નવી દિલ્હીઃ સ્ટ્રેસ કે વધતા કામના ભારણ વચ્ચે હવે ખેડૂત હોય કે ઉદ્યોગપતિ પણ સૌને માટે વેકેશન કે ટ્રિપ પર નીકળી જવાના અભિગમ વધારો થઈ રહ્યો છે. એક સર્વેક્ષણ અનુસાર 90 ટકાથી વધુ ભારતીય પ્રવાસીઓ મુસાફરી દરમિયાન કોઈ અડચણ આવે તો સફર રદ્દ કરવાના બદલે પોતાના પ્લાનમાં ફેરફાર કરવાનું પસંદ કરે છે.
ભારતના લગભગ 96 ટકા પ્રવાસી કોઈ પણ અડચણ કે ફેરફાર કરવાની પરિસ્થિતિમાં પોતાનો ટ્રાવેલ પ્લાન રદ્દ કરવાની જગ્યાએ તેમાં ફેરફાર કરવા માટે તૈયાર થઈ જાય છે. જે ટ્રાવેલ માટેના તેમના મજબૂત અને ફ્લેક્સિબિલ અભિગમને દર્શાવે છે. ઓનલાઇન ટ્રાવેલ એજન્સીના એક નવા રિપોર્ટમાં રસપ્રદ આંકડા સામે આવ્યા છે. 10 એશિયા-પ્રશાંત દેશોના 10 હજારથી વધુ મુસાફરો પર કરવામાં આવેલા સર્વે પર આધારિત 'ટ્રાવેલ હેપીનેસ ઈન્ડેક્સ' રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ભારતીયો માટે મુસાફરી એ આનંદ અને ઉત્તમ જીવનનો એક ભાગ છે.
હૅપ્પીનેસ ઈન્ડેક્સ રિપોર્ટમાં જણાવ્યા મુજબ 96 ટકા લોકોએ કહ્યું કે જ્યારે મુસાફરીમાં કોઈ અડચણ આવશે તો તેને રદ્દ કરવાની જગ્યાએ પ્લાનમાં ફેરફાર કરવાનું લોકો પસંદ કરશે. રિપોર્ટ અનુસાર પોતાના પ્લેનમાં ફેરફાર કરવા માંગતા લોકોમાં 28 ટકા લોકો કોઈ અન્ય સ્થળે જવાનો વિકલ્પ પસંદ કરશે. 19 ટકા લોકો પોતાની સફરને ટાળી દેશે અને અન્ય 19 ટકા લોકો મુસાફરીના સમયમાં ફેરફાર કરશે.
વેકેશનમાં ફરવાની બાબત ઉત્તમ જીવન માટે જરુરી
રિપોર્ટ અનુસાર 99 ટકા ભારતીય પ્રવાસી મુસાફરીને સકારાત્મક ભાવનાઓથી જોડે છે, જ્યારે 90 ટકા લોકોનું માનવું છે કે ભવિષ્યના ટૂરિસ્ટ પ્લાન અને પ્લાન અમલી બન્યા પછી એ પ્રોસેસમાંથી પસાર થયા પછી ટૂરિસ્ટનો મિજાજ ઉત્તમ બનાવે છે. સંભવિત વેકેશનનો પ્લાન અને એનો અમલ વ્યક્તિને ઉત્તમ બનાવે છે એટલું નક્કી. લગભગ 82 ટકા લોકોનું માનવું છે કે વેકેશનમાં ફરવાની બાબત ઉત્તમ જીવન માટે જરૂરી છે.
જાણીતી ટ્રાવેલ કંપનીના ચીફના જણાવ્યા અનુસાર 'પ્રવાસ કરવાનું હવે દૈનિક જીવનમાંથી આરામ મેળવવાં માટે સીમિત નથી રહ્યું, પરંતુ ઉત્તમ જીવન, સબંધ અને સ્વ-વિકાસ માટે એક બચત બનતી જાય છે.
અસ્થિરતાની પરિસ્થિતિમાં પોતાનો પ્લાન કેન્સલ કરવાની જગ્યાએ મોટા ભાગના લોકો તેમાં ફેરફાર કરી સફરનો આનંદ માણે છે. 21 વર્ષ કે તેથી વધુ ઉંમરના 10 હજાર 136 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ઓનલાઇન સર્વેમાં મે 2026માં થયેલા સર્વેમાં ભારતના 1 હજાર 15 લોકોએ ભાગ લીધો હતો.