Mon Sep 07 2026

Logo

અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેની વિશેષતા અંગે ગડકરીએ કરી મોટી વાત, જાણો પોસ્ટમાં શું લખ્યું

2026-04-01 17:59:00
Author: Vimal Prajapati
અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેની વિશેષતા અંગે ગડકરીએ કરી મોટી વાત, જાણો પોસ્ટમાં શું લખ્યું

અમદાવાદ/નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આમાં પીએમ મોદીએ અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મામલે અત્યારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી દ્વારા એક પોસ્ટ લખીને મહત્ત્વની વાત કરી છે. 
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એક્સ પર પોસ્ટ કરીને અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેની ખાસિયતો અંગે વિગતે વાત કરી છે. અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેના કારણે હવે યાત્રાને સમય પણ ઘટી જશે તેવું તેમણે જણાવ્યું છે. 

કેન્દ્રીય પ્રધાને NE-08 હાઈવે અંગે કરી પોસ્ટ

એક્સ પર પોસ્ટ કરતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ લખ્યું કે, ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 109 કિમી લાંબા ચાર લાઈન વાળા અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે (NE-08)નું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ હાઈવે અમદાવાદ અને ધોલેરા પ્રદેશ વચ્ચે કનેક્ટિવિટી મજબૂત કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. આના કારણે મુસાફરીના સમય પણ ઘટી જવાનો છે. જે ખાસ કરીને ધોલેરા માટે અતિમહત્વપૂર્ણ છે.

NE-08 હાઈવેના કારણે શું ફાયદો થશે?

આ હાઈવેના લાભ અંગે વાત કરતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે, અમદાવાદ અને ધોલેરા વચ્ચેની યાત્રાનો સમય ઘણો ઘટી જશે. ધોલેરાના વિકાસ માટે અને ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથક કનેક્ટિવિટી પૂરી પાડશે. શહેરી માર્ગ પર ટ્રાફિક ઓછો થઈ જશે. શહેરી રસ્તાઓ પર ભીડ ઓછી થાય છે, જેનાથી પ્રદૂષણ ઓછું થાય છે અને ટ્રાફિક સુગમ બને છે. ઝડપી માલવાહક અને વેપારની ગતિવિધિને સરળ બનાશે અને આ સાથે સાથે લોથલ જેવા મુખ્ય સ્થળોને આ હાઈવે જોડતો હોવાના કારણે પ્રવાસનને પણ વેગ મળે છે.

આ NE-08 હાઈવે રોકાણને આકર્ષિત કરીને અને રોજગારીની તકોનું સર્જન કરીને આર્થિક વિકાસને વેગ આપવા માટે તૈયાર છે. નીતિન ગડકરીએ ચાર-લેનવાળા અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેને ચાર તબક્કામાં વિકસિત કરવામાં આવ્યો છે. આ રહ્યાં ચાર તબક્કા...

પહેલો તબક્કોઃ 22 કિમી લાંબો સરકાર પટેલ રિંગ રોડ - સિંધરેજ ગામ ખંડ

બીજો તબક્કોઃ 26.5 કિમી લાંબો સિંધરેજ ગામ - વેજલકા ગામ ખંડ

ત્રીજો તબક્કોઃ 22.5 કિમી લાંબો વેજલકા ગામ - ડીએસઆઈઆર ઝોન (અમદાવાદ જિલ્લો) ખંડ

ચોથો તબક્કોઃ 38 કિમી લાંબો  ડીએસઆઈઆર ઝોન (અમદાવાદ જિલ્લો) - અધેલાઈ ગામ (ભાવનગર જિલ્લો) ખંડ