Wed Apr 22 2026

Logo

આજનું રાશિફળ (14-04-26): સૂર્યનું અશ્વિની નક્ષત્રમાં ગોચર, મેષ અને કુંભ સહિત આ રાશિઓના ભાગ્યના દ્વાર ખુલશે, થશે અણધાર્યો ધનલાભ

2026-04-14 00:01:14
Author: Darshana Visaria
Article Image

મેષ: 
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુકનિયાળ રહેશે. ગ્રહોના રાજા સૂર્યનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે ભાગ્યના દ્વાર ખોલનાર સાબિત થશે. આર્થિક સ્થિતિમાં અચાનક મોટો સુધારો આવશે અને અટકેલા નાણાં પરત મળવાથી મન પ્રસન્ન રહેશે. સમાજમાં તમારું માન-સન્માન વધશે અને સરકારી કાર્યોમાં સફળતા મળશે. કરિયરમાં લાંબા સમયથી ચાલી રહેલી અડચણો દૂર થશે અને નવી તકો પ્રાપ્ત થશે. રોકાણ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે, જે ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે ઉત્સાહ જળવાઈ રહેશે, પરંતુ પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો તે આજે જવાબદારી પૂરી કરશે. 

વૃષભ: 
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો નબળો રહી શકે છે. આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે, નહીંતર બનેલા કામ બગડી શકે છે. વેપારમાં નવી ભાગીદારી કરતા પહેલા દસ્તાવેજોની બરાબર તપાસ કરી લેવી હિતાવહ છે. કૌટુંબિક બાબતોમાં સાંજ સુધીમાં કોઈ સુખદ ઉકેલ આવી શકે છે. બિનજરૂરી ખર્ચ તમારા બજેટને હલાવી શકે છે, તેથી કરકસર કરવી જરૂરી છે. સંતાનોના અભ્યાસ બાબતે થોડી દોડધામ રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. 

મિથુન: 
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક લાભની નવી નવી તક લઈને આવી રહ્યો છે. આ સમયે તમને નોકરીમાં સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે અને તમારા કામની પ્રશંસા થશે. વિદેશ પ્રવાસ કે વિદેશી કંપની સાથે જોડાયેલા કામમાં પ્રગતિ જોવા મળશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે અને કોઈ જૂની ગેરસમજ દૂર થશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ એકાગ્રતા વધારનારો સાબિત થશે. આજે તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે જે ભવિષ્યમાં લાભદાયી રહેશે. સામાજિક મેળાવડામાં જવાની તક મળશે, જેનાથી સંપર્કો વધશે. 

કર્ક: 
આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે અન્ય દિવસની સરખામણીએ થોડો વધારે સારો રહેશે. આજે કાર્યક્ષેત્રમાં કામનો બોજ વધુ રહેશે, પરંતુ તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે. પ્રોપર્ટી કે જમીનને લગતા વિવાદોમાં સફળતા મળવાના યોગ છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે, જે તમને માનસિક રાહત આપશે. નવી નોકરીની શોધમાં રહેલા લોકોને આજે સારા સમાચાર મળી શકે છે. ઓફિસમાં વિરોધીઓ તમારી વિરુદ્ધ કાવતરું કરી શકે છે, પરંતુ તમારી સમજદારીથી બચી શકશો. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને ઘરમાં સુખ-શાંતિ જળવાશે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોએ આજે પોતાના શત્રુઓથી સાવધ રહેવું પડશે. 

સિંહ: 
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. સૂર્યનું થઈ રહેલું નક્ષત્ર પરિવર્તન આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે અને અચાનક ધનલાભના યોગ બનાવશે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધાર્મિક યાત્રાનો પ્લાન બની શકે છે જે તમને આધ્યાત્મિક શાંતિ આપશે. લાંબા સમયથી અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે અને અધિકારીઓનો સાથ મળશે. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાના સંકેત મળી રહ્યા છે. ભાગ્યનો સાથ મળવાથી તમે કોઈ નવું સાહસ શરૂ કરી શકો છો. 

કન્યા: 
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ વાણી અને વર્તન બંનેમાં નમ્રતા રાખવી જરૂરી છે, ખાસ કરીને પરિવારમાં. આર્થિક લેવડ-દેવડમાં સાવધાની રાખવી અને કોઈને ઉધાર આપવાનું ટાળવું. રહસ્યમય વિદ્યાઓ અથવા સંશોધન કાર્યમાં જોડાયેલા લોકો માટે દિવસ સારો છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, તેથી ખાનપાનમાં ખાસ ધ્યાન આપવું. કાર્યક્ષેત્રમાં ઉતાવળે કોઈ ફેરફાર ન કરવો. જીવનસાથીનો સહયોગ તમારી મુશ્કેલીઓ ઓછી કરવામાં મદદરૂપ સાબિત થશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે હસી-ખુશી સમય પસાર કરશો. 

તુલા: 
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશહાલીથી ભરપૂર રહેવાનો છે. આજે દાંપત્ય જીવનમાં ખુશીઓનો સંચાર થશે અને પરસ્પર વિશ્વાસ વધશે. વ્યવસાયમાં નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આજનો દિવસ અત્યંત અનુકૂળ છે. સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતા વધશે અને નવા લોકો સાથે મુલાકાત થશે. ભાગીદારીમાં ચાલતા કામમાં પારદર્શકતા રાખવી, ફાયદો થશે. આજે મનમાં નવા વિચારો આવશે જે તમારા કરિયરને નવી દિશા આપી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે દિવસભર નવી ઊર્જાનો અનુભવ કરશો. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ રહી છે. 

વૃશ્ચિક: 
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળશે અને શત્રુઓ પરાસ્ત થશે. નોકરીમાં તમારા પ્રદર્શનની પ્રશંસા થશે અને બોસ તમારાથી ખુશ રહેશે. જૂના દેવામાંથી મુક્તિ મેળવવાના પ્રયત્નો સફળ થઈ શકે છે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા રહેશે, જેનાથી માનસિક સંતોષ મળશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. મોસાળ પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે ખાવા-પીવામાં સંયમ રાખવો, પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. બિઝનેસ કરી રહેલાં જાતકોએ આજે કામ માટે કોઈ જગ્યાએ બહાર જવું પડી શકે છે. 

ધન: 
ધન રાશિના જાતકો માટે ગ્રહોના રાજા સૂર્યનું નક્ષત્ર પરિવર્તન કરિયરમાં સફળતાના નવા માર્ગો ખોલશે. સંતાન પક્ષ તરફથી કોઈ આનંદદાયક સમાચાર મળશે જે ઉત્સાહ વધારશે. શેરબજાર કે રોકાણના કામોમાં અચાનક ધનલાભ થવાની શક્યતા છે. તમારી રચનાત્મક શક્તિમાં વધારો થશે અને કલાકારોને નવી તક મળશે. વિદેશ જવાની ઈચ્છા ધરાવતા જાતકો માટે આજે કોઈ મહત્વની માહિતી મળી શકે છે. માન-સન્માનમાં વધારો થશે અને આર્થિક પાસું મજબૂત બનશે. આજે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થશે. 

મકર: 
આજનો દિવસ મકર રાશિના જાતકો માટે સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે સુખ-સુવિધાઓ પાછળ ખર્ચ થશે અને તમે લક્ઝરી વસ્તુઓની ખરીદી કરી શકો છો. જમીન-મકાનને લગતા કામોમાં સફળતા મળશે અને પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી ક્ષમતા સાબિત કરવાની તક મળશે. માતા સાથેના સંબંધો ગાઢ બનશે અને તેમનો સહયોગ મળશે. પ્રોફેશનલ જીવનમાં કોઈ મોટો ફેરફાર આવી શકે છે જે લાંબા ગાળે ફાયદો કરાવશે. સ્વાસ્થ્ય જળવાઈ રહેશે, પરંતુ હૃદય સંબંધિત સામાન્ય સાવધાની રાખવી. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે.

કુંભ: 
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આ પરિવર્તન તમારા માટે વરદાન સમાન સાબિત થશે અને આવકમાં મોટો ઉછાળો આવશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો સુધરશે અને તેમના સહયોગથી અટકેલા કામ પૂરા થશે. પરાક્રમ અને સાહસમાં વધારો થશે, જેનાથી તમે મુશ્કેલ પરિસ્થિતિઓ પર કાબૂ મેળવી લેશો. નવી નોકરી અથવા બિઝનેસ બદલવા માટે આ ઉત્તમ સમય છે. મનની કોઈ જૂની ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. ટૂંકી મુસાફરીના યોગ છે જે આર્થિક દ્રષ્ટિએ ફળદાયી રહેશે. ઘર-મકાન કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું સાકાર થશે. 

મીન: 
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ તમારી વાણીમાં સૌમ્યતા આવશે જેનાથી તમે અટકેલા કામો આસાનીથી કઢાવી શકશો. આજે ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. નાણાકીય બચત કરવામાં સફળ રહેશો અને બેંક બેલેન્સમાં વધારો થશે. જૂના રોકાણમાંથી વળતર મળવાની શરૂઆત થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને જૂની બિમારીઓમાંથી રાહત મળી શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને આજે ભાગ્ય તમારી પડખે રહેશે. વિદેશી વેપાર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ થશે.