Sat Aug 29 2026

Logo

પશ્ચિમ બંગાળ ચૂંટણી: કોંગ્રેસે 284 ઉમેદવાર જાહેર કર્યા, અધીર રંજન ચૌધરી 30 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી લડશે

2026-03-29 21:24:43
Author: Mumbai Samachar Team
પશ્ચિમ બંગાળ ચૂંટણી: કોંગ્રેસે 284 ઉમેદવાર જાહેર કર્યા, અધીર રંજન ચૌધરી 30 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી લડશે

PTI


અધીર રંજન ચૌધરી બહરામપુરથી લડશે ચૂંટણી

કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 294 બેઠક પર ચૂંટણી યોજવામાં આવશે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ કુલ 284 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.. આ માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ આજે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસના મોટાનેતા અધીર રંજન ચૌધરી બહરામપુર બેઠક પરથી ચૂંટણી લડશે. પણ 10 બેઠક એવી છે જેના પર હજુ કોંગ્રેસે કોઈ ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. કોંગ્રેસ આ વખતે કોઈ અનુભવી અને સિનિયર નેતા પર પસંદગી ઊતારી શકે એમ છે. 

લાંબા સમય બાદ ચૌધરી મેદાને
વિધાનસભાની પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં લાંબા સમય બાદ અધિર રંજન ચૌધરીની એન્ટ્રી થઈ છે. લાંબા સમય પછી તે ચૂંટણી મેદાને ઊતર્યા છે.આશરે 30 વર્ષ બાદ તેઓ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. મૌસમ નૂરને માલતીપુરમાંથી ટિકિટ આપવામાં આવી છે. ભાવનીપુર સીટ જ્યાંથી મમતા બેનર્જી ચૂંટણી લડી રહ્યા છે એની સામે કોંગ્રેસ પ્રદીપ પ્રસાદને ટિકિટ આપી છે, જ્યારે ભાજપે આ બેઠક પરથી સુવેંદુ અધિકારીને ટિકિટ આપી છે. આમ એક બેઠક પર ત્રિપાંખીયો જંગ જોવા મળશે. વિધાનસભાની ચૂંટણી માટે પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. 

કઈ બેઠક પર કોનો દબદબો?
23 એપ્રિલના રોજ મતદાન થશે અને બીજા તબક્કાનું વોટિંગ 29 એપ્રિલના રોજ થશે. જ્યારે 4 મેના રોજ ચૂંટણીનું પરિણામ આવશે. જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એમ પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ બાજી કરી, લડી લેવાના મૂડમાં છે. આ ચૂંટણીમાં 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) હેઠળ મતદાર યાદીમાંથી લાખો નામો રદ થવાને લઈને TMC અને ચૂંટણી પંચ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે.ભવાનીપુર મમતા બેનર્જીનો ગઢ ગણાય છે. 2021ની પેટાચૂંટણીમાં તેઓ અહીંથી મોટા અંતરથી જીત્યા હતા. 

બહરામપુર બેઠક પર કોંગ્રેસ મજબૂત
ભાજપે વર્તમાન ધારાસભ્ય સુબ્રત મૈત્રા (કાંચન)ને ફરીથી ટિકિટ આપી છે, જ્યારે TMC તરફથી નારુ ગોપાલ મુખર્જી મેદાનમાં છે. જ્યારે કોંગ્રેસમાંથી આ બેઠક પર અધિર રંજન ચૌધરી મેદાનમાં છે. વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક ભાજપના ફાળે ગઈ હતી, પરંતુ લોકસભા અને અગાઉની વિધાનસભા ચૂંટણીઓમાં અહીં અધીર રંજન ચૌધરીનો દબદબો રહ્યો છે. કોંગ્રેસ પોતાનો જૂનો ગઢ પાછો મેળવવા મથામણ કરી રહી છે, જ્યારે ભાજપ પોતાની બેઠક જાળવી રાખવા પ્રયત્નશીલ છે. બીજી તરફ બેઠકનો ધમધમાટ ભાજપે શરૂ કરી દીધો છે, જ્યારે કોંગ્રેસમાં ડોર ટુ ડોર એક્ટિવિટી થઈ રહી હોવાનું જાણવા મળે છે.