કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. જેમાં ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં 12મા રાઉન્ડની મતગણતરી દરમિયાન વિવાદ સર્જાયો હતો. જેમાં લાંબા સમય સુધી પરિણામો અપડેટ કરવામાં આવ્યા ન હતા. જેની બાદ મમતા બેનર્જી મત ગણતરી સેન્ટરે પહોંચ્યા હતા. તેમજ ભાજપ નેતા સુવેન્દુ અધિકારી પણ પહોંચ્યા હતા.
ભવાનીપુરમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો
આ દરમિયાન ભવાનીપુરમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. જ્યાં મતગણતરી કેન્દ્ર પર મત ગણતરી લગભગ દોઢ કલાક સુધી રોકાઈ રહી. ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ભવાનીપુરમાં અત્યાર સુધીમાં 13 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. મમતા બેનર્જી હાલમાં 5,349 મતોના માર્જિનથી આગળ છે.
પશ્મિમ બંગાળમાં ભાજપનું 'ઓપરેશન વિજય' | WestBengalElectionResults | BJPVictory | Politics News #westbengal #electionresults #bjpvictory #formula #politicsnews #narendramodi #suvenduadhikari #bengalpolls2026 #gujaratinews #elections2026 #politicalstrategy #hindutva #WomenCard… pic.twitter.com/fqkaZZYzlh
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 4, 2026
ભવાનીપુર બેઠક માટે મત ગણતરી થોડા સમય માટે અટકાવી હતી
ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભવાનીપુર બેઠક માટે મત ગણતરી થોડા સમય માટે અટકાવ્યા બાદ પછી ફરી શરૂ થઈ છે. મત ગણતરી એટલા માટે રોકવામાં આવી હતી કારણ કે એક વ્યક્તિ મોબાઇલ ફોન લઈને મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ્યો હતો. તેમજ મોબાઈલ ફોન તાત્કાલિક જમા લેવામાં આવ્યો હતો. તેની બાદ ગણતરી પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી હતી.