Fri Sep 04 2026

Logo

ગુજરાતી યુવકે 'ભારે કરી', દરિયામાં કાર ધોવા લઈ ગયો અને ફસાયો, જુઓ વાયરલ વીડિયો

2026-03-23 15:37:00
Author: Devayat Khatana
ગુજરાતી યુવકે 'ભારે કરી', દરિયામાં કાર ધોવા લઈ ગયો અને ફસાયો, જુઓ વાયરલ વીડિયો

પણજી: ગુજરાતીઓને વેકેશનની સીઝનમાં ગોવાના ઘેલું લાગે છે. ત્યારે રજાઓ માણવા માટે ગોવા પહોંચેલા એક ગુજરાતી પ્રવાસીની કાર દરિયામાં ડૂબતાં ડૂબતાં રહી ગઈ હતી. ગોવાના વાગેટર બીચ પર પાણીની વચ્ચે દરિયાના મોઝાની સાથે ઝોલાં ખાઇ રહેલી કારનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

મળતી વિગતો અનુસાર, આ કારના માલિક ગુજરાતના અમદાવાદના રહેવાસી છે. તેઓ અંજુના-વાગેટર વિસ્તારની એક હોટલમાં રોકાયા હતા. રિપોર્ટ મુજબ, માલિક એક પાર્ટીમાંથી પરત ફર્યા બાદ હોટલ આવ્યા હતા અને પોતાની કારની ચાવી હોટલના એક કેરટેકરને સોંપી દીધી હતી. હાલ એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમણે સ્ટાફ મેમ્બરને કારની પ્રોફેશનલ વોશિંગ માટે પૈસા આપ્યા હતા અને આ સેવા માટે તેને ટિપ પણ આપી હતી.

જો કે કેરટેકરે કોઈ કાર વોશિંગ સેન્ટર પર લઈ જવાને બદલે કારને બીચ પર લઈ ગયો હતો અને દરિયાના પાણીથી જ કારને વોશ કરવાનું નક્કી કર્યું હતું. આ સમયે તે કારને દરિયામાં થોડી આગળ લઈ ગયો હતો, પણ આ સમયે તે દરિયાના વેગીલા મોજાથી અજાણ  હતો. આગળ જતાંની સાથે જ દરિયાના જોરથી ગાડી આગળ તણાઇ હતી અને રેતીમાં ફસાઈ ગઈ હતી. આગળ જતાં કાર પાણીમાં ગરકાવ થવા લાગી હતી અને પાણી છેક ગાડીના હેન્ડલ સુધી પહોંચી ગયું હતું. અંતે કોઈ કારી ન ફાવતા  જેસીબીની મદદ લેવી પડી હતી. 

ગોવા પોલીસે ગુજરાત પાસિંગની આ કારને હાલ પોતાની કસ્ટડીમાં લઈ લીધી છે અને હાલમાં આ ગાડી અંજુના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી છે. આ ગંભીર બેદરકારી અને ઘટના માટે જવાબદાર હોટલ સ્ટાફ મેમ્બર સામે પણ પોલીસે કાર્યવાહી કરી હોવાં અહેવાલ છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાયરલ થતા પ્રવાસીઓની સુરક્ષાને લઈને પણ ચર્ચાઓ જાગી છે.