Mon Oct 05 2026

Logo

દેશના ભાજપ શાસિત રાજ્યોમાં લાગુ કરાશે યુસીસી, 17 સપ્ટેમ્બરથી એક માસ સેવા સંકલ્પ અભિયાન

2026-09-13 18:06:06
Author: Chandrakant Kanoja
દેશના ભાજપ શાસિત રાજ્યોમાં લાગુ કરાશે યુસીસી, 17 સપ્ટેમ્બરથી એક માસ સેવા સંકલ્પ અભિયાન

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ભાજપ શાસિત રાજ્યોમાં યુસીસી( સમાન નાગરિક સંહિતા) લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંકેત આપ્યા છે. આ ઉપરાંત  પીએમ મોદીના જન્મ દિવસ 17 સપ્ટેમ્બરથી એક મહિના સુધી સેવા સંકલ્પ અભિયાનની પણ જાહેરાત કરી છે.   

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંકેત આપ્યો છે કે વર્ષ  2029 પૂર્વે જ  ભાજપ-શાસિત રાજ્યોમાં યુસીસી લાગુ કરવામાં આવશે. 

17 સપ્ટેમ્બરથી  દેશભરમાં સેવા સંકલ્પ અભિયાન 

વડાપ્રધાન મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે આવે છે. આ પ્રસંગે ભાજપ તેના સહયોગી પક્ષો, સમગ્ર એનડીએ ગઠબંધન, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાન્ય જનતા સંયુક્ત રીતે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન દેશભરમાં 'સેવા સંકલ્પ અભિયાન' ચલાવશે.

અભિયાનનો ઉદ્દેશ્ય સેવા ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો 

 અમિત શાહે જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર ભાજપ પૂરતું સીમિત નહીં રહે. જેમાં  સહયોગી પક્ષો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાન્ય લોકોની પણ ભાગીદારી રહેશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય સેવા ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરીને દેશભરમાં લોકો સુધી પહોંચવાનો છે.

પ્રથમ વાર એક માસ ઉજવાશે સેવા સપ્તાહ 

વડાપ્રધાન મોદીના જન્મ દિવસને  ગુજરાતમાં અને ત્યારબાદ સમગ્ર દેશમાં સેવા સપ્તાહ તરીકે ભાજપ ઉજવણી કરે છે. આ અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલતું હતું, જોકે ઘણી જગ્યાએ તે માત્ર એક સપ્તાહ માટે જ મનાવવામાં આવતું હતું. આ વખતે અભિયાનની મર્યાદા વધારીને 17 સપ્ટેમ્બરથી 17  ઓક્ટોબર સુધી કરવામાં આવી છે. આ પાછળનો મુખ્ય હેતુ વડાપ્રધાન મોદીની લાંબી રાજકીય અને સંગઠનાત્મક યાત્રાને વિશેષરૂપે ઉજાગર કરવાનો છે.