મેષ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પડકારજનક સાબિત થઈ શકે છે. મનમાં અકારણ બેચેની અથવા મૂંઝવણનો અનુભવ થશે, તેથી કોઈ પણ મોટો નિર્ણય લેતી વખતે ઉતાવળ ન કરવી. પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો અને સ્વાસ્થ્ય બાબતે સહેજ પણ બેદરકારી ન દાખવવી હિતાવહ છે. માનસિક કે બૌદ્ધિક કાર્યોમાં વ્યસ્તતા રહેશે, પરંતુ પરિવારના સભ્યોનો સાથ-સહકાર મળતા રાહત અનુભવાશે.
વૃષભ: કામકાજના દૃષ્ટિકોણથી આજનો દિવસ ઘણો જ સારો રહેવાની શક્યતા છે. તમને કરિયરમાં આગળ વધવાની નવી તકો મળી શકે છે, પરંતુ તે માટે તમારે તમારા 'કમ્ફર્ટ ઝોન'માંથી બહાર આવવું પડશે. જૂની આદતો છોડીને કંઈક નવું કરવા પ્રયાસ કરશો તો સફળતા મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને નાનું રોકાણ પણ ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી શકે છે. પૂરતું પાણી પીવું અને સ્વાસ્થ્ય જાળવવું.
મિથુન: આજે તમારી જવાબદારીઓમાં વધારો થવાની શક્યતા છે. વધુ પડતું કામ માથે લેવાનું ટાળવું અને દરેકને 'હા' કહેવાની આદત પર નિયંત્રણ રાખવું જરૂરી છે. એક સમયે એક જ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી પરિણામો સારા મળશે. કામના ભારણ વચ્ચે વિરામ લેવો અને ખાનપાનનું ધ્યાન રાખવું. ઉતાવળમાં કરેલા કામમાં ભૂલ થવાની શક્યતા છે, તેથી ધૈર્યથી કામ લેજો.
કર્ક: કર્ક રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે, પરંતુ કાર્યભાર વધી શકે છે. અચાનક ધન લાભ થવાના મજબૂત સંકેતો મળી રહ્યા છે, જે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરશે. જો કોઈ જૂનું સપનું અધૂરું હોય, તો તેને પૂરું કરવાની દિશામાં ધીમે-ધીમે ડગલાં માંડવાનું શરૂ કરો. કોઈ પણ પ્રકારના મોટા રોકાણ કરતા પહેલાં બજારની પૂરી જાણકારી મેળવી લેવી હિતાવહ છે.
સિંહ: આજે તમારા મનમાં વિચારોના ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, તેથી મનને શાંત રાખવા મેડિટેશન કે યોગનો સહારો લેવો. અભ્યાસ કે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોએ વધુ સતર્ક રહેવું પડશે, કારણ કે એકાગ્રતામાં અડચણ આવી શકે છે. વેપારના વિસ્તરણ માટે માતા-પિતા તરફથી આર્થિક મદદ મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેતા તમે માનસિક સંતોષ અનુભવશો.
કન્યા: દરેક કામને 'પરફેક્ટ' બનાવવાની ચિંતા છોડીને પહેલા કામ સમયસર પૂર્ણ કરવા પર ધ્યાન આપો. જો તમે જટિલતાને બદલે સરળ રીતે કામ કરશો તો વધુ સફળતા મળશે. આર્થિક લાભ થવાના યોગ છે, જે તમારી આર્થિક બાજુ મજબૂત બનાવશે. નવું સાહસ શરૂ કરતા પહેલા અનુભવીઓની સલાહ લેવી અને મોડી રાત સુધી જાગવાનું ટાળી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
તુલા: આજે તમારે તમારા નિર્ણયોમાં મક્કમ રહેવાની જરૂર છે. દરેક વખતે સમાધાન કરવું તમારા હિતમાં નથી, તેથી આત્મવિશ્વાસ સાથે તમારી વાત રજૂ કરો. પારિવારિક પ્રશ્નોમાં વડીલોની સલાહ લેવી ફાયદાકારક રહેશે. જીવનસાથી સાથે સમય વિતાવવાથી સંબંધોમાં મધુરતા આવશે. નાણાકીય લેવડ-દેવડમાં ઉતાવળ ન કરવી અને બચત પર ધ્યાન આપવું.
વૃશ્ચિક: આજે કોઈપણ બાબત પર તુરંત પ્રતિક્રિયા આપવાથી બચવું જોઈએ. પહેલા પરિસ્થિતિને પૂરી રીતે સમજો અને પછી જ કોઈ તારણ પર પહોંચો. અંગત સંબંધોમાં ખુલીને વાતચીત કરવાથી ગેરસમજ દૂર થશે. કામની વચ્ચે બ્રેક લેવો જરૂરી છે. રાત્રે વધુ સમય મોબાઈલનો ઉપયોગ કરવાથી તમારી ઊંઘ અને સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે છે.
ધનુ: આજે તમારે ક્રોધ અને નકામા વિવાદોથી અંતર જાળવવું જોઈએ. નોકરીમાં પરિવર્તનના સંકેતો મળી રહ્યા છે અને પ્રગતિની નવી તકો સામે આવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે. જે લોકો લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં છે, તેઓને માતા-પિતાના સહયોગથી સફળતા મળી શકે છે. પ્રેમ સંબંધો લગ્નની દિશામાં આગળ વધતા જણાશે.
મકર: તમારી વાણીમાં મધુરતા રહેશે, જે લોકો પર પ્રભાવ પાડશે, છતાં મનને શાંત રાખવા ધૈર્ય જાળવવું જરૂરી છે. સ્વાસ્થ્ય બાબતે સભાન રહેવું. ખર્ચમાં વધારો થવાની શક્યતા છે, તેથી બજેટ બનાવીને ચાલવું. શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે અને વેપારમાં વધુ ભાગદોડ રહેશે. નજીકના સબંધીઓનો સાથ મળશે અને ધન લાભ થવાની શક્યતા છે.
કુંભ: આજે ફક્ત વિચારોના વમળમાં રહેવાને બદલે તમારી યોજનાઓને અમલમાં લાવવાનો સમય છે. આળસ છોડીને સક્રિય થશો તો જ ઈચ્છિત સફળતા પ્રાપ્ત થશે. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવો. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખતા પૂરતો આરામ અને પૌષ્ટિક આહાર લેવો.
મીન: મીન રાશિના જાતકોનું મન આજે થોડું અશાંત રહી શકે છે. બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેવાની શક્યતા છે, તેથી તેમની ખાસ કાળજી રાખવી. વ્યવસાયિક બાબતોમાં સુધારો જોવા મળશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. વાહન સુખમાં વધારો થઈ શકે છે. બૌદ્ધિક કાર્યોથી તમારી આવકમાં વૃદ્ધિ થશે, પરંતુ પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે.