તેહરાનઃ મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે, દિવસે-દિવસે પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ ઇરાન સામે ચાલી રહેલો સંઘર્ષ હવે સીધા લશ્કરી ટક્કર તરફ આગળ વધી રહ્યો હોય તેવું લાગે છે. USએ શુક્રવારે પુષ્ટિ કરી હતી કે, અમેરિકાનું એક ફાઇટર જેટ ઇરાનમાં ક્રેશ થયું છે. જોકે અહેવાલો અનુસાર વિમાન F-15 હોવાનું જાણવા મળ્યું છે. વિમાનમાં સવાર પાઇલટ લાપતા છે. આ પરિસ્થિતિની સંવેદનશીલતામાં વધારો કરે છે. US એરફોર્સે પાઇલટને શોધવા માટે ઇરાનની અંદર સર્ચ ઑપરેશન શરૂ કર્યું છે.
ઈરાનનો દાવો
ઈરાનની એક સરકારી ટેલિવિઝન ચેનલે દાવો કર્યો છે કે, દક્ષિણ-પશ્ચિમ ઈરાનમાં એક અમેરિકન પાયલોટ તેના વિમાનમાંથી બહાર નીકળી ગયો હતો. જોકે, આ દાવાની પુષ્ટિ થઈ નથી અને યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. ઈરાને દાવો કર્યો હતો કે પાયલોટને પકડી લેવામાં આવ્યો છે અને ઈનામની પણ જાહેરાત કરી દીધી છે. ચેનલે એવી જાહેરાત કરી છે કે, આવા કોઈ પાયલટને પકડીને પોલીસને સોંપવામાં આવશે તો એમને ઈનામ આપવામાં આવશે, જોકે અમેરિકા આ વાત સ્વીકારવા માટે તૈયાર નથી.
Breaking:
— Consulate General of the I.R. Iran in Mumbai (@IRANinMumbai) March 25, 2026
A U.S. military #F18 has been struck by fire from Iran’s integrated air defense network.#Breaking #Iran #US #AirDefense #Military pic.twitter.com/HbXe5DAzwi
સામસામે ફાયરિંગ થયું
ન્યૂયોર્ક ટાઈમ્સના અધિકારીઓનો ઉલ્લેખ કરીને સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે કે,અમેરિકી આર્મીના જવાનો ઈરાનમાં ઊતર્યા છે અને સર્ચ ઑપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ઈરાનના મીડિયા રિપોર્ટ અનુસાર ખુઝેસ્તાન પ્રાંતમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને US સ્પેશિયલ ફોર્સ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં બંને પક્ષો વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. આ પહેલા, એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે, US હેલિકોપ્ટરોએ ઈરાની લશ્કરી કાફલા પર હુમલો કર્યો હતો, જે એક એવા વિસ્તાર તરફ આગળ વધી રહ્યો હતો જ્યાં એક US પાઇલટ હાજર હોવાની શંકા છે.
ગ્રાઉન્ડ લેવલ પર સૈન્ય
આ પરથી એટલું કહી શકાય છે કે, આ યુદ્ધ માત્ર રાજકીય સ્તર પૂરતું સિમિત નથી. ગ્રાઉન્ડ લેવલ પર સામસામે ટક્કર થઈ રહી છે. સ્થિતિ ત્યાં સુધી પહોંચી છે કે, સામસામે ફાયરિંગ થઈ રહ્યા છે. આનાથી આવનારા સમયમાં સ્થિતિ વધારે કપરી બની શકે છે. આ માહોલ વચ્ચે ઈરાને એવો દાવો કર્યો હતો કે, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડે એક અમેરિકી F18 વિમાનને તોડી પાડ્યું છે, જોકે અમેરિકા આ વાત સ્વીકારવા માટે કોઈ રીતે તૈયાર નથી. આ માહોલ વચ્ચે પણ ઈરાને એક વીડિયો શેર કરીને વિમાન તોડી પાડ્યું હોવાનો દાવો પુરવાર કર્યો છે.
🚫FALSE: The Islamic Revolutionary Guard Corps announced a U.S. F/A-18 fighter was struck over Chabahar using new advanced air defense systems.
— U.S. Central Command (@CENTCOM) March 25, 2026
✅TRUE: No U.S. fighter aircraft have been shot down by Iran. pic.twitter.com/I25QFjYo0l
અમેરિકાની વાત પર ઈરાન
અમેરિકા ફેક્ટચેકની વાતને લઈને આ દાવાને નકારી રહ્યું છે. અમેરિકી સેના ઈરાનમાં ઊતરી છે અને સર્ચ ઑપરેશન કરી રહી છે એવી વાત અમેરિકા જોરશોરથી કરી રહ્યું છે, જોકે હુમલો ક્યાં થયો, કેટલું નુકસાન થયું અને પાયલટની સ્થિતિ અંગે કોઈ પ્રકારની જાણકારી સામે આવી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકાની સેના આ તમામ વાતને નકારી રહી છે અને પોતાની રણનીતિના ગીત ગાઈ રહી છે. આવું પહેલીવાર નથી, આ પહેલા પણ ટ્રમ્પે જુદા જુદા વિષયો પર વાત કરીને યુદ્ધના માહોલને ગરમાવો આપ્યો હતો.
ઈરાન સોદાબાજી કરી શકે
હવે આ પાયલટ કોઈ વ્યક્તિ દ્વારા પોલીસને સોંપાય છે તો ઈરાન પોતાની રીતે કોઈ મોટી સોદેબાજી કરી શકે છે. અમેરિકા પર આ પ્રકારનું દબાણ ઊભું થતા યુદ્ધમાં નવો વળાંક આવી શકે છે. હકીકત એ પણ છે કે, ઈરાનની આ ચેનલ તરફથી કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. ઈરાને જે રીતે એલાન કર્યું છે એના પરથી એટલું કહી શકાય છે કે,પાયલટની કોઈ રીતે ઓળખ થઈ નથી અને હજુ સુધી કોઈ અમેરિકી પાયલટ મળ્યો નથી.