ઢાકા : બાંગ્લાદેશમાં ક્રિકેટરને માર મારવાના મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે. આ અંગે મળતી માહિતી મુજબ બાંગ્લાદેશના સ્પિનર નઈમ હસન સાથે પોલીસ કર્મીઓએ મારામારી કરવામાં આવી હતી. જેની બાદ ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ ઉપરાંત સમગ્ર ઘટના ક્રમની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. આ ઘટના 12 જૂનના રોજ રાત્રે ચટગામમાં થઇ હતી.
ઢાકા એરપોર્ટથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા
આ અંગે મળતી માહિતી મુજબ ક્રિકેટર નઇન હસન ઢાકા એરપોર્ટથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ પૂર્વે તે ઢાકા પ્રીમીયર ડિવિઝન ક્રિકેટ લીગમાં પોતાની પ્રાઈમ બેંક ક્રિકેટ ક્લબ સાથે હાજર હતા. જોકે, તેમણે આ મેચમાં હિસ્સો ન હતો લીધો.
નઈમની સીએનજી રિક્ષાને રોકી હતી
તેમજ એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તે લાલખાન બજાર વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે પોલીસ કર્મચારીઓએ નઈમની સીએનજી રિક્ષાને રોકી હતી.નઈમનો આરોપ છે કે અધિકારીઓ શરૂઆતથી જ આક્રમક વર્તન કરતા હતા. તેમણે દાવો કર્યો હતો કે પોલીસે તેનું ગળું પકડીને બળજબરીથી બીજી ઓટો-રિક્ષામાં પોલીસ સ્ટેશન લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
નઈમને 13 જૂનની વહેલી સવારે મુક્ત કરવામાં આવ્યો
જયારે નજીકના લોકોએ પોલીસને જાણ કરી હતી કે નઈમ બાંગ્લાદેશનો રાષ્ટ્રીય ક્રિકેટર છે.પરંતુ અધિકારીઓએ કોઈની વાત પર ધ્યાન આપ્યું ન હતું. નઈમને 13 જૂનની વહેલી સવારે મુક્ત કરવામાં આવ્યો અને ઘરે પાછો ફર્યો. આ ઘટનાના સમાચાર મળતાં જ બાંગ્લાદેશમાં રોષ ફેલાયો હતો. તેની બાદ ચટ્ટોગ્રામ મેટ્રોપોલિટન પોલીસે કાર્યવાહી કરી અને સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ શફીકુલ ઇસ્લામ ભુઇયા, કોન્સ્ટેબલ મોહમ્મદ રસેલ ચૌધરી અને અન્ય એક પોલીસ અધિકારીને સસ્પેન્ડ કર્યા હતા.