Thu Jul 23 2026

Logo

અમદાવાદમાં માસીની દીકરીને પરણનારા મુસ્લિમ યુવકને થયો ક્યો અસાધ્ય રોગ ? વરસે દવાનો 4 કરોડ ખર્ચ

2026-07-03 08:23:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: જ્યારે આપણે હોસ્પિટલમાં જઈએ તે સમયે ખ્યાલ આવે કે લોકો કેવી કેવી બીમારીથી પીડાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરનો એક કિસ્સો થોડો અલગ છે, જેમાં એક બાળક એક એવી અસાધ્ય અને દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો છે, જેનો હજુ સુધી એક પણ ડૉક્ટર ઉકેલ શોધી શક્યા નથી. પણ આ બીમારીની પાછળનું કારણ લોહીના સબંધીઓમાં જ થતાં લગ્ન હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. કારણ કે જે યુવક આ બીમારી ભોગવી રહ્યો છે તેના પિતાએ તેની જ માસીની દીકરી સાથે લગ્ન કર્યા હતા. 

જે યુવક આ સમસ્યાથી પીડાઈ રહ્યો છે તેનું નામ છે જાવેદ. જાવેદનો જન્મ થયો ત્યારે તો આમ તો બધુ જ સામાન્ય હતું પરંતુ જો કે બાદમાં તેનું શરીર સુકાવા લાગ્યું હતું અને મોઢું શરીરની સરખામણીએ મોટું લાગવા માંડ્યું હતું. ઘણીવાર તે રમતા રમતા પડી જતો હતો, જો કે આથી પરિવારના લોકો એવું માનતા હતા કે પગ નબળા છે. પણ એકવાર સ્કૂલમાં રમતા રમતા તે પડી ગયો હતો અને ત્યારથી લઈને આજદિન સુધી તે ઊભો નથી થઈ શક્યો. આજે પણ જાવેદ પોતાના જોરે નથી ચાલી શકતો કારણ કે તેના ઘૂંટણ સહેજ પણ નથી વળતાં. 

આ માટે જાવેદના માતાપિતાએ અનેક દવાખાનાઓના દરવાજા જોયા છે, છતાં હજુ તેની આ બીમારીનો કોઈ ચોક્કસ ઉપાય મળી શક્યો નથી. આ બીમારી પણ દુર્લભ જ છે અને તેનું કારણ છે લોહીના સબંધોમાં થતાં લગ્ન. કારણ કે જાવેદના પિતાના લગ્ન તેમની ખાલાની એટલે માસીની દીકરી સાથે થયા હોઇ તેના સંતાનને આ અસાધ્ય અને દુર્લભ બીમારી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે જ્યારે આપણાં નજીકના જ સંબંધીઓમાં લગ્ન થાય ત્યારે તે સબંધથી જન્મ લેનાર બાળકમાં આવી કોઈ બીમારીઓ થાય તે આમ સામાન્ય બાબત છે. 

જો કે આ સમસ્યાને જડમૂળથી નાબૂદ કરવાની શક્યતાઓ દેખાતી નથી. જો કે હા આ બીમારી થોડી રાહત એક ઉપાયથી મળી શકે તેમ છે અને તેનું નામ છે એન્ઝાઇમ થેરાપી. પણ આ ઉપાય સામાન્ય પરિવારોને પોસાય તેવો નથી કારણ કે અંદાજે તેનો ખર્ચ દર વર્ષે 4 કરોડ રૂપિયા વટાવી શકે છે.