Tue Oct 06 2026

Logo

એશિયન ગેમ્સ ફાઈનલમાં ભારતીય બૅટર્સની ધમાલ, શ્રીલંકાને આપ્યો 217 રનનો તોતિંગ લક્ષ્યાંક

Nishin   2026-09-22 12:39:00
Author: Ajay Motiwala
એશિયન ગેમ્સ ફાઈનલમાં ભારતીય બૅટર્સની ધમાલ,  શ્રીલંકાને આપ્યો 217 રનનો તોતિંગ લક્ષ્યાંક

નિશીન: જાપાનમાં આયોજિત એશિયન ગેમ્સ (Asian Games)માં એક તરફ સૅનો શહેરમાં જાપાન અને ભારત વચ્ચેની ઐતિહાસિક મેન્સ ટી-20 મૅચ વરસાદને કારણે સમયસર શરૂ ન થઈ શકી, પરંતુ નિશીન શહેરમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ રનનો વરસાદ વરસાવ્યો છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે વિમેન્સ ફાઈનલ મુકાબલો થઈ રહ્યો છે જેમાં ભારતે પ્રથમ બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં ત્રણ વિકેટે 216 રન બનાવ્યા છે. શ્રીલંકાને 217 રનનો તોતિંગ લક્ષ્યાંક મળ્યો છે. એ જોતાં, ભારત આ ફાઇનલ (Final) જીતીને ગોલ્ડ મેડલ પર કબજો કરી લેશે એવી પાક્કી સંભાવના છે.

કેપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનું નક્કી કર્યું હતું.

સ્મૃતિ મંધાના (79 રન, 45 બૉલ, સાત છગ્ગા, 5 ચોગ્ગા) અને શેફાલી વર્મા (48 રન, 29 બૉલ ત્રણ છગ્ગા, 3 ચોગ્ગા) વચ્ચે 99 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. બંનેની વિકેટ પડ્યા પછી વિકેટકીપર રિચા ઘોષે (49 રન, 22 બૉલ, ત્રણ છગ્ગા, છ ચોગ્ગા) પણ મોટું યોગદાન આપ્યું હતું.