Fri Sep 04 2026

Logo

ટ્રમ્પના રિસોર્ટમાં ઘૂસવાનો પ્રયાસઃ સિક્રેટ સર્વિસ એજન્ટે યુવકને ગોળી મારી...

florida   2026-02-22 21:24:45
Author: Mumbai Samachar Team
ટ્રમ્પના રિસોર્ટમાં ઘૂસવાનો પ્રયાસઃ સિક્રેટ સર્વિસ એજન્ટે યુવકને ગોળી મારી...

President Donald Trump Mar-a-Lago


ફ્લોરિડાઃ અમેરિકા ટેરિફ અને ઈરાન સામેના ઘર્ષણને લઈ દુનિયાભરના દેશોનું ધ્યાન ખેંચાયું છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાને લઈ સૌથી મોટા સમાચાર મળ્યા છે. યુનાઈટેડ સ્ટેટ્સ સિક્રેટ્સ સર્વિસના એજન્ટે એક યુવકને ગોળી મારી દેવાના અહેવાલ છે. આ યુવકે રાષ્ટ્રપતિ ટ્રમ્પના રિસોર્ટમાં ઘૂસવાની કોશિશ કરી હતી.

પણ ટ્રમ્પ વોશિંગ્ટનમાં હતા
આ ઘટના ફ્લોરિડા વેસ્ટ પામ બીચ સ્થિત માર-એ લાગો રિસોર્ટ બહાર થઈ હતી. એજન્સીના અહેવાલ અનુસાર મૃતક યુવકની ઓળખ 20 વર્ષ હતી. સિક્રેટ સર્વિસે જણાવ્યું છે કે રવિવારે રાતના 1.30 વાગ્યાના સુમારે રિસોર્ટના નોર્થ ગેટ પર જોવા મળ્યો હતો એ વખતે ટ્રમ્પ તો વોશિંગ્ટનમાં હતા.

યુવક પાસેથી સંદીગ્ધ સામાન જપ્ત
એજન્સીએ કહ્યું કે યુવકની પાસેથી એક હથિયાર હતો, જે શોટગન જેવી દેખાતી હતી એની સાથે એક ફ્યુઅલ કેન પણ હતું. અધિકારીઓએ કહ્યું કે યુવકને પહેલા સુરક્ષિત વિસ્તારમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે એજન્ટોએ તેના પર ગોળી ચલાવી હતી. આમ છતાં એ વાત સ્પષ્ટ થઈ નથી કે તેની મૂળ યોજના શું હતું. તેના ઘૂસવાનું કારણ શું હતું એ પણ જાણવા મળ્યું નથી.

વ્હાઈટ હાઉસએ પ્રતિક્રિયા નહીં
આ ઘટના મુદ્દે વ્હાઈટ હાઉસ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. અહીં એ જણાવવાનું કે તાજેતરના વર્ષોમાં રાજકીય હિંસામાં વધારો થયો છે. વર્ષ 2024માં ટ્રમ્પ પર બે વખત જીવલેણ હુમલો કરવાની કોશિશ કરી હતી, જેમાં એક હુમલો તો તેમના વેસ્ટ પામ બીચ સ્થિત ગોલ્ફ કોર્સ પર કરવામાં આવ્યો હતો. ઉપરાંત, જૂન, 2025માં મિનસોટા રાજ્યના ડેમોક્રેટિક વિધાનસભ્ય મેલિસા હોર્ટમેન અને તેમની પત્નીની ગોળી મારીને હત્યા કરી હતી. એના થોડા મહિના પછી કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ ચાર્લી કિર્કની પણ હત્યા કરી હતી. મિનસોટામાં આવી ઘટના પછી રાજકારણીઓની સુરક્ષાને લઈ ચિંતા વધારી છે.