Sat Jun 06 2026

Logo

શું તમે જાણો છો ગુલાબ જાંબુનું અંગ્રેજી નામ? ૯૯% લોકો નથી જાણતા આ સાચો જવાબ; જાણીને કહી ઉઠશો- 'અરે વાહ!'

2026-06-06 12:03:00
Author: Darshana Visaria
Article Image

ભારતમાં મીઠાઈના શોખીનો માટે 'ગુલાબ જાંબુ' માત્ર એક ડેઝર્ટ નહીં પણ ઈમોશન છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા નરમ અને ચાસણીથી ભરપૂર ગુલાબ જાંબુ જોતા જ દરેકના મોંમાં પાણી આવી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખી દુનિયામાં ધૂમ મચાવનારી આ દેશી મીઠાઈનું અંગ્રેજી નામ શું છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ... 

ગુલાબ જાંબુએ એ ભારતના સૌથી લોકપ્રિય ડેઝર્ટમાંથી એક છે. વાત કરીએ ગુલાબ જાંબુના અંગ્રેજી નામની તો સામાન્ય રીતે ગૂગલ ટ્રાન્સલેટ કે ઈન્ટરનેટ પર તેને 'ગુલાબ જાંબુ' તરીકે જ લખવામાં આવે છે, પરંતુ સત્તાવાર રીતે તેના માટે એક ખાસ અંગ્રેજી નામ નક્કી કરવામાં આવ્યું છે જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે.

ગુલાબ જાંબુનું અંગ્રેજી નામ શું છે?
જ્યારે પણ જનરલ નોલેજ કે પછી ઈન્ટરવ્યુમાં આ સવાલ પૂછવામાં આવે ત્યારે મોટાભાગના લોકો મૂંઝવણમાં મુકાઈ જાય છે. બ્રિટિશ લિસ્ટ અને ફૂડ એક્સપર્ટ્સના મતે, ગુલાબ જાંબુને અંગ્રેજીમાં 'ફ્રાઇડ મિલ્ક બોલ્સ ઈન સિરપ' તરીકે ઓળખવામાં આવે છે. આ નામ તેની બનાવટ પરથી પડ્યું છે, કારણ કે માવામાંથી ગોળ બોલ્સ બનાવીને તેને તળવામાં આવે છે અને પછી ખાંડની ચાસણીમાં ડૂબાડવામાં આવે છે. જો કે, વૈશ્વિક સ્તરે તેને ઘણી જગ્યાએ તેના ટેક્સચરના કારણે ઈન્ડિયન ડૉનટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

નામ પાછળનું કારણ: 
'ગુલાબ' શબ્દ બે ફારસી એટલે કે પર્શિયન શબ્દો ગોલ અર્થાત જ ફૂલ અને 'આબ' એટલે કે પાણીમાંથી બન્યો છે, જેનો અર્થ સુગંધિત ચાસણી એવો થાય છે. વાત કરીએ જાબું શબ્દની તો જ્યારે તેનો આકાર અને રંગ લોકલ ફળ 'જાંબુ' જેવો હોવાથી તેની પાછળ 'જાંબુ' શબ્દ જોડાયો અને આમ આપણને મળ્યો સ્વાદિષ્ઠ અને મીઠો ગુલાબ જાંબુ. 

મિડલ એશિયા સાથે કનેક્શન: 
ઈતિહાસકારોના મતે, ગુલાબ જાંબુ એ મૂળ ભારતની વાનગી જ નથી, પરંતુ તે મિડલ એશિયાની એક પર્શિયન વાનગી 'લુકમત-અલ-કાદી' (Luqmat-al-Qadi) પરથી પ્રેરિત છે, જે મુઘલ કાળ દરમિયાન ભારતમાં આવી હતી અને સમય જતાં ભારતીય મસાલા અને માવા સાથે ભળીને તે આપણી ફેવરિટ મીઠાઈ બની ગઈ. 

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...

વધુ જુઓ...