Wed Aug 19 2026

Logo

તિરુપતિ બાલાજી મંદિરમાં હવે મળશે શુદ્ધ પ્રસાદ, 25 કરોડના ખર્ચે બની અત્યાધુનિક લેબ

2026-03-22 09:33:00
Author: Vimal Prajapati
Article Image

તિરુમાલાઃ તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદની ગુણવત્તા વધારવા માટે હવે આધુનિક પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે. આ પ્રયોગશાળા મંદિર પરિસરમાં જ સ્થાપિત કરવામાં આવી છે અને ત્યાંથી પ્રસાદ તૈયાર કરવા માટે વપરાતા ઘીમાં થતી ભેળસેળની તપાસ કરવામાં આવશે. તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા લગભગ 25 કરોડ રૂપિયાના ખર્ચે આ આધુનિક લેબ બનાવવામાં આવી છે. આ પ્રયોગશાળા મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો માટે તૈયાર કરવામાં આવતા લાડુ અને અન્ય પ્રસાદના ભોજન સુરક્ષિત અને શુદ્ધ રહે તે ખાતરી કરવા માટે કામ કરશે. 

શું ઘીમાં થતી ભેળસેળને ટાળી શકશે?  

અહીં પાણી અને ખાદ્યપદાર્થો બંનેના નમૂના લઈને ગંભીર પરીક્ષણ કરવામાં આવે છે.  ગત વર્ષોમાં તિરુપતિ બાલાજી મંદિરના લાડુ પ્રસાદમાં ઘીની અશુદ્ધિના આરોપો સામે આવતા ચર્ચા શરૂ થઈ હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને હવે ઘીની ગુણવત્તા ચકાસવા માટે અત્યાધુનિક ઉપકરણો અને તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે. 

પ્રયોગશાળામાં એક સાથે ત્રણ વિભાગો કામ કરશે

આ પ્રયોગશાળામાં Analytical , Molecular, Microbiology જેવા ત્રણ વિભાગો એક સાથે જોડાઈને કામ કરશે. હવેથી મંદિરમાં પ્રસાદ તૈયાર કરતા પહેલા ઘીના નમૂનાની લેબ ટેસ્ટિંગ કરવામાં આવશે. જો નમૂનો માનકો પર ખરો ઉતરે તો જ તે ઘીનો ઉપયોગ લાડુ અને અન્ય પ્રસાદની તૈયારીમાં કરવામાં આવશે. જેથી હવે ભક્તોને શુદ્ધ ઘીવાળો પ્રસાદ મળશે અને તેમના આરોગ્યની ખાતરી પણ મજબૂત બનશે.  

આધુનિક પ્રયોગશાળાની મહત્વની બાબતો

આ લેબમાં માસિક 1,000 થી 1,000 નમૂનાનું વિશ્લેષણ કરવાની ક્ષમતા
આધુનિક ઉપકરણો ઘીની નાનીમોટી કોઈ મિલાવટ પણ ઓળખી કાઢશે
પ્રસાદની ગુણવત્તા અને સુરક્ષાના માનકને એક નવું ધોરણ સ્થપાશે