Fri Sep 04 2026

Logo

મમતા બેનર્જીની મુશ્કેલી વધી, કાકોલી ઘોષના પુત્ર મમતા બેનર્જીને નોટિસ મોકલશે

2026-06-14 14:59:17
Author: Chandrakant Kanoja
મમતા બેનર્જીની મુશ્કેલી વધી, કાકોલી ઘોષના પુત્ર મમતા બેનર્જીને નોટિસ મોકલશે

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ટીએમસીમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી રહી છે. જેમાં સાંસદો દ્વારા એકબીજા પર શાબ્દિક આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સાંસદ કાકોલી ઘોષના પુત્રએ  મમતા બેનર્જી, સૌગત રોય, કલ્યાણ બેનર્જી, મહુઆ મોઇત્રા અને સોનાલી ગુહાને કાનૂની નોટિસ મોકલવાની તૈયારી કરી છે. સાંસદ કાકોલી ઘોષના પુત્ર ડૉ. વૈદ્યનાથ ઘોષે તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. તેમજ તેમણે આ નેતાઓને તેમના નિવેદનો પાછા ખેંચવા અને જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે.

સોનાલી ગુહાના આ નિવેદનને પણ રદિયો

આ અંગે ડૉ. વૈદ્યનાથ ઘોષ દસ્તીદારે જણાવ્યું હતું કે, "હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મેં ક્યારેય બારાસત વિધાનસભા મતવિસ્તાર માટે ધારાસભ્યની ટિકિટ માંગી નથી. હું સોનાલી ગુહાના આ નિવેદનને પણ રદિયો આપું છું જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે હું, મારો ભાઈ અને મારી માતા બારાસતના સાંસદ ડૉ. કાકોલી ઘોષ  નિયમિતપણે દારૂ પીએ છીએ. આ આરોપો પાયાવિહોણા છે.

કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી 

ડૉ. વૈદ્યનાથ ઘોષે તમામને  જાહેર માફી માંગવાની અને આ નિવેદનો પાછા ખેંચવાની માંગ કરી છે. જો કોઈ સંતોષકારક જવાબ નહીં મળે તો તેઓ માનહાનિનો દાવો દાખલ કરવા સહિત કાનૂની કાર્યવાહી કરશે.