તાપીઃ તાપીના ડોલવણ તાલુકા સેવા સદનમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ગોઠવેલા છટકામાં ડોલવણ મામલતદાર કચેરીના ડેપ્યુટી મામલતદાર લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. આરોપી ડેપ્યુટી મામલતદારનું નામ પાર્તેશકુમાર નારાયણભાઈ કટારા (ઉંમર 36) છે. તેઓ ડિઝાસ્ટર અને રેવન્યુ વિભાગનો હવાલો સંભાળતા હતા.
ફરિયાદીએ ડોલવણ તાલુકાના કમલાપુર ગામમાં ખેતીની જમીન ખરીદી હતી. આ જમીનને જીરાયતમાંથી બાગાયતીમાં ફેરવવા માટે ફરિયાદીએ મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. આ કામગીરી પૂરી કરવાના બદલામાં ડેપ્યુટી મામલતદારે ફરિયાદી પાસે ₹25,000 (પચ્ચીસ હજાર) રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકા સેવા સદનમાં ACB એ મોટી કાર્યવાહી કરી છે. જમીનનું કામ કરી આપવાના બદલામાં ₹25,000 ની લાંચ માંગનાર ડેપ્યુટી મામલતદાર પાર્તેશકુમાર કટારાને ACB ની ટીમે રંગે હાથે ઝડપી લીધા છે. ફરિયાદીની અરજીનો નિકાલ કરવા માટે લાંચ માંગવામાં આવી હતી. ગુજરાતમાં ભ્રષ્ટાચાર… pic.twitter.com/Wg3sw0kWET
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 1, 2026
ACB દ્વારા ફરિયાદીની ફરિયાદના આધારે આજે છટકું ગોઠવવામાં આવ્યું હતું. લાંચની રકમ ₹25,000 (પચ્ચીસ હજાર) સ્વીકારતી વખતે આરોપીને ACBની ટીમે રંગે હાથે ઝડપી લીધો હતો. સ્થળ પરથી લાંચની પૂરેપૂરી રકમ પણ જપ્ત કરવામાં આવી છે. હાલ ACB દ્વારા આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.