Sun Jun 14 2026

Logo

AI પર અમેરિકાની મોટી કાર્યવાહી! દુનિયાભરના યૂઝર્સ માટે બંધ થઇ આ સર્વિસ

2026-06-13 10:30:00
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ અમેરિકાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને લઈને અત્યાર સુધીનું સૌથી મોટી કાર્યવાહી કરી છે. હવે અમેરિકાએ AI કંપની 'એન્થ્રોપિક' (Anthropic) માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નવા નિયમ હેઠળ વિદેશી નાગરિકો, કર્મચારીઓ અને કોઈપણ બિન-અમેરિકી સંસ્થાને એન્થ્રોપિકના એડવાન્સ AI પ્રોગ્રામના વપરાશ (એક્સેસ) આપવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

અમેરિકાએ નિકાસ નિયંત્રણ (એક્સપોર્ટ કંટ્રોલ) હેઠળ એન્થ્રોપિક માટે નવા નિયમો બહાર પાડ્યા છે. આ પછી એન્થ્રોપિકનું નિવેદન પણ સામે આવ્યું છે. સાથે જ કંપનીએ જણાવ્યું છે કે કયા મોડલ્સને આ નવા નિયમના દાયરામાં રાખવામાં આવ્યા છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે તેઓ આગળ જતાં ગેરસમજ દૂર કરીને ફરીથી સેવાઓ (સર્વિસ) શરૂ કરશે.

એન્થ્રોપિકે પોતાનું નિવેદન જાહેર કર્યું

એન્થ્રોપિકે જણાવ્યું છે કે અમેરિકી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા અધિકારોનો હવાલો આપીને એક્સપોર્ટ કંટ્રોલ (નિકાસ નિયંત્રણ) ના નિર્દેશો જાહેર કર્યા છે. આ નવા નિર્દેશ હેઠળ અમેરિકાની અંદર અને બહાર રહેતા કોઈપણ વિદેશી નાગરિક માટે 'Fable 5' અને 'Mythos 5' ના વપરાશ (એક્સેસ) ને સસ્પેન્ડ કરવાનો (અટકાવવાનો) આદેશ આપવામાં આવ્યો છે. પછી ભલે તે એન્થ્રોપિકના પોતાના વિદેશી નાગરિક કર્મચારીઓ જ કેમ ન હોય.

કંપનીએ આગળ જણાવ્યું છે કે અમેરિકી સરકારના આ આદેશની સીધી અસર એ થઈ છે કે નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે અમારે અમારા તમામ ગ્રાહકો માટે 'Fable 5' અને 'Mythos 5' ની સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરવી પડી રહી છે.

અન્ય સર્વિસ પર કોઈ અસર નહીં

અમેરિકાના આદેશ હેઠળ ક્લોડ (Claude) ના અન્ય તમામ મોડલ્સના વપરાશ પર કોઈ અસર થશે નહીં. કંપનીએ આગળ જણાવ્યું છે કે આ આદેશના કારણે જે પણ મુશ્કેલી ઊભી થઈ છે, તેના માટે તેઓ પોતાના ગ્રાહકોની માફી માંગે છે.

કંપનીનું માનવું છે કે આ કોઈ પ્રકારની ગેરસમજ છે અને તેઓ વહેલામાં વહેલી તકે પોતાની સર્વિસ ફરીથી શરૂ કરવાનો પ્રયત્ન કરશે.

એન્થ્રોપિકનું માયથોસ (Mythos) ચર્ચામાં કેમ?

એન્થ્રોપિકે (Anthropic) હાલમાં જ મિથોસ AI લેવલનું AI મોડલ લોન્ચ કર્યું છે, જેનો વપરાશ (એક્સેસ) સામાન્ય લોકોને પણ મળશે. કંપનીએ આ મોડલને 'ફેબલ 5' (Fable 5) નામ આપ્યું છે. મિથોસના લોન્ચિંગ સમયે કંપનીએ જણાવ્યું હતું કે, આને ખાસ કરીને સરકારી અને પસંદગીની કંપનીઓ માટે જ તૈયાર કરવામાં આવ્યું છે. મિથોસને વિશેષ રૂપે સાયબર સિક્યોરિટી અને જટિલ સોફ્ટવેર કોડની ભૂલો શોધવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.