Thu Apr 30 2026

Logo

અઝરબૈજાનમાં રૂ. 50,000માં યુરોપિયન લક્ઝરી જેવો અનુભવ! જાણો કેમ ભારતીયો માટે આ દેશ સૌથી મોટો કરન્સી જેકપોટ છે...

2026-03-05 16:05:00
Author: Darshana Visaria
Article Image

હાલમાં ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ વધારેને વધારે વણસતી જઈ રહી છે. આ બધા વચ્ચે ઈરાને અઝરબૈજાનને ટાર્ગેટ કરતાં આ દેશ ચર્ચામાં આવ્યો છે. વાત કરીએ અઝરબૈજાનના ટુરિઝમની તો જ્યારે પણ વિદેશ પ્રવાસની વાત આવે ત્યારે મનમાં પહેલો વિચાર 'બજેટ' અને 'કરન્સી રેટ'નો આવે છે. યુરોપ અને અમેરિકાના મોંઘા પાઉન્ડ અને ડોલર સામે વર્તમાન પરિસ્થિતિમાં અઝરબૈજાનનું ચલણ મનાત ઈન્ડિયન ટુરિસ્ટ માટે એક સ્માર્ટ ચોઈસ બની રહ્યું છે. ચાલો જાણીએ આખું ગણિત અને અઝરબૈજાન ફરવા જવાનો કેટલો ખર્ચ આવશે એ વિશે... 

અગાઉ જણાવ્યું એમ અઝરબૈજાનની કરન્સી મનાતનું મૂલ્ય ભારતીય રૂપિયા કરતા વધારે છે, પરંતુ ત્યાંની 'પરચેઝિંગ પાવર' (ખરીદશક્તિ) આપણા માટે ફાયદાકારક છે. હાલમાં એક અઝરબૈજાની મનાત આશરે રૂપિયા 49થી રૂપિયા 50ની આસપાસ છે. આમ ભલે તમારે એક મનાત સામે 50 રૂપિયા આપવા પડે, પણ ત્યાં એક મનાતમાં મળતી વસ્તુઓ જેમ કે લોકલ ટ્રાન્સપોર્ટ કે સ્ટ્રીટ ફૂડ ભારતના મેટ્રો સિટીઝ જેટલી જ સસ્તી પડે છે. જો તમે દુબઈ (AED) કે સિંગાપોર (SGD) સાથે સરખામણી કરો, તો અઝરબૈજાનમાં રહેવા-જમવાનો ખર્ચ 30 ટકાથી 40 ટકા ઓછો આવે છે.

2026માં ટુરિસ્ટ વચ્ચે કેમ અઝરબૈજાન હોટ ફેવરેટ છે?
વર્ષ 2026માં અઝરબૈજાન તેની ઇકોનોમીને ઓઈલ પરથી ખસેડીને ટુરિઝમ પર ફોકસ કરી રહ્યું છે. ભારતીયો માટે માત્ર 3 દિવસમાં ઓનલાઇન વિઝા મળી જાય છે, જેનો ખર્ચ આશરે રૂપિયા 2,200 જેવો થાય છે. કનેક્ટિવિટીની વાત આવે તો દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો સિટીથી બાકુની ડાયરેક્ટ ફ્લાઈટ્સ શરૂ થતાં પ્રવાસ વધુ સસ્તો અને ઝડપી બન્યો છે. બાકુ અત્યારે 'F1 ગ્રાન્ડ પ્રિકસ' અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું કેન્દ્ર બન્યું છે, જેના કારણે ત્યાંની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે વર્લ્ડ ક્લાસ છે.

ઓફબીટ ફેક્ટ: 'નો ટિપિંગ' કલ્ચર અને સસ્તું ફ્યુઅલ
અઝરબૈજાન ઓઈલ રિચ દેશ હોવાથી ત્યાં પેટ્રોલના ભાવ અત્યંત ઓછા છે. આનો સીધો ફાયદો પ્રવાસીઓને થાય છે, કારણ કે ત્યાં 'બોલ્ટ' (Bolt) કે 'ઉબેર' જેવી ટેક્સીઓ આખા શહેરમાં ફરવા માટે માત્ર રૂપિયા 150થી 300 રૂપિયામાં સરળતાથી મળી જાય છે. યુરોપના દેશોમાં જ્યાં 10થી 15 ટકા ટીપ આપવી ફરજિયાત હોય છે, જ્યારે અઝરબૈજાનમાં આવું કોઈ કલ્ચર નથી. આ નાની નાની બચત તમારા આખા બજેટમાં મોટો તફાવત લાવે છે.

ખાવા-પીવાની મોજ: 'શાહ પિલાફ' અને સસ્તું ફૂડ
અઝરબૈજાનએ ખાવું, પીવું અને મજાની લાઈફ માટે બેસ્ટ ઓપ્શન છે. લોકલ ફૂડ જેમ કે 'ડોવગા' કે 'લુલા કબાબ'નો પૂરો મીલ (Meal) તમને આશરે પાંચથી આઠ મનાત અંદાજે 250થી 400 રૂપિયામાં મળી જાય છે. બાકુના ફેન્સી રેસ્ટોરન્ટમાં પણ બે લોકોનું ડિનર 1500થી 2000 રૂપિયામાં પતી જાય છે, આ ખર્ચ ગોવા કે મુંબઈના સારા રેસ્ટોરન્ટ કરતા સસ્તો છે.

વાત કરીએ ટોટલ ટુર કોસ્ટની તો જો તમે પાંચ દિવસ માટે અઝરબૈજાન જાઓ છો, તો ફ્લાઈટ સિવાય તમારો પર્સનલ એક્સપેન્સ જેમ કે રહેવું, જમવું અને ફરવા સાથે આશરે 35 હજારથી 40 હજાર રૂપિયામાં આરામથી પતી શકે છે.

વધુ જુઓ...