Fri Sep 04 2026

Logo

માર્ચમાં વરસાદ, ઠંડી-ગરમીનો અહેસાસઃ હવામાનના પલટાનું કારણ શું છે?

2026-03-23 17:22:32
Author: Vimal Prajapati
માર્ચમાં વરસાદ, ઠંડી-ગરમીનો અહેસાસઃ હવામાનના પલટાનું કારણ શું છે?

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં હિમાલય પર થઈ રહેલ ભારે હિમવર્ષાના કારણે અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. થોડા દિવસ પહેલા ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. પશ્ચિમી વિક્ષોભને માર્ચમાં પણ ઝડપથી ગરમી પર અંકુશ શરૂ કર્યો હતો. આવી સ્થિતિમાં ખાસ તો ખેડૂતો વધારે ચિંતત રહેતા હોય છે. ઉત્તર ભારતની વાત કરવામાં આવે તો, ગંગોત્રી, યમુનોત્રી, બદરીનાથ અને કેદારનાથ સહિત અનેક વિસ્તારો બરફથી ઢંકાયેલા છે. આ વિસ્તારમાં થયેલી હિમવર્ષાના કારણે હવામાન બદલાઈ રહ્યું છે. 

ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો

આ હિમવર્ષાના કારણે ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. ઉનાળાની ઋતુમાં પણ ગરમીનો પારો નીચે ગયો છે, જેથી શહેરમાં રહેતા લોકોને ગરમીથી રાહત મળી હતી, પરંતુ ગામડાંમાં રહેતા ખેતી કરતા ખેડૂતોને વધારે હેરાન થવું પડી રહ્યું છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષના કારણે શ્રીનગર, લેહ અને રાજૌરીને જોડતા માર્ગ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો તેને કારણ ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં મહોર અને ચસ્સામાં થયેલ ભૂસ્ખલન છે. 

માર્ચમાં દરેક ઋતુનો અનુભવ કેમ થઈ રહ્યો છે? 

માર્ચનું હવામાન હવે ધીમે ધીમે ગરમીથી મિશ્ર હવામાન પરિસ્થિતિઓના તબક્કામાં બદલાઈ રહ્યું છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, પશ્ચિમી વિક્ષેપ પણ આમાં એક કારણ સાબિત થઈ રહ્યું છે. સતત સક્રિય પશ્ચિમી વિક્ષેપોને કારણે વાદળો, વરસાદ અને ઠંડા પવનો ઉત્તર અને મધ્ય ભારતમાં પહોંચી રહ્યા છે, જેના પરિણામે હવામાનની સ્થિતિમાં ફેરફાર થઈ રહ્યો છે.

વરસાદી વાતાવરણના કારણે ગરમીનો પારો નીચે ગયો

હવામાન વિભાગ દ્વારા ભારતના અનેક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી વાતાવરણના કારણે ગરમીનો પારો પણ ગબડી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર-પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમી હિમાલય વિસ્તારમાં વરસાદ સાથે હિમવર્ષાની પણ આગાહી કરવામાં આવી છે. શિયાળા અને ઉનાળા સાથે સંકળાયેલા દબાણના વધઘટને કારણે, હવામાન અસ્થિર રહે છે અને વારંવાર બદલાતું રહે છે. તેવું હવામાન નિષ્ણાતો કહી રહ્યાં છે.