નાગોયા: 20મી એશિયન ગેમ્સ (Asian Games)માં ભારતીય મહિલા ટીમે ટી-20 ટૂર્નામેન્ટની આજની બાંગ્લાદેશ સામેની સેમિ ફાઇનલ (Semi Final)માં ટૉસ જીતીને જોરદાર ફટકાબાજી સાથે પ્રથમ બૅટિંગ શરૂ કરી છે.
પહેલી પાંચ ઓવરમાં ભારતે વિના વિકેટે 61 રન બનાવ્યા હતા. એમાં શેફાલી વર્માના 23 રન અને સ્મૃતિ મંધાનાના 37 રન સામેલ હતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોલ્ડ મેડલ માટેની ફાઇનલ રમાશે એવી અપેક્ષા હતી, પરંતુ એ હવે શક્ય નથી. કારણ એ છે કે સવારની પ્રથમ સેમિ ફાઇનલમાં શ્રીલંકા સામે પાકિસ્તાનનો ઘોર પરાજય થયો હતો. બીજી સેમિ ફાઇનલમાં ભારતનો બાંગ્લાદેશ સામે મુકાબલો થઈ રહ્યો છે.
Presenting #TeamIndia's Playing 11 for the Semi-Final 📝
— BCCI Women (@BCCIWomen) September 20, 2026
Updates ▶️ https://t.co/zMJKYRAVhE#AsianGames pic.twitter.com/0l7asgoqay
સવારે પાકિસ્તાને ચાર વિકેટે 177 રન બનાવ્યા ત્યાર બાદ શ્રીલંકાએ કેપ્ટન ચમારી તથા અથાપથ્થુના અણનમ 83 રનની મદદથી 17.5 ઓવરમાં ફક્ત બે વિકેટના ભોગે 178 રન બનાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.