Wed Apr 22 2026

Logo

આજનું રાશિફળ (26-03-26): બેંક બેલેન્સ વધશે અને કરિયરમાં મળશે નવી ઊંચાઈ, અષ્ટમી પર આ પાંચ રાશિઓના ચમકશે નસીબ

2026-03-26 00:12:00
Author: Darshana Visaria
Article Image

મેષ: 

મેષ રાશિના જાતકો માટે ચૈત્રી નવરાત્રિની અષ્ટમી અત્યંત શુભ ફળદાયી રહેશે. ત્રીજા ભાવમાં ચંદ્ર-ગુરુની યુતિ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે, જેનાથી સાહસિક નિર્ણયો લેવામાં સરળતા રહેશે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે અને નવી તકો મળશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ શ્વાસ સંબંધિત જૂની તકલીફ હોય તો સાવચેત રહેવું. મા દુર્ગાની આરાધનાથી માનસિક શાંતિ મળશે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે. 

 

વૃષભ: 

વૃષભ રાશિના જાતકોએ આજે પોતાના વાણી અને વર્તન પર ખાસ ધ્યાન આપવું પડશે. ધન ભાવમાં ગજકેસરી યોગ બનવાથી આર્થિક મોરચે મોટો ફાયદો થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળવાની પ્રબળ શક્યતા છે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થશે, જેનાથી ઉત્સાહનું વાતાવરણ રહેશે. તમારી વાણીના પ્રભાવથી તમે વ્યાવસાયિક સોદાઓમાં સફળતા મેળવશો. રોકાણ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે, જે ભવિષ્યમાં મોટો લાભ આપશે. સ્વાસ્થ્ય બાબતે આંખો અને દાંતની સંભાળ રાખવી. જીવનસાથી સાથેનો તાલમેલ ઘરની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે.

 

મિથુન: 

આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે ઊર્જાથી ભરપૂર રહેવાનો છે. તમારી જ રાશિમાં પ્રથમ ભાવમાં ચંદ્ર-ગુરુની યુતિ તમને ભાગ્યશાળી બનાવશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને લોકો તમારા માર્ગદર્શનની અપેક્ષા રાખશે. અષ્ટમીના દિવસે કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રફુલ્લિત રહેશે. વેપારમાં નવી ભાગીદારી અથવા વિસ્તરણ માટેનો આ ઉત્તમ સમય છે. માનસિક રીતે તમે ખૂબ જ મજબૂત અનુભવશો, જે અઘરા કામોને પણ સરળ બનાવી દેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને જૂની બીમારીઓ દૂર થશે. કન્યા પૂજન કરવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિનો વધારો થશે.

 

કર્ક: 

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા લઈને આવશે, વિદેશી વ્યવસાય કે વિદેશ જવાની ઈચ્છા રાખતા જાતકો માટે આજે સફળતાના દ્વાર ખુલશે. બિનજરૂરી ચિંતાઓ છોડીને માતાજીની ભક્તિમાં મન લગાવવું હિતાવહ છે. કોર્ટ-કચેરીના મામલામાં રાહત મળી શકે છે. ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે નહીંતર બજેટ ખોરવાઈ શકે છે. સ્વાસ્થ્યમાં સામાન્ય થાક કે અનિદ્રા જેવી સમસ્યા અનુભવાય. સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો, જે તમને આત્મસંતોષ આપશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે કામની પ્રશંસા થઈ રહી ચે. 

 

સિંહ: 

સિંહ રાશિના નોકરી કરી રહેલાં જાતકોને આજે એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમારી આવકના સ્ત્રોતમાં વધારો થઈ રહ્યો છે. મિત્રો અને મોટા ભાઈ-બહેનોનો પૂરો સહયોગ મળશે, જે કરિયરમાં પ્રગતિ માટે મહત્વનો રહેશે. લાંબા સમયની કોઈ ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. શેરબજાર કે લોટરીમાં રોકાણ કરનારાઓ માટે લાભદાયી દિવસ છે. લવ લાઈફમાં સુધારો થશે અને લગ્ન માટેની વાતચીત આગળ વધશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે નવી ઉર્જા સાથે દિવસ પસાર કરશો. સામાજિક વર્તુળમાં તમારો દબદબો વધશે અને નવા સંપર્કો થશે.

 

કન્યા: 

કન્યા રાશિના જાતકોને આજે ખૂબ જ સાવધાની અને સમજી વિચારીને નિર્ણય લેવા પડશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કોઈ મોટી સિદ્ધિ હાંસલ થશે, જેને કારણે મન પ્રસન્ન થશે. પિતાના આશીર્વાદ અને સિનિયર અધિકારીઓના સહયોગથી પ્રમોશનના માર્ગ મોકળા થશે. પ્રોપર્ટી કે વાહન ખરીદવાની યોજના આજે સાકાર થઈ શકે છે. બેરોજગાર જાતકોને પ્રતિષ્ઠિત સંસ્થામાં નોકરી મળવાના યોગ છે. વેપારમાં પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવશો. સ્વાસ્થ્યમાં સાંધાના દુખાવાની સમસ્યા હોય તો કાળજી લેવી. પરિવારમાં શાંતિ અને ખુશીઓ જળવાઈ રહેશે, જે તમને માનસિક હળવાશ આપશે.

 

તુલા: 

આજનો દિવસ આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આજે અષ્ટમીના પવિત્ર દિવસે કોઈ મોટા ધાર્મિક કાર્યમાં સહભાગી થવાની તક મળશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિદેશથી સારા સમાચાર આવી શકે છે. ભાગ્યનો સાથ મળવાથી અટકેલા સરકારી કામો પૂર્ણ થશે. પિતૃક સંપત્તિના વિવાદોનો અંત આવશે અને આર્થિક લાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને જૂની તણાવપૂર્ણ સ્થિતિમાંથી મુક્તિ મળશે. જીવનસાથી સાથેના સંબંધોમાં નવીનતા અને મધુરતા આવશે.

 

વૃશ્ચિક: 

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સફળતા લઈને આવી રહી છે. આજે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી પડશે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે, પરંતુ જોખમી રોકાણથી દૂર રહેવું. સંશોધન કે ગૂઢ વિદ્યામાં રુચિ ધરાવતા લોકો માટે કોઈ રહસ્ય ઉકેલાઈ શકે છે. વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી અને નિયમોનું પાલન કરવું. સાસરી પક્ષ તરફથી માન-સન્માન અથવા ભેટ મળી શકે છે. માનસિક શાંતિ માટે ધ્યાન અને પ્રાણાયામ કરવાથી ફાયદો થશે. વાણી પર સંયમ રાખવો જરૂરી છે નહીંતર વિવાદ થઈ શકે છે.

 

ધન: 

ધન રાશિના જાતકોએ આજે પારિવારિક બાબતો પર ખાસ ધ્યાન આપવું પડશે. જો જીવનસાથી સાથે કોઈ મતભેદ ચાલી રહ્યો હશે તો આજે એનો ઉકેલ આવી રહ્યો છે. વેપારમાં ભાગીદારી ફાયદાકારક રહેશે અને નવી ડીલ ફાઈનલ થઈ શકે છે. સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતા ચરમસીમાએ રહેશે. અપરિણીત લોકો માટે યોગ્ય પાત્ર મળવાના યોગ મજબૂત છે. કરિયરમાં તમારી આવડતની કદર થશે. સ્વાસ્થ્ય એકંદરે ઉત્તમ રહેશે, છતાં ખાનપાનમાં સાવચેતી રાખવી. મિત્રો સાથે આનંદપ્રદ સમય વિતાવશો. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મધુરતા આવી રહી છે. 

 

મકર: 

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને સકારાત્કમતાથી ભરપૂર રહેવાનો છે. આજે કોર્ટ-કચેરીના કેસ કે લોન સંબંધિત પ્રશ્નો ઉકેલાતા જણાશે. નોકરીમાં તમારી કાર્યક્ષમતા વધશે અને સહકર્મીઓ તમારા માર્ગદર્શનની અપેક્ષા રાખશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહેનતનું યોગ્ય ફળ મળવાનો દિવસ છે. સ્વાસ્થ્ય બાબતે પાચન કે પેટની તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવું. માતૃપક્ષ તરફથી આર્થિક કે માનસિક ટેકો મળી શકે છે. મહેનત વધુ રહેશે પણ તેનું પરિણામ સંતોષકારક મળશે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે આજે મુલાકાત થશે. 

 

કુંભ: 

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આ રાશિના જાતકોના પાંચમા ભાવમાં બની રહેલો ગજકેસરી યોગ વિદ્યાર્થીઓ અને કલાકારો માટે વરદાન સમાન છે. સંતાન સુખની ઈચ્છા રાખતા યુગલો માટે આજે શુભ સમાચાર મળી શકે છે. તમારી બૌદ્ધિક ક્ષમતા ખીલશે, જેનાથી જટિલ સમસ્યાઓનો ઉકેલ મળશે. શેરબજારમાં ટૂંકા ગાળાના રોકાણથી ફાયદો થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ગંભીરતા આવશે અને પરિવારની મંજૂરી મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ વધુ પડતા માનસિક વિચારોથી દૂર રહેવું. જૂના મિત્રો સાથેની મુલાકાત તાજગી આપશે.

 

મીન: 

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ બાકીના દિવસોની સરખામણીએ થોડો સારો રહેશે. આજે તમારી ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. નવું મકાન કે લક્ઝરી વાહન ખરીદવાની તમારી ઈચ્છા આજે પૂરી થઈ રહી છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તેમની સલાહથી કોઈ મોટો લાભ થશે. ઓફિસમાં તમારો પ્રભાવ વધશે અને જૂની સમસ્યાઓનો અંત આવશે. મિલકતના વિવાદો શાંતિથી ઉકેલાઈ જશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી સલાહ લેશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે પ્રસન્નતા અનુભવશો. જીવનસાથી સાથે કોઈ નવી યોજના પર કામ કરશો.