Tue Oct 06 2026

Logo

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના કારણે 100 વર્ષ જૂનું ઘર ઘરાશાયી, એક જ પરિવારના 6 લોકોના મોત

2026-08-06 09:57:00
Author: Vimal Prajapati
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના કારણે 100 વર્ષ જૂનું ઘર ઘરાશાયી, એક જ પરિવારના 6 લોકોના મોત

પ્રતાપગઢઃ ચોમાસાની ઋતુમાં જુના અને જર્જરિત મકાનોથી દૂર રહેવા માટે તંત્ર દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે. કારણ કે, વરસાદ અને ભેજના કારણે આવા મકાનો ધરાશાયી શકે છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાંથી પ્રકાશમાં આવી છે. અહીં એક 100 વર્ષ જૂનુ મકાન ધરાશાયી થયું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. 

ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પ્રતાપગઢ જિલ્લાના કોતવાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મહુલી એરિયામાં ભારે વરસાદ દરમિયાન 100 વર્ષ જુનુ ઘર ધરાશાયી થઈ ગયું છે. આ મકાન ધરાશાયી થતા એક જ પરિવારના 6 લોકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું, જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંતી હોવાથી તેના સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે મકાન ધરાશાયી થયું ત્યારે આ પરિવાર સભ્યો સાથે એક જ રૂમમાં આરામ કરી રહ્યાં હતા. જેના કારણે તેમનું મોત થઈ ગયું હોવાનું પોલીસે જણાવ્યું છે. 

 

જાણકારી મળતાની સાથે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે એક ઘાયલ વ્યક્તિને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસના જણાવ્યાં પ્રમાણે આ દુર્ઘટનામાં દંપતી, તેમનો દીકરો અને વહુ સાથે બે બાળોકનું મોત થયું છે. મહુલી ગામના રહેવાસી પ્રમોદ શ્રીવાસ્તવનું મકાન વર્ષો જુનુ અને જર્જરિત હતું. મકાન ધરાશાયી ત્યારે આસપાસના લોકો સત્વરે દોડી આવ્યાં અને પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી કાટમાળ નીચે દટાયેલા મૃતકોને બહાર કાઢ્યા હતાં. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેને સારવાર અર્થે ખેસડીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.