Wed Jun 17 2026

Logo

અમેરિકાના નવા વિઝા નિયમથી દુનિયાભરમાં ફફડાટ! શું ભારતીયોએ પણ ખર્ચવા પડશે લાખો રૂપિયા? જાણી લો શું છે સ્ટોરી...

2026-03-20 14:30:00
Author: Darshana Visaria
Article Image

અમેરિકા દ્વારા વિઝા નિયમોમાં કરવામાં આવેલો તાજેતરનો ફેરફાર આખી દુનિયામાં ચર્ચાનું કારણ બન્યો છે. બીજી એપ્રિલથી 2026થી લાગુ કરવામાં આવનાર આ નવા નિયમ અનુસાર પસંદગીના 50 દેશોના નાગરિકોએ અમેરિકાના બીવન (બિઝનેસ) કે પછી બીટુ (ટુરિસ્ટ) વિઝા મેળવવા માટે હજારો ડોલરનો 'વિઝા બોન્ડ' જમા કરાવવો પડશે. આઈ એમ શ્યોર કે હવે આ નિયમ વિશે વાંચીને એ જાણવાની તાલાવેલી થઈ હશે કે અમેરિકાના આ નવા નિયમની ભારતીય પર્યટકો અને વિદ્યાર્થીઓ પર તેની શું અસર જોવા મળશે. ચાલો આ સ્ટોરીમાં જણાવીએ... 

સૌથી મહત્વનો સવાલ એ છે કે શું ભારતીયોએ અમેરિકા જવા માટે લાખો રૂપિયાનો બોન્ડ ભરવો પડશે? વાત કરીએ ભારતીય પ્રવાસીઓ માટે આ સમાચાર કેટલા મહત્વના છે અને તેની શું અસર જોવા મળશે એની. તમારું મગજ વધારે વિચારે એની પહેલાં તમને જણાવી દઈએ કે આ સવાલનો જવાબછે ના. હાલમાં ભારતીય પર્યટકોને આ પોલિસીમાં સામેલ નથી કરવામાં આવ્યા. 

અમેરિકાની આ નવી પોલિસી મુખ્યત્વે એવા દેશો માટે છે જ્યાંથી આવતા પ્રવાસીઓ વિઝાની મુદત પૂરી થયા પછી પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રોકાઈ જાય છે (Overstay). સદનસીબે, ભારત આ લિસ્ટમાં સામેલ નથી. તેથી, ભારતીય નાગરિકો હાલની સિસ્ટમ મુજબ જ કોઈપણ વધારાના બોન્ડ વગર વિઝા માટે અરજી કરી શકશે.

આ કોઈ વિઝા ફી નથી, પરંતુ એક 'સિક્યોરિટી ડિપોઝિટ' છે. વાત કરીએ આ વિઝા બોન્ડ પોલિસી શું કામ અમલમાં મૂકવામાં આવી છે એની તો આ પોલિસી પ્રવાસી વિઝાના નિયમોનું પાલન કરે અને સમયસર પોતાના દેશ પરત ફરે તેની ખાતરી કરવી એવો છે. જો ટુરિસ્ટ સમયસર અને નક્કી કરેલાં સમય સુધીમાં પાછા ફરે તો આ વિઝા બોન્ડની પૂરેપૂરી રકમ પાછી આપી દેવામાં આવે છે. જો નિયમનો ભંગ થાય, તો આ રકમ જપ્ત કરવામાં આવે છે. 

જે દેશો પર આ નિયમ લાગુ પડે છે જેમ કે બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને કેટલાક આફ્રિકન દેશો માટે વિઝા ઓફિસર પ્રોફાઇલના આધારે રકમ નક્કી કરશે. આ બોન્ડની મિનીમમ ફી 5,000 ડોલર એટલે કે અંદાજે 4.5 લાખ રૂપિયા અને વધુમાં વધુ રકમ 15,000 ડોલર એટલે અંદાજે 13.6 લાખ રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે. 

વાત કરીએ નવા નિયમ પ્રમાણે ફી જમા કરાવવાની તો આ નિયમ હેઠળ આવતા એપ્લિકન્ટ્સે અમેરિકન સરકારની ઓફિશિયલ વેબસાઇટ pay.gov  પર જઈને આ ફીની રકમ જમા કરાવવાની રહેશે, જે સંપૂર્ણપણે ટ્રેક કરી શકાય તેવી પ્રક્રિયા છે, એટલે એમાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે બીજી કોઈ શક્યતા નહીંવત્ છે.