કોલકાતા : પશ્ચિમ બંગાળમાં સીએમ સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં વિધાનસભામાં અનેક બિલ પસાર કરવામાં આવી રહ્યા છે. જેમાં મમતા રાજમાં હિંસા અને રમખાણો જોવા મળતી હતી. જેના પગલે હિંસા અને રમખાણોનો કાબૂ કરવા માટે વિધાનસભામાં જાહેર સલામતી અને અસામાજિક પ્રવૃત્તિઓ નિયંત્રણ બિલ, 2026' પસાર કરવામાં આવ્યું હતું.
ગુનેગારોમાં કાયદાનો ભય પણ વધશે
પશ્ચિમ બંગાળમાં આ બિલ પસાર થવાથી હિંસા અને રમખાણો ભડકાવનારાઓ સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત થશે.તેમજ ગુનેગારોમાં કાયદાનો ભય પણ વધશે.
આ ઉપરાંત ભાજપે ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળના લોકોને અનેક વચનો આપ્યા હતા. જેમાં વિકાસ અને સુરક્ષા મુખ્ય મુદ્દાઓ હતા. તેમજ હિંસા અને રમખાણોને નિયંત્રણ કરવા માટે જાહેર સલામતી બિલ રજૂ કરવાથી જનતાને પણ સંદેશ જશે કે નવી સરકાર તેના વચનો પૂરા કરવા માટે સક્રિયપણે કામ કરી રહી છે.
જેની બાદ સીએમ સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, પાછલી સરકારે આ અંગે કોઇ પગલાં લીધા ન હતા. આ બિલ પહેલાથી જ ઘણા રાજ્યોમાં અલગ અલગ નામોથી રજૂ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને ઝારખંડે તેને લાગુ કર્યું છે. અમે જોયું છે કે કેવી રીતે સીપીઆઈએમએ બંગાળના રાજકારણમાં ગુંડા સંસ્કૃતિ'ને પ્રોત્સાહન આપ્યું હતું.
વિધાનસભામાં યુસીસી બિલ રજૂ કરવામાં આવશે
તેમણે વધુમાં જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં યુસીસી બિલ રજૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ યુસીસી બિલ મુસદ્દો તૈયાર કરવાની સમિતિના અધ્યક્ષ રહેશે. પશ્ચિમ બંગાળ માટે યુસીસી મુસદ્દો 2 જુલાઈના રોજ રાજ્ય મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવામાં આવશે.