Tue Aug 18 2026

Logo

ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરના ટીમની જ ખેલાડી સાથે સમલિંગી સંબંધોઃ ઑસ્ટ્રેલિયન બોર્ડે સિલેક્શનની પ્રક્રિયા બદલવી પડી!

Brisbane   2026-08-16 19:17:25
Author: Ajay Motiwala
Article Image

બ્રિસ્બેનઃ ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કૅપ્ટન અને ભારતની મહિલાઓ માટેની આઇપીએલ તરીકે ઓળખાતી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની ગુજરાત જાયન્ટ્સ (જીજી) ટીમ વતી રમી ચૂકેલી ઍશ્લેઇ ગાર્ડનર (Gardner) ક્રિકેટ જગતમાં સમલિંગી સંબંધો માટે જાણીતી છે અને થોડા દિવસથી તેના બીજી મહિલા (તેના દેશની જ ખેલાડી) સાથેના સંબંધો ચર્ચાસ્પદ થયા છે જેને પગલે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ટીમ સિલેક્ટ કરવા વિશેની પ્રક્રિયામાં ફેરફાર કરવો પડ્યો હોવાનું મનાય છે.

29 વર્ષની ગાર્ડનર ઑસ્ટ્રેલિયા વતી 207 આંતરરાષ્ટ્રીય મૅચ રમી છે. તે સ્પિન ઑલરાઉન્ડર છે અને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં તેણે 3,500થી વધુ રન બનાવવા ઉપરાંત 250 જેટલી વિકેટ લીધી છે. તેણે એપ્રિલ, 2025માં મૉનિકા રાઇટ નામની છોકરી સાથે લગ્ન કર્યા હતા. તેમના વેડિંગના સમારોહમાં એલિસ પેરી, અલીઝા હિલી સહિત ઑસ્ટ્રેલિયાની કેટલીક ખેલાડીઓએ હાજરી આપી હતી.

ગાર્ડનર-જ્યોર્જિયા વચ્ચે સંબંધો

ગાર્ડનરે ચીટિંગ કરી: મૉનોકા રાઈટ

જોકે ગાર્ડનરના ઑસ્ટ્રેલિયાની જ ક્રિકેટ ટીમની યુવાન ખેલાડી જ્યોર્જિયા વૉલ સાથેના કથિત સંબંધોને પગલે મૉનિકા રાઇટ પોતાની સાથે ચીટિંગ થઈ હોવાના આક્ષેપ સાથે તાજેતરમાં જ ગાર્ડનરથી અલગ થઈ ગઈ હતી. ગાર્ડનરને આપવામાં આવેલી ઑસ્ટ્રેલિયન ટીમની કોઈ પણ પ્રકારની કૅપ્ટન્સી પાછી ખેંચવાને બદલે ક્રિકેટ બોર્ડે સિલેક્શનની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે.

જ્યોર્જિયા વૉલ 23 વર્ષની છે. તે ઓપનિંગ બૅટર છે અને ઑસ્ટ્રેલિયા વતી 24 મૅચ તેમ જ ડબ્લ્યૂપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ અને યુપી વૉરિયર્ઝ વતી કુલ મળીને નવ મૅચ રમી ચૂકી છે.

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા હવે ફેરફાર એ કરવામાં આવ્યો છે કે ગાર્ડનરને વાઇસ-કૅપ્ટન તરીકે જાળવી રાખી છે, પરંતુ તે સિનિયર ખેલાડી હોવા છતાં તેને ટીમ સિલેક્ટ કરવા વિશેની મીટિંગમાં નહીં બોલાવવામાં આવે. તેની કથિત નવી પાર્ટનર જ્યોર્જિયા વૉલને કોઈ સિરીઝ માટેની ટીમમાં સિલેક્ટ કરવી કે નહીં એ વિશેની સિલેક્શન કમિટીની બેઠકમાં ગાર્ડનરને હવે પછી નહીં બોલાવવામાં આવે. ક્રિકેટ બોર્ડના ચીફ ટૉડ ગ્રીનબર્ગે કહ્યું હતું કે `અમને તો ગાર્ડનર-જ્યોર્જિયા વૉલ વચ્ચેના રિલેશનશિપની વાતો જાહેરમાં આવી એ અગાઉથી જ અમને તેમની વચ્ચેના સંબંધોની જાણ થઈ હતી. સિલેક્શનની પ્રક્રિયામાં કોઈ રીતે પર્સનલ રિલેશનશિપનો મુદ્દો ન આવે એ માટે અમે ગાર્ડનરને ટીમ આ પ્રક્રિયાથી દૂર રાખી છે.'