ઉજ્જૈન: મધ્ય પ્રદેશના ઉજ્જૈન આવેલા મહાકાલ મંદિર રક્ષાબંધન પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં રક્ષાબંધનના દિવસે બાબા મહાકાલને ગર્ભ ગૃહમાં બે ફૂટની રાખડી અર્પિત કરવામાં આવશે. જેમાં ભસ્મ આરતી,પંચામૃત અભિષેક અને વિશેષ શણગાર પછી બે ફૂટ લાંબી ભવ્ય રાખડી તેમને અર્પિત કરવામાં આવશે. તેમજ 1.25 લાખ લાડુનો મહાભોગ પણ અર્પણ કરવામાં આવશે.
પુજારી પરિવારની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી ખાસ રાખડી અર્પિત કરાશે
આ અંગે મળતી માહિતી મુજબ શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ભસ્મ આરતી દરમિયાન બાબા મહાકાલને પંચામૃત અભિષેક કરાવશે અને ખાસ શણગારથી શણગારવામાં આવશે. તેમજ પુજારી પરિવારની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી ખાસ રાખડી અર્પિત કરાશે.
ભગવાન મહાકાલ કાલજયી
ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન મહાકાલ કાલજયી છે. તેમને ભદ્ર અથવા શુભ સમયથી પરે માનવામાં આવે છે. તેથી સમગ્ર વિશ્વના કલ્યાણની પ્રાર્થના માટે સૌ પ્રથમ તેમને રાખડી અર્પણ કરવામાં આવશે.
બે ફૂટ લાંબી રાખડી
આ અંગે પરંપરા મુજબ પુજારી પરિવારની મહિલાઓ બાબા મહાકાલ માટે ખાસ રાખડી બનાવે છે. આ વર્ષે બે ફૂટ લાંબી રાખડી બનાવવામાં આવી રહી છે. તેને રેશમી દોરા, સ્પંજ, આભૂષણો અને ખાસ કાપડથી શણગારવામાં આવી રહી છે. પુજારી પરિવારની મહિલાઓના મતે રાખડી તૈયાર કરવામાં લગભગ આઠ દિવસ લાગે છે.