ભારતમાં ઉનાળાની ઋતુ એટલે 'ફળોના રાજા' ગણાતી કેરીનો મહોત્સવ. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા ભારતમાં કેરીની 1000થી વધુ જાત જોવા મળે છે, અને આ દરેક કેરીનો સ્વાદ, સુગંધ, આકાર અને વિશેષતા એકબીજાથી ખૂબ જ અનોખી હોય છે. દિલ્હીના સફેદાથી લઈને મહારાષ્ટ્રના હાફુસ (અલ્ફાન્સો) સુધી દેશના ખૂણેખૂણે કેરીના એવા બજારો આવેલા છે જ્યાં તમને શ્રેષ્ઠ ગુણવત્તાની કેરી મળી શકે છે. ચાલો આજે તમને દેશની આવી જ કેટલીક ખાસ અને જાણીતા કેરીની માર્કેટ વિશે...
ભારતના દરેક રાજ્યની આબોહવા મુજબ ત્યાંની કેરી ખાસ બની જાય છે. આ તમામ કેરી એકબીજા કરતાં સ્વાદ, કદ, રંગમાં જુદી હોય છે. કેરીની આ સિઝનમાં જો તમે પણ એકદમ પરફેક્ટ, રસીલી, કુદરતી રીતે પકાવેલી અને સ્વાદિષ્ટ કેરી ખરીદવા માંગતા હોવ, તો આ જાણીતા બજારોની મુલાકાત એક વખત તો ચોક્કસ લેવા જેવી છે.
આઝાદપુર મંડી, દિલ્હી:
વાત જ્યારે દેશની સૌથી ઓથેન્ટિક કેરીની બજાર વિશે થઈ રહી હોય તો આમાં દિલ્હીની આઝારપુર મંડી સૌથી ટોપ પર આવે છે. આ મંડી એશિયાની સૌથી મોટી ફળ બજાર તરીકે ઓળખાય છે અને અહીં તમને સફેદા, દશેરી અને લંગડો જેવી કેરીઓની ભરમાર જોવા મળે છે.
ક્રોફર્ડ માર્કેટ, મુંબઈ:
દિલ્હી પછી વારો આવે છે દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈનો. જો તમે મુંબઈ રહેતાં હોવ અને પ્રીમિયમ ક્વોલિટીની હાફુસ તેમ જ કેસર કેરી ખરીદવા માંગો છો તો મુંબઈની ક્રોફર્ડ માર્કેટ તમારા માટે એકદમ પરફેક્ટ પ્લેસ છે.
બોવેનપલ્લી માર્કેટ, હૈદરાબાદ:
આઈટી સિટી તરીકે ઓળખાતા હૈદરાબાદની બોવેનપલ્લી આ યાદીમાં ત્રીજા સ્થાને આવે છે. હૈદરાબાદ એ ત્યાં મળતી હૈદરાબાદી બિરીયાની સિવાસ દક્ષિણ ભારતનું મુખ્ય કેન્દ્ર છે કે જ્યાં બંગનપલ્લી અને ઇમામ પસંદ જેવી રસીલી કેરીઓ મોટા પ્રમાણમાં મળે છે.
મલિહાબાદ, ઉત્તર પ્રદેશ:
જો તમે કેરીરસિયા છો અને તમને કેરીની અલગ અલગ જાત ખબર હોય તો તમે ચોક્કસ જ દશેરી કેરીનું નામ સાંભળ્યું હશે. પરંતુ શું તમને ખબર છે કે આ દશેરી કેરીનું જન્મસ્થાન ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશનું મલિહાબાદ દશેરી કેરીનું જન્મસ્થાન ગણાય છે અને અહીંની કેરીની સુગંધ અને સ્વાદ આખા દેશમાં પ્રખ્યાત છે.
કાલીમાટી માર્કેટ, કોલકાતા:
દેશની કલ્ચરલ હબ ગણાતું કોલકાતાએ પણ દેશના જાણીતી કેરી બજારમાં પોતાનું સ્થાન જાળની રાખ્યું છે. કોલકાતાની કાલીમાટી માર્કેટ એ પૂર્વ ભારતનું ફેમસ બજાર છે. આ માર્કેટમાં તમને હિમસાગર અને ફજલી જેવી મીઠી-મધુરી કેરીઓ મળે છે.
કોયમ્બેડુ માર્કેટ, ચેન્નઈ:
જો તમને તોતાપુરી અને નીલમ જેવી કેરીઓ ખાવી હોય તો આ માટે તમારે પહોંચી જવું પડશે ચેન્નઈની કોયમ્બેડુ માર્કેટ ખાતે. તમને જાણીને નવાઈ લાગશે કે આ બજાર એ તમિલનાડુનું સૌથી મોટું સપ્લાય સેન્ટર ગણાય છે.
કૃષ્ણરાજેન્દ્ર માર્કેટ, બેંગલુરુ:
આઈટી સિટી બની ચૂકેલાં બેંગલુરુ પણ દેશની ટોપમોસ્ટ કેરી માર્કેટમાંથી એક છે. બેંગલુરુમાં તમને અથાણાં બનાવવા માટે વપરાતી તોતાપુરી અને બદામી કેરી ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને આ બજાર એના માટે જ જાણીતી છે.
અહીં જણાવવામાં આવેલી દેશની ફેસમ કેરી માર્કેટમાંથી કેટલીક કેરી બજારની મુલાકાત તમે લીધી છે? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.