રીઓ શપથ લીધા
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં આજે છ નવા મંત્રીઓએ શપથ લીધા છે. રવિવારે શપથ લેનારા મંત્રીઓમાં મનોજકુમાર પાંડે અને ભૂપેન્દ્ર સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા મંત્રીઓની શપથવિધી સાથે યોગી મંત્રીમંડળમાં 60 મંત્રીઓ થયા છે.
લખનઊ સારી શરૂઆત પછી દિશા ભૂલ્યું, ઇંગ્લિસ સદી ચૂક્યો
ચેન્નઈ સામે લખનઊએ અત્યંત મહત્ત્વના મુકાબલામાં ખૂબ સારી શરૂઆત કર્યા પછી ટપોપટ વિકેટ ગુમાવી છે. છ ઓવરમાં આ ટીમનો સ્કોર એક વિકેટે 91 રન હતો, પરંતુ 92મા રને નિકોલસ પૂરનની બીજી વિકેટ પડી હતી અને પછી 112મા રને જૉસ ઇંગ્લિસે અને 115મા રને કૅપ્ટન રિષભ પંતે વિકેટ ગુમાવી દીધી હતી. ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન ઇંગ્લિસે જબરદસ્ત ફટકાબાજી કરી હતી, પણ તે સેન્ચુરીથી 15 રન દૂર રહી ગયો હતો. તેણે 33 બૉલમાં છ સિક્સર અને દસ ફોરની મદદથી 85 રન કર્યા હતા અને બ્રિટિશ ફાસ્ટ બોલર જૅમી ઑવર્ટનના બૉલમાં વિકેટકીપર સંજુ સૅમસનને કૅચ આપી બેઠો હતો. 12મી ઓવરને અંતે લખનઊનો સ્કોર 4/129 હતો.

લખનઊ જીતવા માટે મરણિયું, જૉસ ઇંગ્લિસના 17 બૉલમાં ફિફ્ટી
ચેન્નઈમાં લખનઊ સુપર જાયન્ટ્સે `કરો યા મરો' જેવી મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે પ્રથમ બૅટિંગ મળ્યા પછી ધમાકેદાર શરૂઆત કરી છે. ઓપનર જૉસ ઇંગ્લિસે માત્ર 17 બૉલમાં 50 રન પૂરા કર્યા છે. તેણે અકીલ હોસૈનની પ્રથમ ઓવરમાં 15 રન ખડકી દીધા ત્યાર પછી પણ મુકેશ કુમાર અને અંશુલ કંબોજની બોલિંગમાં પણ ફટકાબાજી કરી હતી. ઇંગ્લિસે 14 બૉલમાં 43 રન બનાવ્યા હતા જેમાંથી તેણે 42 રન છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી બનાવ્યા હતા. લખનઊએ પાવરપ્લેની છ ઓવરમાં મિચલ માર્શ (10 રન)ની વિકેટના ભોગે 15.00ના રેટથી 91 રન બનાવ્યા હતા.
IPL: ચેન્નઈએ ટોસ જીતીને બોલિંગ લીધી
આજની આઈપીએલની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઊ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. ચેન્નઈના ચેપોકમાં રમાનારી આજની મેચમાં સીએસકેએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો, જ્યારે પહેલા રમતમાં લખનઊ આવશે. ચેન્નઈ અને લખનઊ બંને ટીમ પ્લેઓફમાં ટકી રહેવા માટે જોરદાર પર્ફોર્મ કરી શકે છે.
પીએમના કાર્યક્રમસ્થળ નજીકથી મળી વિસ્ફોટક વસ્તુ
બેંગલુરુમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. પીએમ મોદીના કાર્યક્રમ સ્થળથી લગભગ ત્રણ કિલોમીટર દૂરના અંતરે ફૂટપાથ પર જિલેટિનની સ્ટીક મળી આવી. આ સ્ટીકનો ઉપયોગ વિસ્ફોટક બનાવવા માટે કરવામાં આવે છે, જે મળતા સુરક્ષા તંત્ર એક્શનમાં આવી ગયું, જ્યારે આ કેસમાં સંદીગ્ધની અટક પણ કરાઈ છે.
સુવેન્દુના પીએની હત્યાનું કનેક્શન ધનબાદથી નીકળ્યું
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામ પછી ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા કરવામાં આવી હતી, જેની હત્યાનું પગેરું ધનબાદથી નીકળ્યું છે, જેમાં બાઈકચાલકો બાઇક ધનબાદથી વિભાષ ભટ્ટાચાર્યની લઈ આવ્યા હતા અને જેના પર બનાવટી નંબર પ્લેટ લગાવી હતી.
CM બનતાની સાથે જ વિજયે લીધા ત્રણ મોટા નિર્ણય
ચેન્નાઈઃ તમિલનાડુ મુખ્ય પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા પછી, વિજયે મંચ પરથી જ ત્રણ મુખ્ય નિર્ણયોની જાહેરાત કરી દીધી છે. જેમાં 200 યુનિટ સુધી મફત વીજળી, મહિલા સુરક્ષા માટે એક ખાસ દળ અને ડ્રગ નિયંત્રણ માટે એક સ્થિર એકમની રચના સામેલ છે. પદના શપથ લીધા પછી વિજયે એક ઉત્સાહપૂર્ણ ભાષણ આપ્યું હતું.
વિજયે તમિલનાડુના મુખ્ય પ્રધાન પદના શપથ લીધા
ચેન્નાઈઃ તમિલનાડુના રાજકારણમાં નવો યુગ શરૂ થયો છે. ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે ટીવીકે ચીફ વિજય તમિલનાડુના મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈ લીધા છે. થલાપતિ વિજય હવે સત્તાવાર રીતે તમિલનાડુના મુખ્ય પ્રધાન બની ગયાં છે. આ દરમિયાન જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે હજારોની સંખ્યમાં ટીવીકે પાર્ટીના સમર્થકો હાજર જોવા મળ્યાં છે.

રંગાસ્વામી 5મી વખત બનશે પુડુચેરીના મુખ્ય પ્રધાન
પુડુચેરીમાં સતત પાંચમી વખત રંગાસ્વામીને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યાં છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુખ્યમંત્રી તરીકે કરી નિયુક્તિ કરી હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલ પ્રમાણે આગામી 13 મેના રોજ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે. 30 સભ્યોની પુડુચેરી વિધાનસભામાં NDAની કુલ બેઠકોની સંખ્યા વધીને 18 થઈ ગઈ છે
યોગી આદિત્યનાથ મંત્રીમંડળનું આજે વિસ્તરણ
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ મંત્રીમંડળનું આજે વિસ્તરણ થવાનું છે. આજે યોગી મંત્રીમંડળમાં છ નવા મંત્રીઓ જોડાશે અને લખનૌના જન ભવન ખાતે બપોરે 3:30 વાગ્યે શપથ ગ્રહણ કરશે. યોગી મંત્રીમંડળમાં જોડાનારા નવા ચહેરાઓમાં ભૂપેન્દ્ર ચૌધરી, મનોજ પાંડે, પૂજા પાલ, સુરેન્દ્ર દિલેર, કૃષ્ણ પાસવાન અને હંસરાજ વિશ્વકર્માનો સમાવેશ થાય છે.