અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ટ્રાફિક અને અતિક્રમણ સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મંગળવારે સરખેજ વિસ્તારમાં આવેલા સાણંદ ક્રોસિંગ નજીક મરિયમ મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
AMCના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં સાણંદ ક્રોસિંગ પાસે આ ધાર્મિક માળખું કોઈ પણ મંજૂરી વગર ઊભું કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પોલીસની હાજરીમાં આ ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગેરકાયદે દબાણ હટાવો ઝુંબેશ તેજ કરવામાં આવી છે. સરખેજમાં સાણંદ ક્રોસિંગ પાસે આવેલી મરિયમ મસ્જિદ સાથે જોડાયેલ એક અનધિકૃત ધાર્મિક બાંધકામને AMC દ્વારા જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી… pic.twitter.com/ZmP6B4DjMI
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 1, 2026
ઉલ્લેખનીય છે કે સાણંદ ક્રોસિંગ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તરફ જતા વાહનો માટે ખૂબ જ મહત્વનું જંકશન છે. રસ્તાની બંને બાજુએ આવેલા ગેરકાયદે દબાણોને કારણે ટ્રાફિક અને સુરક્ષાની સમસ્યાઓ ઊભી થતી હતી. આ ઝુંબેશના ભાગરૂપે રસ્તાઓ, ફૂટપાથ અને સરકારી જમીન પરના અન્ય અવરોધક દબાણોને પણ AMC દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.