Wed Jun 10 2026

Logo

રસ્તા અને ફૂટપાથની હાલત સુધારવા ૬,૮૭૫ કરોડનું ભંડોળ

2026-02-26 08:48:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:  ‘યુનિવર્સલ ફૂટપાથ પોલિસી’ અંતર્ગત ફૂટપાથની હાલત સુધારવા માટે મુંબઈમાં અમુક જગ્યાએ ફૂટપાથના કામ પ્રાયોગિક ધોરણે હાથ ધરવામાં આવશે એવી જાહેરાત પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ  બજેટમાં કરી હતી. તો રસ્તાઓનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશન અને પાર્કિંગની સુવિધામાં વધારો કરવામાં આવવાનો છે.

પાલિકાના રોડ વિભાગ માટે વર્ષ ૨૦૨૫-૨૬૫ના સુધારિત અંદાજમાં ૬,૦૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો આગામી વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં ૬,૮૭૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુંબઈમાં લગભગ ૨,૧૧૮ કિલોમીટરના રસ્તાઓનું નેટવર્ક છે, જેને હવે સિમેન્ટ-કૉંક્રીટના બનાવવામાં આવી રહ્યા છે.


૭૦૦ કિલોમીટરના રસ્તાનું કૉંક્રીટાઈઝેશન કરવાનું કામ બે તબક્કામાં હાથ ધરવામાં આવ્યું છે. તેમાંથી ૩૪૨ કિલોમીટરનું કામ થઈ ગયું છે. બાકીનું કામ પ્રગતિએ છે. પહેલા તબક્કામાં ૭૫ ટકા અને બીજા તબક્કામાં ૫૦ ટકા કામ થયું છે. તબક્કા-એકનું કામમ મે ૨૦૨૬ અને બીજા તબક્કાનું ડિસેમ્બર ૨૦૨૬ સુધી પૂર્ણ કરવાનું આયોજન છે.

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર પરિસરનું સુશોભીકરણનું કામ ત્રણ તબક્કામાં કરવાનું આયોજન છે, પહેલા તબ્કાકમાં અન્ય કામ સાથે ગ્રાઉન્ડ પ્લસ બે માળનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગની સુવિધા ઊભી કરવાનું છે.