Tue Aug 18 2026

Logo

બાંગ્લાદેશે ઑસ્ટ્રેલિયા સામે રચ્યો ઇતિહાસ, વર્લ્ડ નંબર-વન ટીમને...

Darwin   2026-08-16 11:59:05
Author: Ajay Motiwala
Article Image

ડાર્વિનઃ બાંગ્લાદેશે એના ટેસ્ટ ઇતિહાસમાં નવી સિદ્ધિ મેળવી છે. એણે સૌથી મોટી જીત હાંસલ કરી છે. ઑસ્ટ્રેલિયા (Australia)માં બાંગ્લાદેશે પહેલી જ વખત ટેસ્ટ મૅચ જીતી છે.

ઑસ્ટ્રેલિયામાં બાંગ્લાદેશ (Bangladesh)ની ફરી છેક 23 વર્ષે ટેસ્ટ રમાઈ જેમાં રવિવારે ચોથા જ દિવસે નજમુલ શૅન્ટોની ટીમે પૅટ કમિન્સની વર્લ્ડ નંબર-વન ટેસ્ટ ટીમને નવ વિકેટે હરાવી દીધી હતી.

ઑસ્ટ્રેલિયા બીજા દાવમાં સ્પિનર મેહદી મિરાઝની પાંચ અને પેસ બોલર હસન મહમૂદની ત્રણ વિકેટને કારણે 284 રનમાં ઑલઆઉટ થઈ જતાં બાંગ્લાદેશને જીતવા માત્ર 57 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે એણે એક વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. કૅમેરન ગ્રીનની સેન્ચુરી (104 રન) પાણીમાં ગઈ હતી.

હસન મહમૂદે આખી મૅચમાં નવ વિકેટ લીધી એ બદલ તેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 198 રન બનાવ્યા બાદ બાંગ્લાદેશે તેન્ઝિદ હસનના 101 રન, કૅપ્ટન નજમુલ શૅન્ટોના 84 રન અને મેહદી મિરાઝના 65 રનની મદદથી 426 રન બનાવીને 228 રનની સરસાઈ લીધી હતી.