Fri Apr 17 2026

Logo

ઈરાન-US વચ્ચે યુદ્ધ રોકવા ભારતની ભૂમિકા પર રાજદૂતે કરી સ્પષ્ટતા, કહ્યું એ ભારતનો નિર્ણય

2026-04-15 10:25:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયરનું એલાન થતા હુમલાઓ અટકી ગયા છે. હવે ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધને સંપૂર્ણ રીતે રોકવા માટે બીજા તબક્કાની વાતચીતની અટકળ વર્તાય રહી છે. પાકિસ્તાનના પ્રયાસથી પહેલીવાર ઈસ્લામાબાદમાં બેઠક યોજાઈ હતી, જેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. આ માહોલ વચ્ચે ભારતમાં રહેતા અમેરિકી રાજદૂતે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. 

ભારતની ભાગીદારનું સ્વાગત
મિડલ ઈસ્ટમાં શાંતિ માટે અમેરિકા ભારતની ભાગીદારીનું સ્વાગત કરે છે. સર્જિયો ગોર જે અમેરિકી રાજદૂત છે તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમેરિકા ભારતની ભાગીદારનું સ્વાગત કરશે, જે રીતે અન્ય રાષ્ટ્રનું કર્યું છે. મને એવું લાગે છે કે, દુનિયાના અનેક રાષ્ટ્ર શાંતિની પ્રક્રિયામાં ભૂમિકા ભજવી શકે છે, જેમાં ભારતનું નામ પણ સામેલ છે. રાજદૂતે એ પણ સ્પષ્ટ કર્યું કે, ભારતે નક્કી કરવું પડશે કે, તે આગળના દિવસોમાં શું કરવા માગે છે. ડૉનાલ્ડ ટ્રમ્પ કોઈ વાતને લઈ કોઈ ભેદભાવ કરી રહ્યા ન હતા કે, કોણ આ સંઘર્ષને સમાપ્ત કરવામાં મદદ કરી શકે.રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ દરેક રાષ્ટ્રનું સ્વાગત કરે છે જે આ શાંતિ પ્રક્રિયાનો ભાગ બનવા માટે ઈચ્છે છે. 

ટૂંક સમયમાં મહત્ત્વની જાહેરાત
ટ્રમ્પ સાથે જોડાયેલા એક ઉચ્ચ અધિકારીએ વોશિંગટનથી પરત આવ્યા બાદ આ વિષય પર વાત કરી હતી. બીજી તરફ ગોરે કહ્યું હતું કે, અમારી પાસે ઘણાય એવા મહત્ત્વના મુદ્દાઓ છે. રાજદૂતની વાતથી એવા સંકેત મળી રહ્યા હતા કે, આવનારા ટૂંક સમયમાં ટ્રેડ અને દ્વીપક્ષીય મુદ્દાઓ પર બન્ને દેશ વચ્ચે કેટલીક મહત્ત્વની જાહેરાત થશે, જોકે આમા કયા વિષય અને કયા મુદ્દાને આવરી લેવાશે એ અંગે કોઈ વિગત કહી નથી. માત્ર એવા અણસાર આપ્યા કે, આવનારા કેટલાક દિવસોમાં કોઈ મોટી જાહેરાત થઈ શકે છે જે હેડલાઈન્સ બની શકે.

ટ્રમ્પ-મોદી વચ્ચે 40 મિનિટ સુધી વાતચીત
ટ્રમ્પ અને મોદી વચ્ચે 14 એપ્રિલના રોજ ટેલિફોનિક વાતચીત કરી છે. આ વાતચીત 40 મિનિટ સુધી ચાલી જેમાં મિડલ ઈસ્ટથી લઈને અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. ટ્રમ્પની યાત્રા પહેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આવતા મહિને ભારત આવી શકે છે. ક્રૂડ ઓઈલ અને ગેસમાં જે ભાવ વધારો થયો છે એનું એક જ કારણ છે અને એ ઈરાન છે. ઈરાને જળમાર્ગના કેટલાક વિસ્તારોમાં નાકાબંધી કરી દીધી છે. અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટને ખોલવા માગે છે એટલે આનાથી ભારત સહિત સમગ્ર દુનિયાના રાષ્ટ્રને ફાયદો થશે. રાજદૂતે કહ્યું હતું કે, ભવિષ્યમાં થનારી કોઈ પણ વિષય વાર્તા પર એલાન કરવું એ મારૂ કામ નથી.  નાકાબંધી અને હોર્મુઝ સ્ટ્રેટ પર વિગતવાર ચર્ચા થઈ છે. હોર્મુઝ સ્ટ્રેટના કારણે જ સમગ્ર મિડલ ઈસ્ટથી લઈને એશિયાના દેશ ચિંતામાં છે.