Fri Sep 04 2026

Logo

ભારતીય જહાજ પર અમેરિકાના હુમલા બાદ સરકારનું કડક વલણ, અમેરિકન રાજદૂતને સમન્સ પાઠવ્યું

2026-06-12 16:49:00
Author: Chandrakant Kanoja
ભારતીય જહાજ પર અમેરિકાના હુમલા બાદ સરકારનું કડક વલણ, અમેરિકન રાજદૂતને સમન્સ પાઠવ્યું

નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં સતત અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેમાં અમેરિકા દ્વારા ઓમાન નજીક ભારતીય જહાજ પર હુમલામાં ત્રણ ભારતીયોના મોત થયા હતા. જેની બાદ વિદેશ મંત્રાલયે અમેરિકાના રાજદૂત જશ્ને મીક્સને સમન્સ પાઠવ્યા હતા. તેમજ તેમની સાથે  45 મિનિટ સુધી ચર્ચા કરી હતી. હાલમાં એક 20 નાવિકો સાથેના ભારતીય જહાજ પર હુમલો થયો હતો.  ચાર દિવસમાં આ ત્રીજી ઘટના હતી.જેની બાદ  સરકારે કડક વલણ અપનાવીને અમેરિકાના રાજદૂતને સમન્સ પાઠવ્યા હતા. 

18,000 ભારતીય નાવિકો માટે નવી દરિયાઈ એડવાઇઝરી જાહેર

ભારતના વિદેશ મંત્રાલયના એક અધિક સચિવ દ્વારા એક અમેરિકન રાજદૂતને ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા. આ બીજી વખત છે જ્યારે ભારતે આ મુદ્દા પર અમેરિકન દૂતાવાસના અધિકારીને સમન્સ પાઠવ્યા છે. ભારતના કોમર્શિયલ જહાજો પર વારંવાર થયેલા હુમલાઓ બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (DGS)એ હોર્મુઝ સ્ટ્રેટ, ઓમાનના અખાત અને નજીકના પાણીમાં કાર્યરત આશરે 18,000 ભારતીય નાવિકો માટે નવી દરિયાઈ એડવાઇઝરી જાહેર  કરી હતી. આ એડવાઇઝરીના થોડા કલાકો પછી જ યુએસ રાજદૂતને ફરીથી બોલાવવામાં આવ્યા હતા.

એડવાઇઝરી  ભારતીય જહાજો પર થ હુમલા બાદ જાહેર 

આ એડવાઇઝરી હાલમાં ભારતીય જહાજો પર થયેલા ત્રણ હુમલા બાદ જાહેર કરવામાં આવી છે.  જેમા ભારતીય ક્રૂ સભ્યો સાથેના જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઘટનાઓમાં ઓમાનના દરિયાકાંઠે થયેલા હુમલાનો પણ સમાવેશ થાય છે જેમાં ત્રણ ભારતીય નાવિકોના મૃત્યુ થયા  હતા.