Sun Sep 06 2026

Logo

ટ્રમ્પની ચીનને 50% ટેરિફની ધમકી: ચીની જહાજોને અમેરિકા-વેનેઝુએલા મોકલવા કહ્યું

washington dc   2026-04-13 15:32:30
Author: Savan Zalariya
ટ્રમ્પની ચીનને 50% ટેરિફની ધમકી: ચીની જહાજોને અમેરિકા-વેનેઝુએલા મોકલવા કહ્યું

વોશિંગ્ટન ડી સી: યુએસ અને ઈરાન વચ્ચે કાયમી યુદ્ધ વિરામ માટે વાટાઘાટો નિષ્ફળ ગયા છે, પશ્ચિમ એશિયામાં ફરી સંઘર્ષ શરુ થવા થવાની શક્યતા છે. એવામાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સાથે વધુ એક સંઘર્ષ શરૂ કરવાની તૈયારીમાં લાગે છે. ટ્રમ્પે ચીન પર 50 ટકા ટેરીફ લાદવાની ધમકી આપી છે.

એવા અહેવાલો છે કે ચીન આગામી થોડા અઠવાડિયામાં ઇરાનને નવી એર ડિફેન્સ સિસ્ટમ પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે. એક ન્યુઝ ચેનલ સાથેના ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પને પૂછવામાં આવ્યું, શું ઈરાનને ટેકો આપતા દેશોમાં ચીનનો પણ સમવેશ થાય છે અને લશ્કરી સાધનો મોકલે છે? શું તેના પર 50 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે?ટ્રમ્પે સ્પષ્ટ કર્યું, "અન્ય દેશો પણ છે, પણ હા, ચીન પણ," 

ચીન ઈરાનને શસ્ત્રો મોકલતું હોવાના અહેવાલો ટ્રમ્પે ફગાવી દીધા અને તેને ખોટા ગણાવ્યા. તેમણે સાથે એમ પણ કહ્યું કે તો એ આરોપો સાચા સાબિત થશે, તો બેઇજિંગ પર ભારે ટેરિફ લાગુ કરવામા આવશે.

ટ્રમ્પે કહ્યું, "આ સમાચાર અહેવાલ મારા માટે બહુ મહત્વનાં નથી, કેમ કે એ ખોટા છે, પરંતુ મેં એવા સમાચાર સાંભળ્યા છે કે ચીન ઈરાનને શોલ્ડર મિસાઇલો આપી રહ્યું છે. કદાચ શરૂઆતમાં ચીને શસ્ત્રો મોકલ્યા હશે, પરંતુ મને નથી લાગતું કે તેઓ હવે આવું કરશે." 

યુએ ચીનને ઓઈલ વેચશે:
ટેરિફની ધમકી આપ્યા બાદ ટ્રમ્પે ચીનને તેના જહાજો યુએસ અને વેનેઝુએલા મોકલવાની માંગ કરી. ટ્રમ્પે કહ્યું, "ચીન તેમના જહાજો અમને મોકલી શકે છે, ચીન તેમના જહાજો વેનેઝુએલાને મોકલી શકે છે. અમે તેમને વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદવા કહ્યું હતું. અમારી પાસે ઘણી વધારે ક્ષમતા છે. અમે તેમને ઓઈલ વેચીશું."