ફતેહપુરઃ ઉત્તર પ્રદેશ (યુપી)ના ફતેહપુરમાં આજે બપોરે રિંદ નદીમાં ન્હાવા પડેલા આઠ યુવાનોમાંથી 6 યુવાનો અચાનક ડૂબી ગયા હતા. આ ઘટનામાં 4 યુવાનોના મૃત્યુ નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. માછીમારોની મદદથી ચાર યુવાનોને સુરક્ષિત બાહર કાઢવામાં આવ્યા છે. હસીબુદ્દિન, શાહિદ અને શાનનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે.
ઘટનાની જાણ થતા જ લલૌલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.પોલીસે ચારેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ હેતું ખસેડ્યા હતા.તપની ગામમાંથી કુલ 9 યુવક ડેરા નજીક સ્થિત રિંદ નદીમાં ન્હાવા માટે પડ્યા હતા. ચાર યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
માછીમારોએ યુવાનોને બાહર કાઢ્યા
યુવકોના પરિવારજનોને બોલાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટના બની એ સમયે સ્થાનિકોએ બૂમ પાડીને અન્ય લોકોને એકઠા કરી દીધા હતા. એ સમયે કેટલાક માછીમારો એમને બચાવવા માટે નદીમાં પડ્યા હતા.
પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પ્રમોદ કુમારે જણાવ્યું હતું કે, ચાર યુવકોના મૃતદેહને નદીની બાહર કાઢવામાં આવ્યા છે, પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. પોલીસ આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. આ ઘટના નદીના ઊંડા પાણી સુધી યુવાનો ગયા એ સમયે બની હતી. વધારે ઊંડા પાણીમાં ગરકાવ થતા યુવાનોનું મોત નીપજ્યું હતું.
મૃતકોના પરિવારમાં હાલ શોકનો માહોલ છે. આ તમામ યુવાનો પોતાના મિત્રો સાથે નદી સુધી આવ્યા હતા. રિંદ નદીમાં ન્હાવા માટે પડ્યા હતા. એક દોસ્તને બચાવવાની દોડમાં એકસાથે 6 યુવાનો નદીમાં કૂદ્યા હતા.
સ્થાનિકોની મદદથી રેસ્ક્યૂ ઑપરેશન
જેમાં ચાર યુવાનોના મોત નીપજ્યા છે, જ્યારે બે જણને બચાવી લેવાયા અને ચાર અન્ય યુવાનોને સુરક્ષિત કિનારે લઈ જવામાં આવ્યા હતા. સ્થાનિકો સાથે મળીને રેસ્ક્યૂ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
નદીમાં ન્હાતી વખતે એક યુવાનો આ બધાય મિત્રો કરતા વહેલો કિનારે આવી પહોંચ્યો હતો એ પછી આ ઘટના બની હતી. હોસ્પિટલમાં પણ યુદ્ધના ધોરણે સારવાર શરૂ કરવામાં આવી છે. આ રેસ્ક્યૂ કરાયેલા યુવાનોની સારવાર કરવામાં આવી રહી છે.