ભોપાલ: મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ઉમા ભારતીએ પાકિસ્તાન અંગે એક નિવેદન આપ્યું છે. જેમાં ઈરાન અને અમેરિકા વચ્ચેની મંત્રણા નિષ્ફળ જવા પર પ્રતિક્રિયા આપતા ઉમા ભારતીએ ટિપ્પણી કરી હતી છે. તેમણે કહ્યું હતું કે જ્યાં પાકિસ્તાન જેમાં હાથ નાખે છે તે નાશ પામે છે. તે વિનાશક છે.
ભારત જ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરી શકશે
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પણ વૈશ્વિક શાંતિ માટે કોઈ પહેલ કરવામાં આવશે ત્યારે તે ભારત તરફથી આવશે. ભારત જ છે જે વિશ્વમાં શાંતિ સ્થાપિત કરશે. આ ઉપરાંત તેમણે ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિંહાના ચૂંટણી પંચ અંગેના નિવેદનનો જવાબ આપતા તેમણે ટિપ્પણી કરી, તેઓ ભૂલી ગયા છે કે તેઓ હવે ફિલ્મોમાં ખલનાયક નથી, પરંતુ લોકોના હીરો છે. તેમણે ખલનાયકની નહીં, પણ હીરોની ભાષા બોલવી જોઈએ.
અખિલેશ યાદવ પર આકરા પ્રહાર કર્યા
ઉમા ભારતીએ સમાજવાદી પાર્ટી ના વડા અખિલેશ યાદવ દ્વારા કેદારેશ્વર મંદિરના નિર્માણ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અખિલેશ યાદવ અને તેમના સમગ્ર પરિવારે કેદારનાથની પગપાળા યાત્રા કરવી જોઈએ.તો જ તેઓ ભગવાન રામના ભક્તો પર ગોળીબાર કરવાનો આદેશ આપવા બદલ પ્રાયશ્ચિત કરી શકશે.
આશા ભોંસલેના નિધન પર શોક વ્યક્ત કર્યો
તેમણે પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેના નિધન પર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે ટિપ્પણી કરી કે આશાજીએ લોકોને તેમના અવાજથી મંત્રમુગ્ધ કર્યા છે. ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેમને તેમના ચરણોમાં સ્થાન આપે.