અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા દરમિયાન પ્રેમ દરવાજા નજીક સામાન્ય તકરારની ઘટના ઘટી હતી. જેમાં મહિલાઓએ એક યુવકને પકડીને માર માર્યો હતો. જેના લીધે યુવકને ઇજા થઇ હતી. તેમજ રથયાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 41 ઇમરજન્સી કેસ નોંધાયા છે.
રથયાત્રા ઝડપી આગળ વધારવા સૂચના
ભગવાનના ત્રણેય રથ હાલ દરિયાપુરથી આગળ નીકળીને રુટ પર આગળ વધી રહ્યા છે. જોકે, રથયાત્રા નિર્ધારીત સમય કરતાં બે કલાક મોડી ચાલી રહી છે. જેના પગલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ક્રાઇમ બ્રાન્ચને રથયાત્રા ઝડપી આગળ વધારવા સૂચના આપી હતી.
ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી
આ પૂર્વે આજે સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવાયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત પહિંદ વિધિ કરી હતી
ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત પહિંદ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં નંદીઘોષ માં બિરાજી ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે. હતા. તેમન સાથે દર્પદલન મા બહેન સુભદ્રાજી અને તાલધ્વજ માં ભાઈ બલભદ્રજી બિરાજમાન છે.
ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા
રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા છે. જ્યારે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રનું સરસપુરમાં મામેરું ભરાયું હતું. જોકે, હાલ મળતી માહિતી મુજબ રથયાત્રા નિયત સમય કરતા બે કલાક મોડી ચાલી રહી છે.