Wed Jun 17 2026

Logo

ભાવનગરની યુવતીએ સુરતના ઉમિયાધામમાં દીકરી સાથે કેમ કર્યો આપઘાત ? 3 વર્ષ પહેલાં કરેલાં લવ મેરેજ

2026-06-17 10:49:00
Author: Vimal Prajapati
Article Image

સુરત / ભાવનગરઃ ગુજરાતમાં માનસિક તણાવ અને એકલતાના કારણે લોકો આત્મઘાતી પગલા ભરી લેતા હોય છે. આવી ઘટનાઓ સતત પ્રકાશમાં આવતી રહે છે. ફરી એકવાર સુરતમાંથી આવી ઘટના પ્રકાશમાં આવી છે. ભાવનગરમાં રહેતી એક 22 વર્ષીય પરિણીતાએ સુરતમાં આવીને ઝેરી દવા પીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પંથક અને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. અત્યારે આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

દોઢ વર્ષની દીકરીની સામે જ ઝેરી દવા પીને આપઘાત કર્યો

વિગતે વાત કરવામાં આવે તો, ભાવનગરમાં રહેતી 22 વર્ષીય પરિણીતાએ પોતાની દોઢ વર્ષની દીકરીની સામે જ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આ પરિણીતા ભાવનગરથી સુરતમાં આવેલી વરાછા વિસ્તારમાં આવેલી ઉમિયાધામ મંદિરના અતિથિ ભવન ખાતે ભાડે રૂમ રાખીને રોકાણ કર્યું હતું. અહીં મંગળવારે સવારે પોતાની દોઢ વર્ષની માસૂમ દીકરીની સામે જ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. ચોંકાવનારી વાત એ છે કે, દવા પીધા બાદ પરિણીતાએ પોતાના પરિવારને ફોન કરીને દવા પીધી તે અંગે જાણ પણ કરી હતી. 

પરિણીતાને હોસ્પિટલમાં ટૂંકી સારવાદ દમ તોડ્યો

આ મામલે જ્યારે અતિથિ ભવનના લોકોને જાણ થઈ ત્યારે સ્ટાફ દોડતો થઈ ગયો હતો. ત્યાં હાજર લોકો દ્વારા સત્વરે 108ને જાણ કરી દેવામાં આવી હતી. પરિણીતાને સત્વરે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ પરિણીતાનું મોત થઈ ગયું હતું. સમગ્ર મામલે જાણ થતાની સાથે જ અશ્વિનીકુમાર પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો ગયો હતો. મહિલાના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાસે પીએમ રૂમમાં રાખવામાં આવ્યો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

શા કારણે 20 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પીધી?

મૂળ વાવ થરાદની વતની આ  રીના અક્ષય બારૈયાએ આજથી ત્રણ વર્ષ પહેલા અક્ષય નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ તે ભાવનગરના નારી રોડ પર કુંભારવાડા પાસે આવેલી ગીરનાર સોસાયટીમાં રહેતી હતી.  રીના અક્ષય બારૈયાએ પોતાની દીકરીને લઈને સુરત આવે છે અને અહીં આવીને આત્મ હત્યા કરી લે છે. રીના બારૈયાના પતિને ત્રણ મહિના પહેલા જ કોઈ ગંભીર બિમારીના કારણે અવસાન થઈ ગયું હતું. જેથી રીના ભારે આઘાતમાં હતી. એટલું જ નહીં પરંતુ એકલતાના કારણે આ પગલું ભર્યું હોવાનું પણ પ્રાથમિક અનુમાન છે. પોલીસ તપાસ દરમિયાન પરિણીતાના ફોનમાંથી તેની બહેનપણીનો નંબર મળી આવ્યો છે, જેમાં પણ તપાસ ચાલી રહી છે. પરંતુ પરિણીતાએ આત્મહત્યા શા માટે કરી તેનું ચોક્કસ કોઈ કારણ જાણવા મળ્યું નથી. જેથી પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી દીધી છે.