નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષને કારણે પેટ્રોલિયમના સપ્લાય ચેઈનને માઠી આસર પહોંચી છે, એવા અહેવાલો પણ પવહેતા થયા છે કે ભારતમાં પેટ્રોલિયમની અછત ઉભી થઇ શકે છે. એવામાં સરકારી અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ ભારતમાં પેટ્રોલિયમનો પુરતો જથ્થો છે.
એક અહેવાલમાં સરકારી અધિકારીઓને ટાંકી જણાવવામાં આવ્યું કે ભારત પાસે 25 દિવસના ક્રૂડ ઓઇલ અને ફ્યુઅલનો સ્ટોક છે. પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરીએ પણ જણાવ્યું હતું કે હાલ ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત પાસે પૂરતો ભંડાર છે, ગ્રાહકોને પેટ્રોલ, ડીઝલ અને LPG ગેસ અછતનો સામનો કરવો નહીં પડે.
પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે દેશભરમાં ફ્યુઅલની સપ્લાય અને સ્ટોક પોઝિશન પર નજર રાખવા માટે 24x7 કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા મોટો ફટકો!
એક અહવેઆલ મુજબ ભારત દરરોજ 5 મિલિયન બેરલથી વધુ પેટ્રોલિયમની આયાત કરે છે, જેમાંથી આશરે 2.5 મિલિયન બેરલ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઇને આવતા ટેન્કર જહાજો લઇને આવે છે.
હોર્મુઝ સ્ટ્રેટ, એ ઈરાન અને ઓમાનની ભૂમિ વચ્ચે આવેલો 33 કિલોમીટરનો દરિયાઈ માર્ગ છે. હાલ વેસ્ટ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ શિપિંગ લગભગ બંધ થઈ ગયું છે. ભારતને LNGના મુખ્ય સપ્લાયર્સમાંના એક કતારએ ઉત્પાદન હાલ પુરતું બંધ કરી દીધું છે.
પેટ્રોલ-ડિઝલ મોઘા થઇ શકે છે!
સરકારી અધિકારીઓએ જણાવ્યું કે ભારત 40 થી વધુ દેશો પાસેથી પેટ્રોલિયમ અને ફ્યુઅલ ખરીદે છે, જેનાથી હોર્મુઝ સ્ટ્રેઈટ મારફતે સપ્લાય પરની નિર્ભરતા 40% સુધી ઘટી ગઈ છે. ભારતની 60% થી વધુ પેટ્રોલિયમ ઉત્તર અમેરિકા, લેટિન અમેરિકા, પશ્ચિમ આફ્રિકા અને રશિયાના એશિયન ભાગના ઉત્પાદકો દ્વારા પૂરી થઇ રહી છે.
ભારત સરકાર પુરતો સ્ટોક હોવાનો દાવો કરી રહી છે, નોંધનીય છે ગલ્ફ દેશો પાસેથી ભારતને પ્રમાણમાં સસ્તા ભાવે પેટ્રોલિયમ મળી રહ્યું છે, યુએસના ટેરીફને કારણે ભારતે રશિયા પાસેથી પણ સસ્તું પેટ્રોલિયમ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે, જયારે અન્ય દેશો પાસેથી મળતું પેટ્રોલિયમ ખુબજ મોંઘુ છે. ભારતને સપ્લાય સ્થિર રાખવામાં સફળ રહી શકે છે, પણ જો યુદ્ધ વધુ લાંબુ ચાલ્યું તો ફ્યુઅલના ભાવમાં વધારો થઇ છે