Thu Aug 20 2026

Logo

આજનું રાશિફળ (05-03-26): મેષ, મિથુન અને તુલા રાશિના જાતકો માટે ધનલાભના પ્રબળ યોગ, જોઈ લો તમારા માટે કેવો રહેશે દિવસ?

2026-03-05 00:01:00
Author: Darshana Visaria
Article Image

મેષ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને ઉમંગથી ભરેલો રહેશે. ધુળેટીના પર્વે મિત્રો અને સ્નેહીજનો સાથેના સંબંધોમાં નવી તાજગી આવશે. આર્થિક રીતે તમે મજબૂતી અનુભવશો અને ક્યાંકથી અચાનક ધનલાભ થવાના યોગ છે. કરિયરમાં નવી તકો પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી છે. સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું, ખાસ કરીને ઠંડા પીણાં લેવાથી બચવું. સાંજનો સમય પરિવાર સાથે પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. આજે સંતાનની સંગત પર તમારે ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તે ખોટી સંગતમાં ફસાઈ શકે છે. ભગવાન વિષ્ણુની આરાધના કરવી શુભ રહેશે.

વૃષભ: 
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે સામાજિક કાર્યોમાં તમારી સક્રિયતા વધશે અને લોકો તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત થશે. વેપારમાં નવી ભાગીદારી માટે સમય અનુકૂળ છે, પરંતુ કોઈપણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા વાંચી લેવા. ઘરના વડીલોના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે. પ્રેમ જીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે. જરૂરિયાતમંદને દાન કરવાથી પુણ્ય મળશે. જીવનસાથી સાથે આજે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. આજે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા ભાગ્યશાળી સાબિત થશે.

મિથુન: 
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક લાભ કરનારો સાબિત થશે. જો તમે લાંબા સમયથી કોઈ નવું વાહન કે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આજે વાત આગળ વધી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી બુદ્ધિપ્રતિભાની પ્રશંસા થશે અને ઉપરી અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. વિદેશ જવા ઈચ્છતા જાતકો માટે કોઈ સારા સમાચાર મળી શકે છે. સંતાનોના શિક્ષણ બાબતે ચાલી રહેલી ચિંતા દૂર થશે. સ્વાસ્થ્યમાં થોડો સુધારો જણાશે, છતાં બહારનું ખાવાનું ટાળવું પડશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે અને વાત લગ્ન સુધી પહોંચશે. પક્ષીઓને ચણ નાખવાથી માનસિક શાંતિનો અનુભવ થશે.

કર્ક: 
કર્ક રાશિના જાતકોએ આજે માનસિક શાંતિ જાળવી રાખવી પડશે. દિવસની શરૂઆતમાં થોડી દોડધામ રહી શકે છે, પરંતુ બપોર પછી સ્થિતિ થાળે પડશે. ભાઈ-બહેનો સાથે કોઈ જૂના વિવાદનો અંત આવશે. આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવી, ઉધાર આપેલા નાણાં પરત મળવામાં વિલંબ થઈ શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે, તેથી વાણી પર સંયમ રાખવો. આડે એક કરતાં વધારે સ્રોતમાંથી આવક થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. શિવલિંગ પર જળાભિષેક કરવાથી તમારા મનોરથ પૂર્ણ થશે અને નકારાત્મકતા દૂર થશે.

સિંહ: 
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત ભાગ્યશાળી રહેશે. ધુળેટીના રંગોની જેમ તમારા જીવનમાં પણ ખુશીઓના રંગો ભરાશે. રાજકારણ કે જાહેર જીવન સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળી શકે છે. નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. પિતા તરફથી આર્થિક મદદ કે માર્ગદર્શન મળી શકે છે જે ભવિષ્યમાં કામ લાગશે. પ્રેમ સંબંધોમાં ગંભીરતા આવશે અને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને જૂની બીમારીઓમાંથી મુક્તિ મળશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થઈ રહ્યું છે. સૂર્ય નારાયણને અર્ઘ્ય અર્પણ કરવું તમારા માટે લાભદાયી રહેશે.

કન્યા: 
કન્યા રાશિના જાતકોએ આજે ખર્ચ પર વિશેષ ધ્યાન આપવું પડશે. બિનજરૂરી ખર્ચાઓ તમારું બજેટ બગાડી શકે છે. વેપારમાં હરીફો તરફથી કડક સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમારી ચતુરાઈથી તમે માર્ગ કાઢી લેશો. પરિવારમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. સંતાનોના વર્તનથી થોડો અસંતોષ રહી શકે છે, તેમને પ્રેમથી સમજાવવાની જરૂર છે. પ્રવાસ દરમિયાન તમારા કિંમતી સામાનની સાચવણી કરવી. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે સુધારો જોવા મળી રહ્યો છે. ગણેશજીની આરાધના અને અથર્વશીર્ષના પાઠ કરવાથી વિઘ્નો દૂર થશે અને કાર્ય સફળ થશે.

તુલા: 
આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે ખૂબ જ સુખદાયક અને રોમેન્ટિક રહેવાનો છે. આજે જીવનસાથી સાથેના તમારા સંબંધો વધારે ગાઢ બની રહ્યા છે અને કોઈ જગ્યાએ બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે. સામાજિક સ્તરે તમારું માન-સન્માન વધશે અને નવા મિત્રો બનશે. કલા અને સાહિત્યના ક્ષેત્રમાં જોડાયેલા લોકોને નવી ઓળખ મળશે. આર્થિક રોકાણ માટે દિવસ અનુકૂળ છે, ભવિષ્યમાં મોટો ફાયદો થઈ શકે છે. જૂના રોગોમાંથી રાહત મળશે અને મન પ્રફુલ્લિત રહેશે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. મા લક્ષ્મીની પૂજા કરવી અને તેમને ગુલાબનું ફૂલ ચઢાવવું અત્યંત શુભ ફળ આપશે.

વૃશ્ચિક: 
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારજનક હોવા છતાં વિજયી રહેશે. ઓફિસમાં વિરોધીઓ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે, પરંતુ તમે તમારી મહેનતથી તેમને પરાજિત કરશો. જમીન-મકાનને લગતા કાયદાકીય પ્રશ્નોમાં સફળતા મળશે. નોકરી કરતા જાતકોને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળતા ખુશી થશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા અધૂરા કામ પૂરા થઈ રહ્યા છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી આત્મબળમાં વધારો થશે.

ધન: 
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં પસાર થશે. કોઈ તીર્થયાત્રા કે ધાર્મિક ઉત્સવમાં ભાગ લેવાના યોગ છે. ભાગ્યનો પૂરો સાથ મળવાથી અટકેલા કાર્યો પૂરા થશે. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ અનુકૂળ છે. પિતા અને ગુરુના આશીર્વાદથી મુશ્કેલ કાર્યો સરળ બનશે. વેપારમાં મોટો આર્થિક લાભ થવાની શક્યતા છે. સામાજિક સંપર્કો વધશે જે ભવિષ્યમાં કરિયરમાં મદદરૂપ થશે. ગાયને ઘાસ ખવડાવવાથી પુણ્ય મળશે. પ્રોપર્ટીને લઈને જો કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે. પીળા વસ્ત્રો કે ચંદનનો તિલક કરવો લાભદાયી રહેશે.

મકર: 
મકર રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્ય અને વાણી પર વિશેષ ધ્યાન આપવું. માનસિક રીતે થોડો તણાવ અનુભવી શકો છો, જેની અસર તમારા કામ પર પડી શકે છે. કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધુ રહેશે, તેથી સમયનું આયોજન કરવું જરૂરી છે. પારિવારિક વિવાદોમાં પડવાનું ટાળવું, નહિતર સંબંધોમાં કડવાશ આવી શકે છે. આર્થિક રીતે દિવસ સામાન્ય રહેશે, મોટું રોકાણ કરતા પહેલા બે વાર વિચારવો. વિદેશમાં રહેતા સંબંધીઓ તરફથી સમાચાર મળી શકે છે. આજે કામની વ્યસ્તતા વચ્ચે પણ તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. શનિદેવના મંત્રોનો જાપ કરવો અને જરૂરિયાતમંદને મદદ કરવી શુભ રહેશે.

કુંભ: 
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારી અને નવા પ્રસ્તાવો માટે શ્રેષ્ઠ છે. લગ્ન ઈચ્છુક જાતકો માટે સારા માંગા આવી શકે છે. વેપારમાં નવા ભાગીદાર મળવાથી વ્યવસાયનો વિસ્તાર થશે. સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતામાં વધારો થશે. જૂના મિત્રો સાથેની મુલાકાત મનને તાજગી આપશે. નોકરીમાં તમારી બદલી ઈચ્છિત જગ્યાએ થવાના સંકેત છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને જૂના દુખાવામાં રાહત મળશે. કોઈ નવી સ્કીમમાં પૈસા રોકવા માટે દિવસ ઉત્તમ છે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકો માટે આજનો દિવસ ખૂબ જ કામનો સાબિત થશે. હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી સંકટો દૂર થશે.

મીન: 
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિકારક રહેશે. નોકરીમાં સહકર્મચારીઓનો પૂરો સહયોગ મળશે અને તમારા સૂચનોને આવકારવામાં આવશે. આર્થિક રીતે તમે સુરક્ષિત રહેશો અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. કોર્ટ-કચેરીના કામમાં તમારી જીત થઈ શકે છે. સંતાનોના લગ્નને લઈને ચાલી રહી વાતો અંતિમ તબક્કે પહોંચશે. આધ્યાત્મિક જ્ઞાનમાં રુચિ વધશે અને કોઈ સંત-મહાત્માના દર્શન થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવું અને યોગ-પ્રાણાયામ કરવા. વાહન ચલાવતી વખતે આજે તમારે ખાસ કાળજી રાખવી પડશે. ગાયત્રી મંત્રના પાઠ કરવાથી માનસિક એકાગ્રતા અને શાંતિ પ્રાપ્ત થશે.