Sun Jul 26 2026

Logo

'આપણે સ્વાભાવિક પાર્ટનર, એક બીજા માટે બન્યા', ન્યૂઝીલેન્ડના PM સાથે વાતચીતમાં બોલ્યા વડાપ્રધાન મોદી

Auckland   2026-07-11 08:34:00
Author: Mumbai Samachar Team
Article Image

ઓકલેન્ડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત-ન્યૂઝીલેન્ડના સંબંધોને 'વ્યૂહાત્મક ભાગીદારી' (સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ) ના સ્તર સુધી લઈ જવા પર સહમતિ દર્શાવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ બંને દેશોને સ્વાભાવિક ભાગીદાર ગણાવ્યા અને કહ્યું કે આ ઐતિહાસિક પ્રવાસ દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 40 વર્ષમાં ન્યૂઝીલેન્ડની મુલાકાતે પહોંચનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. શુક્રવારે સાંજે એરપોર્ટ પર આગમન સમયે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન પોતે તેમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદીએ વાતચીત દરમિયાન એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ લક્સનનો આભાર માન્યો હતો અને તેને એક વિશેષ પગલું ગણાવ્યું હતું.

40 વર્ષ પછી ભારતીય વડાપ્રધાનનો પ્રવાસ

પીએમ મોદીએ કહ્યું, "મારા માટે આ ખૂબ જ આનંદની વાત છે કે 40 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન ન્યૂઝીલેન્ડ આવ્યા છે. પોતાની આર્થિક રાજધાનીમાં આ કાર્યક્રમોનું આયોજન કરીને તમે ભારત-ન્યૂઝીલેન્ડના સંબંધોને નવી ગતિ અને નવી તાકાત આપી છે."

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ન્યૂઝીલેન્ડના લોકો, ખાસ કરીને ભારતીય સમુદાય દ્વારા દર્શાવવામાં આવેલા અપાર સ્નેહ અને પ્રેમે આ પ્રવાસને યાદગાર બનાવી દીધો છે. તેમણે ઉમેર્યું કે, અહીં આવીને અને ન્યૂઝીલેન્ડના લોકોનો ભારત પ્રત્યેનો પ્રેમ જોઈને કોઈ પણ વ્યક્તિ ભાવુક થઈ શકે છે. આ ખરેખર દિલને સ્પર્શી જાય તેવું છે. આ આપણા સંબંધોની ઐતિહાસિક ક્ષણોમાંની એક છે, જે આપણી મિત્રતા અને દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ તેમજ નવી ઊર્જા આપશે.

પીએમ મોદીએ ભારત અને ન્યૂઝીલેન્ડના લોકતાંત્રિક મૂલ્યો પર ભાર મૂકતા બંનેને સ્વાભાવિક ભાગીદાર ગણાવ્યા. તેમણે કહ્યું, "આપણા લોકતાંત્રિક મૂલ્યો અને સહિયારો વિશ્વાસ આપણને સ્વાભાવિક ભાગીદાર બનાવે છે. એવું લાગે છે જાણે આપણે એકબીજા માટે જ બન્યા છીએ. દરિયાઈ દેશો હોવાના નાતે આપણે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપી શકીએ છીએ. આપણી ભાગીદારી વૈશ્વિક શાંતિના પ્રયાસોમાં નવી ઊર્જાનો સંચાર કરી શકે છે."

બંને દેશોને ગણાવ્યા સ્વાભાવિક ભાગીદાર

પીએમ મોદીએ ભારત અને ન્યૂઝીલેન્ડના લોકતાંત્રિક મૂલ્યો પર ભાર મૂકતા બંનેને સ્વાભાવિક ભાગીદાર ગણાવ્યા. તેમણે કહ્યું, "આપણા લોકતાંત્રિક મૂલ્યો અને સહિયારો વિશ્વાસ આપણને સ્વાભાવિક ભાગીદાર બનાવે છે. એવું લાગે છે જાણે આપણે એકબીજા માટે જ બન્યા છીએ. દરિયાઈ દેશો હોવાના નાતે આપણે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપી શકીએ છીએ. આપણી ભાગીદારી વૈશ્વિક શાંતિના પ્રયાસોમાં નવી ઊર્જાનો સંચાર કરી શકે છે."

સંબંધોમાં મજબૂતીનો વ્યક્ત કર્યો ભરોસો

પીએમ મોદીએ ભરોસો વ્યક્ત કર્યો કે તેમની મુલાકાતથી બંને દેશોના સંબંધોને વધુ મજબૂતી મળશે. તેમણે કહ્યું, "આપણે વૈશ્વિક શાંતિ અને સુરક્ષામાં આપણું યોગદાન વધારીશું અને શાંતિના પક્ષમાં એક ઉત્પ્રેરક (કેટેલિસ્ટ) તરીકે કામ કરીશું." વાતચીત બાદ બંને દેશોએ કેટલાય મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા, જેનો ઉદ્દેશ્ય અલગ-અલગ ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો છે.