Thu Apr 23 2026

Logo

ટ્રમ્પે ફરી ભારત વિરોધી ટીપ્પણી કરી! ભારતને ‘નર્ક’ અને ભારતીયોને 'લેપટોપવાળા ગુંડા' ગણાવ્યા

Washington DC   2026-04-23 14:42:00
Author: Savan Zalariya
Article Image

વોશીંગ્ટન ડીસી: ગત વર્ષે બીજીવાર યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર ભારત વિરોધી નિવેદનો આપી ચુક્યા છે, તેમણે ફરી એક વાર ભારત પર નકારાત્મક ટીપ્પણી કરી છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ રીશેર કરી છે, જેમાં તેમણે ભારત, ચીન અને અન્ય દેશોને "નરકના દ્વાર" કહ્યા છે.  

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર યુએસના રાજકીય વિવેચક અને રેડિયો હોસ્ટ માઈકલ સેવેજના પોડકાસ્ટનો વિડીયો રીપોસ્ટ કર્યો, સાથે ટ્રમ્પે શો પોડકાસ્ટની સ્ક્રિપ્ટ શેર કરી, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મજાત નાગરિકત્વની તીવ્ર ટીકા કરવામાં આવી. સેવેજે કેલિફોર્નિયાના ટેક સેક્ટરમાં હાયરિંગ પ્રેક્ટીસ અંગે વાંધા ઉઠાવ્યા, દાવો કર્યો કે નોકરીઓમાં ભારત અને ચીનના લોકોનું વર્ચસ્વ વધુ છે, જ્યારે અન્ય લોકો તકો મર્યાદિત થઇ ગઈ છે.  

સેવેજે યુએસમાં જન્મને આધારે નાગરિકત્વ આપવાની નીતિની ટીકા કરી. તેમણે દાવો કર્યો કે આ નીતિથી ઇમિગ્રન્ટ્સનાં બાળકો માટે નાગરિકત્વ મળે છે અને ત્યારબાદ પરિવારના અન્ય સભ્યોને યુએસ લાવવા માર્ગ આપે છે.

ટ્રમ્પે લખ્યું, "અહીં એક બાળક જન્મની સાથે નાગરિક બની જાય છે, અને પછી તેઓ ચીન, ભારત અથવા દુનિયાનાના કોઈ અન્ય નર્ક જેવા દેશમાંથી તેમના આખા પરિવારને અહીં લાવે છે." 

લેપટોપવાળા ગુંડાઓ:
સેવેજે ભારતીય અને ચીની ઇમિગ્રન્ટ્સને "લેપટોપવાળા ગુંડાઓ" કહ્યા. ટ્રમ્પે કહ્યું, "બધા માફિયા પરિવારો ભેગા મળીને યુએસને જેટલું નુકસાન પહોંચાડ્યું છે, તેના કરતાં વધુ નુકસાન આ લોકોએ કર્યું છે. મારા મતે આ લેપટોપવાળા ગુંડા આપણને આંધળા લૂંટ્યા છે, આપણી સાથે સેકંડ ક્લાસ નાગરિકો જેવો વ્યવહાર કર્યો છે,  તેમણે આપણા ધ્વજ પર પગ મૂક્યો છે.”

સેલેજે દાવો કર્યો કે અગાઉ તેઓ ભારતીયોના મોટા સમર્થક હતા, બાદમાં તેમને ખ્યાલ આવ્યો કે કેલિફોર્નિયામાં હાઇ-ટેક કંપનીમાં "વ્હાઈટ પુરુષો" ને નોકરી મળવાની શક્યતા 'શૂન્ય' છે. તેમણે કહ્યું, "તમારે ભારત અથવા ચીનથી હોવું જરૂરી છે. લગભગ તમામ આંતરિક મિકેનીઝમ ભારતીયો અને ચીની લોકો દ્વારા ચલાવવા માટે બનાવવામાં આવી છે."