Wed Aug 19 2026

Logo

મોદી સરકાર આધાર કાર્ડ પર આપશે ફ્રી સાયકલ ? જાણો વાયરલ વીડિયોની હકીકત

2026-08-07 13:14:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અનેક અહેવાલ, વીડિયો વાયરલ થતા હોય છે, જે પૈકી કેટલાક ભ્રામક હોય છે. હાલ આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં મોદી સરકાર આધાર કાર્ડ પર ફ્રી સાયકલ આપતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

શું છે વાયરલ દાવો

ઈન્સ્ટાગ્રામ હેન્ડલ 'mistri_bhau12' પરથી પીએમ નરેન્દ્ર મોદીનો 6 સેકન્ડનો  એક ડીપફેક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં આધાર કાર્ડ પર ફ્રી સાયકલ આપવાનો દાવો કરાયો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલ વાયરલ થયો છે.

PIB ફેક્ટ ચેકે શું કરી સ્પષ્ટતા

વીડિયો વાયરલ થયા બાદ PIB ફેક્ટ ચેકે કહ્યું, આ દાવો બોગસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આવી કોઈ લોભામણી યોજનાની જાળમાં ન ફસાવ. કેન્દ્ર સરકારની યોજનાઓની સત્તાવાર જાણકારી માટે   http://myscheme.gov.in  પર મુલાકાત લો.

જો તમારી પાસે પણ આવી કોઈ માહિતી મેસેજ, વીડિયો કે ઓડિયો દ્વારા આવે તો તેના પર સીધો ભરોસો ન કરો. તમે તેની સત્યતા જાણવા માટે PIB ની મદદ લઈ શકો છો. આ માટે તમારે PIBની ઓફિશિયલ વેબસાઇટ https://factcheck.pib.gov.in/ ની મુલાકાત લેવી પડશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 અથવા ઈમેલ આઈડી pibfactcheck@gmail.com પર પણ મેસેજ કે વીડિયો મોકલીને ફેક્ટ ચેક કરાવી શકો છો.