Wed Apr 22 2026

Logo

આજનું રાશિફળ (05/04/2026): જાણો તમારી રાશિ માટે રવિવારનો દિવસ મંગળમય રહેશે કે નહીં?

2026-04-05 00:20:43
Author: Mumbai Samachar Team
Article Image

મેષ
મેષ રાશિના જાતકો માટે રવિવારનો દિવસ ભાગદોડથી ભરેલો રહેશે. દિવસભર થોડું કામને લઈને કોઈ પ્રેશર ફીલ થઈ શકે છે. ઓફિસની કોઈ વાતને લઈને અચાનક કોઈ મોટું પરિવર્તન આવી શકે છે. યોગ્ય હોય તો અગાઉથી પ્લાનિંગ કરીને રાખો, કામનું કોઈ પ્લાનિંગ અને ટાઈમટેબલ બનાવી દો. પૈસાની લેવડદેવળમાં કોઈ રીતે ઊતાવળ ન કરતા. પરિવારમાં સામાન્ય માહોલ બની રહેશે. નાની-નાની વાતમાં ખોટી દલીલ કરવાનું ટાળો. સ્વાસ્થ્ય સારૂ રહેશે પણ થાક અનુભવાશે. 

વૃષભ 
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્થિર અને સામાન્ય રહેશે. જે કામ છેલ્લા કેટલાક સમયથી અટકેલું હતું એ ધીમે-ધીમે પાર પડશે. પૈસાની બાબતમાં સ્થિતિ સામાન્ય રહેશે. ખર્ચાઓ કરવામાં ધ્યાન રાખજો અને શક્ય હોય તો ખર્ચ કરવામાં કંટ્રોલ રાખજો. રવિવારની રજાના દિવસમાં પરિવારનો કોઈ કામને લઈને સાથ મળી શકે છે અને જૂના કોઈ મિત્ર સાથે મુલાકાત બની શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પણ ખાણી-પીણીમાં ધ્યાન રાખવાની પૂરી જરૂર છે અન્યથા હાલાત બગડી શકે છે. 

મિથુન
મિથુન રાશિના જાતકો માટે રવિવારનો દિવસ થોડો અનિશ્ચિત રહેશે. કોઈ એક કામમાં મન નહીં લાગે. આથી કામ સંબંધિત કોઈ એક જગ્યા પર ટકી રહેવું મુશ્કેલ બની શકે. કામની બાબતમાં બેધ્યાનપણું ચિંતા જન્માવી શકે છે. જરૂરી કામ હોય એને પ્રાધાન્ય આપીને પહેલા પૂર્ણ કરી દો. પૈસાની બાબતમાં કોઈ મોટો નિર્ણલ હાલ ન લેશો. સંબંધોની બાબતમાં સ્પષ્ટતા રાખજો, જો કોઈ કામને લઈને અનુકુળતા ન હોય તો સ્પષ્ટતા કરજો. સ્વાસ્થ સારૂ રહેશે પણ ઊંઘ પૂરી નહીં થાય તો શરીર બગડશે. તેથી ઊંઘ પૂરી કરવી જરૂરી છે. 

કર્ક
કર્ક રાશિના જાતકો માટે રવિવારનો દિવસ મૂડઓફ ડે બની શકે છે. નાની-નાની વાતને લઈને વધારે પડતું વિચારવાની જરૂર નથી. કામકાજ સામાન્ય રહેશે પણ આળખ કરવી યોગ્ય નથી. કોઈ પણ કામને લઈને ફોક્સ રહે એવું નહીં બને. વારંવાર કોઈ કામ બાબતે મન ભટકી શકે છે. પરિવારમાં કોઈ મહત્ત્વના મુદ્દા પર વાતચીત થઈ શકે છે. પૈસાના મામલે સ્થિતિ સામાન્ય રહી શકે છે. માનસિક શાંતિ રહે એ જરૂરી છે. મન ચિંતામાં રહેશે તો કામમાં કોઈ રીતે મન લાગે નહીં, પરંતુ દિવસ એકંદરે ડાઉન રહી શકે.

સિંહ
આજે કામમાં મોડું કરવાનું અને અટકાવી રાખવું અંતે નુકસાન કારક સાબિત થશે. સિંહ રાશિના જાતકો માટે રવિવાર સામાન્ય બની રહેશે. જે વસ્તુમાં સૌથી ઓછો સમય લાગે છે એમાં વિલંબ આવી શકે છે.ઓફિસની બાબતમાં કોઈની વાતને ખોટી રીતે લેવી ન જોઈએ. પૈસાના મામલે સમજી વિચારીને પગલું લેવું જોઈએ. ખાસ કરીને ખર્ચા કરવામાં ધ્યાન રાખવું જોઈએ. પરિવારમાં માહોલ યોગ્ય રહેશે કોઈ વાત કરવા માટે સહાયતા મળશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

તુલા
આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે ઠીક-ઠાક રહી શકે. કામ અને વ્યક્તિગત જીવન અંગે બેલેન્સ રાખી ચાલું પડશે. આજનો દિવસ જવાબદારીઓ એકાએક વધી શકે છે. કોઈની સાથે મળીને કામ કરવું પડે તો તમારા તરફથી કોઈ મુદ્દે સ્પષ્ટતા અનિવાર્ય છે. પૈસાના મામલે આ દિવસ સારો છે. લેવડદેવળ માટે યોગ્ય છે. કોઈ પણ નવા સંબંધીઓ સાથે સમજદારી પૂર્વક વર્તણૂક કરવી જોઈએ. સ્વાસ્થ્યના હિસાબથી દિવાસ સામાન્ય રહી શકે છે. 

ધન
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સૌથી વધારે વ્યસ્ત રહી શકે છે. ઓછા સમયમાં કામ વધારે કરીને કામ પૂર્ણ કરવાનું પ્રેશર ઊભું થઈ શકે. આવો સમય આવે ત્યારે કામના મહત્ત્વને લઈને પ્રાધાન્ય આપીને કામ ઉપાડવું જોઈએ. ઓફિસમાં કોઈ કામને લઈને નવી જવાબદારી મળી શકે છે. નવું કામ આવી શકે છે. પૈસાના મામલે સ્થિતિ સામાન્ય રહી શકે છે. પરિવારમાં કોઈ વ્યક્તિનો સાથ સહકાર મળતા મોટી રાહત થશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો, દિવસના અંતે થાક તબિયત બગાડી શકે

મકર
મકર રાશિના જાતકો માટે રવિવારનો દિવસ કામને લઈ સામાન્ય રહેશે. પણ કોઈ પણ મુદ્દા પર તરત જ પોતાની પ્રતિક્રિયા આપવાનું ટાળજો. જે તે મુદ્દાને સમજવાનો પ્રયાસ કરજો. કામકાજ સામાન્ય રહેશે પણ થોડું વિચારીને પગલું ભરશો તો ફાયદો થઈ શકે છે. પૈસાના મામલે સાવધાની રાખવી જોઈએ ખાસ કરીને જે તે સંબંધીને લઈને કોઈ ખટાશ ન રહે એ ધ્યાન રાખજો. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પણ યોગ્ય સમયે આરામ જરૂરી છે.

કુંભ
ઘર અને વ્યક્તિગત કામમાં બેલેન્સ રાખવું જરૂરી છે. આજના દિવસ દરમિયાન કુંભ રાશિના જાતકો માટે મિશ્ર રહેશે. કોઈ એક મુદ્દા પર વધારે ચિંતા કરવાથી કે વધારે પડતું ધ્યાન આપવાથી એની ખોટી અસર થઈ શકે. પૈસાની લેવડદેવડ બાબતે દિવસ સામાન્ય રહેશે. જૂનુ કામ પૂર્ણ કરવાનો ચાન્સ મળશે, પરિવારનો પણ સાથ મળી રહેશે. 

કન્યા
આજનો દિવસે કોઈ પણ નિર્ણય લો છો તો સમજી વિચારીને લેજો. કન્યા રાશિ માટે રવિવારનો દિવસ નિર્ણાયક બની શકે. ઊતાવળે લીધેલો નિર્ણય પછીથી બદલવો પડે એવું બને. કામકાજમાં ધીમે ધીમે પ્રગતિ થશે. ઊતાવળ કરવાની જરૂર નથી. ખર્ચા પર નિયંત્રણ અનિવાર્ય છે. વધારે પડતો ખર્ચ મહિનાની શરૂઆતમાં જ મુશ્કેલીમાં મુકી શકે છે. રિલેશનશિપમાં તમારૂ સ્ટેટસ ક્લિયર હશે તો વાત સમજવામાં સરળતા રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. 

વૃશ્ચિક
પૈસાની લેવડદેવડમાં એલર્ટ રહેવાની જરૂર છે. ખર્ચાઓ વધી શકે છે એટલે જરૂરી ખર્ચને પ્રાધાન્ય આપી નક્કામા ખર્ચને ટાળી દેવા જોઈએ. બને ત્યા સુધી એકાદ અઠવાડિયાનું પ્લાનિંગ કરી દો, ખર્ચાઓ કેટલા અને ક્યા છે એ નક્કી કરો. ઓફિસમાં કોઈ નવી જવાબદારી આવે તો એકવાર વિચારીને આગળ વધજો.આગળ જતા એ મુશ્કેલીમાં મુકી શકે છે.ઓફિસમાં સાથી મિત્રની જરૂર પડી શકે છે. પરિવારમાં માહોલ સામાન્ય રહેશે અને સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

મીન 
આજનો દિવસ મીન રાશિના જાતકો માટે મિશ્ર રહેશે. પોતાની તરફનું કંઈ વિચારવાનો આ ઉત્તમ સમય છે. વધારે પડતું બોલવા કરતા વિચારવાનું કામ મન કરશે. કોઈ પણ કામકાજમાં ઊતાવળ કરવાની જરૂર નથી. પૈસા બાબતે કોઈ મોટો નિર્ણય લેતા હોવ તો થોડી રાહ જોઈ શકો છો. આ નિર્ણયને ટાળી પણ શકો. સંબંધોમાં હવે થોડો સમય આપવાની જરૂર છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે પણ દિવસના અંતે થોડો આરામ અનિવાર્ય છે.